પટનાના પુનપુનમાં જનતા દળ યુનાઈટેડ (જેડીયુ)ના યુવા નેતા સૌરભની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. પુનપુનના કારપેન્ટર્સ કોર્નરમાં લગ્ન પ્રસંગમાંથી પરત ફરતી વખતે મોડી રાત્રે સૌરભની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ પછી રોષે ભરાયેલા લોકોએ પટના-ગયા રોડ બ્લોક કરી દીધો હતો. પોલીસ હજુ સુધી હત્યારાઓની ઓળખ કરી શકી નથી.
પ્રાપ્ત અહેવાલ મુજબ, બિહારમાં જનતા દળ યુનાઈટેડ (જેડીયુ) ના યુવા નેતાની ગઈકાલે રાત્રે પટનામાં અજાણ્યા હુમલાખોરો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. સૌરભ કુમાર તેમના મિત્રો અને પરિવાર સાથે લગ્ન સમારોહમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે મોડી રાત્રે બાઇક પર સવાર ચાર હુમલાખોરોએ તેમના પર ગોળીબાર કર્યો હતો. એસપી ભરત સોનીના જણાવ્યા અનુસાર, લગ્ન સમારોહમાંથી પાછા ફરતાની સાથે જ મોટરસાઇકલ પર આવેલા હુમલાખોરોએ સૌરભ કુમાર પર ગોળીબાર કર્યો. આ ઘટનામાં અન્ય એક વ્યક્તિ પણ ઘાયલ થયાના અહેવાલ છે. ઘાયલ વ્યક્તિની હાલત ખતરાની બહાર છે. હાલ ઘાયલની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, જીવલેણ હુમલામાં જેડીયુ નેતા સૌરભ કુમારને માથા અને ગરદનમાં ગોળી વાગી હતી. ગોળી વાગતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. હુમલાખોરો સુધી પહોંચવા માટે પોલીસ સીસીટીવી ફૂટેજ સ્કેન કરી રહી છે. એસપી ભરત સોનીએ કહ્યું કે તેઓ રાજનીતિ અને વ્યવસાયિક સંબંધો સહિત તમામ એંગલથી તપાસ કરી રહ્યા છે.
સૌરભ કુમાર પર હુમલા બાદ જનતા દળ યુનાઈટેડના નારાજ સમર્થકો સ્થળ પર એકઠા થઈ ગયા હતા. જેડીયુ કાર્યકતર્ઓિએ હત્યા કેસમાં પ્રશાસન પાસેથી કડક અને તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી હતી. એવું પણ કહેવામાં આવ્યું છે કે પોલીસે હત્યારાઓને વહેલી તકે પકડીને આ કેસનો પદર્ફિાશ કરવો જોઈએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆ એક વસ્તુને લીંબુમાં મિક્સ કરીને વાળમાં લગાવવાથી ડેન્ડ્રફ થઇ જશે દૂર
January 24, 2025 04:51 PMજાણો દરરોજ એક અંજીર ખાવાના શ્રેષ્ઠ ફાયદાઓ
January 24, 2025 04:45 PMગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં પર્યટન સ્થળો પર જાણો કેટલા સહેલાણીઓ ઉમટ્યા, આંકડો જાણી ચોકી જશો
January 24, 2025 04:35 PMઅમૂલ ગોલ્ડ, તાજા અને ટી સ્પેશિયલના 1 લિટરના પાઉચના ભાવમાં 1 રૂપિયાનો ઘટાડો, જાણો નવા ભાવ
January 24, 2025 04:03 PMજામનગરના ચેક રીટર્ન કેસમાં બે વર્ષની કેદ ૮.૫૦ લાખના દંડનો હુકમ યથાવત
January 24, 2025 04:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech