કંગના રનૌતે અક્ષય કુમારની સેલ્ફી ફ્લોપ જતા કરણ જોહર પર સાધ્યું નિશાન 

  • February 25, 2023 05:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કંગના રનૌતે અક્ષય કુમારની સેલ્ફી ફ્લોપ જતા કરણ જોહર પર સાધ્યું નિશાન 

અક્ષય કુમારની વર્ષ 2023ની પ્રથમ રિલીઝ થયેલી ફિલ્મ 'સેલ્ફી'ને શરૂઆતના દિવસે ખૂબ જ ઠંડો પ્રતિસાદ મળ્યો છે.ફિલ્મની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી પરંતુ રિલીઝ બાદ 'સેલ્ફી' દર્શકોને પસંદ આવી ન હતી અને ફિલ્મનું ઓપનિંગ ડે કલેક્શન બહુ જ ઓછું થયું છે. આવી સ્થિતિમાં બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે અક્ષય કુમારની સેલ્ફી પર નિશાન સાધ્યું છે અને તેને 'ફ્લોપ' ગણાવી છે.


તમને જણાવી દઈએ કે કંગના રનૌતે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ફિલ્મમેકર કરણ જોહરની સહ-નિર્મિત ફિલ્મ સેલ્ફીને ઘણી ટ્રોલ કરી છે. અક્ષય કુમાર અને ઈમરાન હાશ્મીને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી આ ફિલ્મ 'ગુડ ન્યૂઝ' ફેમ રાજ મહેતા દ્વારા નિર્દેશિત કરવામાં આવી છે. તે જ સમયે, સેલ્ફીના બોક્સ ઓફિસ રિપોર્ટમાં, કંગનાની તુલના અક્ષય સાથે કરવામાં આવી હતી. આઈપી રિપોર્ટ પર પ્રતિક્રિયા આપતા કંગનાએ કરણ જોહરની મજાક ઉડાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application