વુમન આઇપીએલ કેમ્પમાં જામનગરની લેગ સ્પીનર નેહા ચાવડાનો સમાવેશ

  • July 25, 2023 11:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોચ મહેન્દ્રસિંહ ચૌહાણની મહેનત રંગ લાવી

જામનગરે અગાઉ દુલીપસિંહજી, રણજીતસિંહજી, સલીમ દુરાની, રવિન્દ્ર જાડેજા જેવા ખ્યાતનામ ખેલાડીઓ આપ્યા છે ત્યારે હવે જામનગરની એક મહીલા ક્રિકેટર પણ કદાચ આઇપીએલ રમે તેવી શકયતા છે, ૨૦૨૩ની વુમન આઇપીએલની મહીલા ક્રિકેટ ટીમ માટે મુંબઇ ઇન્ડીયન્સ ટીમના કેમ્પ માટે જામનગરની લેગ સ્પીનર અને ઓલ રાઉન્ડર નેહા ચાવડાની પસંદગી થતાં તે જામનગર માટે ગૌરવની વાત છે, જો તેનું ટીમમાં સિલેકશન થશે તો સૌરાષ્ટ્રની આ પ્રથમ મહીલા ક્રિકેટ વુમન આઇપીએલ રમશે.
જામનગરના અજીતસિંહજી પેવેલીયમ એટલે કે કોચ મહેન્દ્રસિંહ ચૌહાણે અનેક ખ્યાતનામ ક્રિકેટરો તૈયાર કર્યા છે તેનું ઉદાહરણ જામનગરના રવિન્દ્ર જાડેજા છે અને તે વિશ્ર્વમાં એક ખ્યાતનામ ઓલ રાઉન્ડર તરીકે ઉભરી આવ્યા છે. અગાઉ જામ રણજીતસિંહજી, દુલીપસિંહજી, અમરસિંહજી, સલીમ દુરાની, વિનુ માંકડ, વામનભાઇ જાની, યશપાલસિંહ જાડેજા, ધર્મરાજસિંહ જાડેજા, કશ્યપ મહેતા, અજય જાડેજા, રાજેન્દ્રસિંહ જાડેજા, શરદ પીલાઇ, સીરીશ બુચ સહિતના ક્રિકેટરો રણજી ટ્રોફી રમી ચૂકયા છે.
મહીલા ક્રિકેટ નેહા ચાવડા જામનગરના ક્રિકેટ બંગલા ખાતે જ ક્રિકેટના પાર્ટ શીખી છે, બે દિવસ બાદ તે મુંબઇ ખાતે કેમ્પમાં જોડાશે, નેહાએ અગાઉ અન્ડર ૧૬, અન્ડર ૧૯, વેસ્ટ ઝોન, અન્ડર ૨૩, અન્ડર ૨૫ અને બાંગ્લાદેશની બીપીએલ ૨૦૧૮-૧૯માં તેણી પોતાનું કૌવત દાખવી ચૂકવી છે, નેહા આક્રમક બેસ્ટમેન્ટ છે અને લેફટી લેગ સ્પીનર છે ત્યારે તેણીની હાલ તો પસંદગી નિશ્ર્ચિત ગણવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application