BREAKING NEWS

જામનગરમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: એલસીબી પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો

  • February 02, 2026 10:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના કામદાર કોલોની વિસ્તારમાં પાંચ દિવસ માટે બંધ રહેલા એક  મકાનમાંથી તસ્કર દ્વારા રૂ. ૧ લાખ ૩૯ હજારની કિંમતના સોના ચાંદી અને ઇમિટેશનના ઘરેણા તેમજ રોકડ રકમની ચોરી કરવામાં આવી હતી. આ ગુનાનો ભેદ એલસીબી પોલીસે ઉકેલી નાખ્યો છે, અને એક આરોપીને ચોરાઉ મુદામાલ સાથે ઝડપી લીધો છે.

એલસીબીના પો.ઇન્સ.વી.એમ.લગારીયાના માર્ગદર્શન મુજબ .સ્ટાફના એલ.સી.બી.ના પોસઈ. સી.એમ.કાંટેલીયા તથા પો.સ.ઇ.  એમ.વી.ભાટીયા તથા સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા આ દરમ્યાન એલ.સી.બી.સ્ટાફને બાતમી મળી હતી કે તા.૨૫/૧૨/૨૦૨૫થી તા.૨૯/૧૨ /૨૦૨૫  દરમ્યાન જામનગર શહેરમા કામદાર કોલોની શેરી નં-૩ રહેતા  હીરેનભાઈ કૌશીકભાઇના બંધ મકાનના દરવાજાના તાળા તોડી મકાન અંદર રાખેલ કબાટમાંથી રોકડ, રકમ તથા સોના ચાંદી ના દાગીના અને ઇમિટેશન જ્વેલરી મળી કુલ રૂ. ૧,૩૯ ,૦૦૦ ની ચોરી થઈ હતી.

​​​​​​​

જે ચોરી કરનાર આરોપી  સુનીલભાઇ ઉર્ફે ખાનભાઇ રાજુભાઇ પરમાર ( રહે. સાત રસ્તા સંતોષી માતાજીના મંદિર પાસે  જામનગર) હાલ  દિગજામ સર્કલ પાસે ઓવર બ્રિજ નીચે ઉભેલ છે. તેવી હકિકત આધારે પોલીસે દરોડો પાડી આરોપીને ઝડપી લીધો હતો.  પોલીસે તેની પાસેથી  સોનાના દાગીના( રૂ.૧,૮૯,૦૦૦) ચાંદીના દગીના રૂ.(  ૫,૦૦૦), રોકડ રકમ .રૂ. ૧૦,૦૦૦, એક મો.સા કિ.રૂ ૫૦,૦૦૦નું વગેરે કબજે કર્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application