BREAKING NEWS

કોડીનારના શિક્ષકને નોકરી સાથે બિઝનેસ કરવો ભારે પડયો: સસ્પેન્ડ

  • July 08, 2026 09:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી મુખ્ય મથક છોડવા પર પ્રતિબંધ, આકરી કાર્યવાહીથી જિલ્લાના શિક્ષકોમાં ચર્ચા
ગીર સોમનાથ જિલ્લ ાના કોડીનાર તાલુકાની માઢવાડ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક વિજયસિંહ રાયસિંહ વાળા સામે થયેલી ગંભીર ફરિયાદોને પગલે જિલ્લ ા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્રારા કડક વહીવટી કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લ ા પ્રાથમિક શિક્ષણાધિકારી એ.એચ. પટેલ દ્રારા કરવામાં આવેલા હત્પકમ મુજબ શિક્ષકને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ (સસ્પેન્ડ) કરવામાં આવ્યા છે.
સરકારી હત્પકમ મુજબ સંબંધિત શિક્ષક વિરૂદ્ધ મળેલી ફરિયાદોના આધારે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અને જિલ્લ ા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્રારા સંયુકત પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન શિક્ષક દ્રારા આસ્થા કન્સ્ટ્રકશન નામની પ્રોપરાયટરશિપ પેઢી સાથે સંકળાયેલા હોવા, સરકારી સેવા દરમિયાન ખાનગી વ્યવસાય સાથે સંભવિત જોડાણ, જીએસટી નોંધણી, આવકવેરા રિટર્ન અને અન્ય દસ્તાવેજોમાં વિસંગતતાઓ સહિતના ગંભીર મુદ્દાઓ સામે આવ્યા હોવાનું હત્પકમમાં નોંધવામાં આવ્યું છે.
તપાસમાં વર્ષ ૨૦૧૮ના સમજૂતી કરાર કરવા માટે ગાંધીનગર મુકામે પણ હાજર રહેલ અને તેજ દિવસે શાળાના હાજરી પત્રકમાં પણ હાજરી પૂરી સહી કરેલ જણાતા આમ એક જ દિવસે એક જ વ્યકિત બંને જગ્યાએ કેમ હાજર રહી શકે સહિતના દસ્તાવેજો અને અન્ય પુરાવાઓના આધારે શિક્ષક દ્રારા આપવામાં આવેલા ખુલાસા સંતોષકારક ન હોવાનું પણ નોંધાયું છે. જેના આધારે ગુજરાત પંચાયત સેવા વર્તણુક નિયમો, ૧૯૯૮ હેઠળ તેમને ફરજ મોકૂફ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ફરજ મોકૂફના સમયગાળા દરમિયાન શિક્ષકનું મુખ્ય મથક સૈયદરાજપરા પ્રાથમિક શાળા, તાલુકો ઊના નક્કી કરવામાં આવ્યું છે. જિલ્લ ા પ્રાથમિક શિક્ષણાધિકારીની પૂર્વ મંજૂરી વિના મુખ્ય મથક છોડી શકાશે નહીં તેમજ દર મહિને હાજરી અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.
શિક્ષણાધિકારીના હત્પકમમાં વધુમાં જણાવાયું છે કે સસ્પેન્શન દરમિયાન સંબંધિત શિક્ષક કોઈપણ પ્રકારની ખાનગી નોકરી, ધંધો કે વ્યવસાય કરી શકશે નહીં. જો સાત દિવસથી વધુ સમય માટે મુખ્ય મથક છોડવાની જરૂર પડે તો તેની પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત રહેશે. ઉપરાંત તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને નિયમો મુજબ ભથ્થાં, હાજરી અને અન્ય વહીવટી કાર્યવાહી સુનિશ્ર્િચત કરવા પણ સૂચના આપવામાં આવી છે.
શિક્ષણ વિભાગની આ કાર્યવાહી જિલ્લ ામાં સરકારી શાળાઓમાં પારદર્શિતા, શિસ્ત અને જવાબદારી જાળવવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ વિભાગીય નિયમો અનુસાર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
અત્રે ઉલ્લ ેખનીય છેકે શિક્ષણ વિભાગની આ કાર્યવાહી બાદ સમગ્ર ગીર સોમનાથ જિલ્લ ાના શિક્ષણ વર્તુળોમાં આ કેસ ચર્ચાનો વિષય બન્યો છે. સરકારી નોકરી સાથે ખાનગી ધંધા કે અન્ય વ્યવસાય સાથે સંકળાયેલા હોવાના આક્ષેપોને લઈને થયેલી આ કાર્યવાહી અન્ય કર્મચારીઓ માટે પણ લાલબત્તી સમાન માનવામાં આવી રહી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News