જેતપુર, ઉપલેટા, વીંછિયા, કોટડા, ધોરાજી ભાજપમાં નવા પ્રમુખ મહામંત્રીઓ નિમાયા

  • October 31, 2023 02:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકેની જવાબદારી અલ્પેશભાઈ ઢોલરીયાએ લીધા પછી ગઈકાલે મોડી સાંજે સંગઠન માળખામાં અનેક મહત્વના ફેરફારો કર્યા છે. ત્રણ વર્ષની ટર્મ પૂરી થઈ હોય તેવા જેતપુર શહેર, જેતપુર તાલુકા, કોટડા સાંગાણી, ઉપલેટા શહેર, વિંછીયા તાલુકા, ધોરાજી તાલુકા, જેતપુર તાલુકાની પ્રમુખ મહામંત્રીઓની નવી ટીમ જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત જિલ્લા મહિલા મોરચા અને જિલ્લા યુવા ભાજપની ટીમ પણ નવી જાહેર કરવામાં આવી છે.


જે ફેરફાર કરવામાં આવ્યા છે તેમાં કોટડા સાંગાણી તાલુકા ભાજપમાં લેઉવા પટેલ જ્ઞાતિના આગેવાન જસમતભાઈ સાંગાણીને પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે. મહામંત્રી તરીકે ક્ષત્રિય સમાજના હરદેવસિંહ જાડેજા અને આહીર સમાજના ઘનશ્યામભાઈ મકવાણાને નિયુક્ત કરવામાં આવ્યા છે.
જેતપુર શહેરમાં પ્રમુખ તરીકે ખત્રી સમાજના રમેશભાઈ જોગીને રીપીટ કરાયા છે મહામંત્રીમાં લેઉવા પટેલ સમાજના બાબુભાઈ ખાચરિયાને રીપીટ કરવામાં આવ્યા છે. જ્યારે સિંધી સમાજમાંથી રાહુલ આસનાનીને તક આપવામાં આવી છે. જેતપુર તાલુકા ભાજપમાં પ્રમુખ તરીકે અશોકભાઈ ઉંધાડ, મહામંત્રી તરીકે નરસિંહભાઈ સોજીત્રા અને રસિકભાઈ સખીયાના નામની જાહેરાત કરવામાં આવી છે. ત્રણે ત્રણ લેવા પટેલ સમાજના છે અને મહામંત્રી નરસિંહભાઈને રીપીટ કરવામાં આવ્યા છે.
​​​​​​​
ઉપલેટામાં શહેરમાં પ્રમુખ તરીકે કિરીટભાઈ પાદરીયાને રીપીટ કરવામાં આવ્યા છે. મહામંત્રી તરીકે આહિર સમાજના જીગ્નેશભાઈ ડેર ને પણ રીપીટ કરાયા છે અને બીજા મહામંત્રી તરીકે ક્ષત્રિય સમાજના મહાવીરસિંહ વાળાને જવાબદારી સોંપવામાં આવી છે. વિછીયા તાલુકા ભાજપમાં કોળી સમાજના અશ્વિનભાઈ સાકડીયાને પ્રમુખ તરીકે રીપીટ કરવામાં આવ્યા છે. મહામંત્રીઓ તરીકે કડવા પાટીદાર સમાજના વલ્લભભાઈ મેટલીયા અને લોહાણા સમાજના સાગરભાઇ જસાણીને જવાબદારી સોંપવામાં આવી છે.
ધોરાજી તાલુકા ભાજપના પ્રમુખ તરીકે લેઉવા પટેલ સમાજના મયુરભાઈ શિંગાળા, મહામંત્રી તરીકે ક્ષત્રિય સમાજના હરદીપસિંહ રાયજાદા અને આહિર સમાજના રાજુભાઈ પિઠીયા નો સમાવેશ કરાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application