BREAKING NEWS

ઉનાના નેસડા ગામે બે પિતરાઈ ભાઈઓએ જમીન મેળવવા બહેનની હત્યા કરી નાખી

  • March 30, 2026 11:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઉનાના નેસડા ગામે બે પિતરાઈ ભાઈઓએ જમીન મેળવવા બહેનની હત્યા કરી નાખી
જેની સગાઈ થવાની હતી તે મંગેતરની ફરિયાદ પરથી બન્ને આરોપીની ધરપકડ બાદ સાત દિવસના રિમાન્ડ

ઉના તાલુકાના નેસડા ગામે જમીન હસ્તગત કરવાના ઈરાદે બે ભાઈઓએ પિતરાઈ બહેનની હત્યા કરી નાખી હોવાની મૃતકના પ્રેમીએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે બન્નેની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ઊનાથી ૧૫ કિલોમીટર દૂર આવેલ નેસડા ગામ ના રહેવાસી અને હાલ કાપોદ્રા રહી હીરા ઘસવાનું કામ કરતા સતુભાઇ આતુભાઇ ખસીયા ઉ. વ. ૩૦એ ઊના પોલીસ સ્ટેશન મા નેસડા ગામ માં રહેતા વિક્રમ વીરાભાઇ ગોહિલ અને મનુભાઈ કનુભાઈ ગોહિલ સામે એવા પ્રકાર ની ફરિયાદ નોંધાવી છે. કે નેસડા ગામે રહેતી મંસુબેન હામાભાઇ ગોહિલનું ગત તા. ૨૦૩૨૬ ના રાત્રીના મૃત્યુ થયું હતું. આ મૃત્યુ શંકાસ્પદ હોય. પોલીસે ને ફરિયાદ મા જણાવેલ કે પોતે સતુભાઇ અને મરણ જનાર મંસુબેન સાથે સાત વરસ પહેલાં ઓળખાણ થઈ હતી ત્યાર પછી ઓળખાણ પ્રેમ સબંધમાં ફેરવાઈ હતી. મંસુબેનના પિતા હામાભાઇ અરજણ ભાઈ ગોહિલનું પંદર વર્ષ પહેલાં અવસાન થયું હતું. અને અંદાજિત એક વરસ પહેલાં માતા પુનિબેનનું અવસાન થયું હતું. પરિવારમાં પોતે એકલી હતી. ત્યાર બાદ મોટા બાપાનો દીકરો વિક્રમ વીરાભાઈ ગોહિલ મસુના ઘરે રહેતો હતો. મંસુબેનના ભાગે ખેતીની જમીન ૧૨ વિઘા આવી હતી આ જમીન આશરે પાંચ મહિના પહેલા ૫૦ ટકા જમીન મંસુબેનએ વિક્રમ સાથે ભાગીદારી દસ્તાવેજ કરાવેલ હતો. પરંતુ વિક્રમને પૂરે પૂરી જમીન જોઈતી હોય. ધમકાવતો હતો. એ વાત મંસુબેન ઘણી વખત પ્રેમી સતુને ફોનમાં કરતી કે બે પિતરાઈ ભાઈઓ ઠપકો આપતા અને તું તારી બધી જમીન માર નામે કરી દે તો તારા લ કરાવી દેશું જમીન અમારા નામે નહીં કર અને સતુ સાથે સબધં રાખીશ તો મારી નાખશું . તેમજ ગત તા. ૨૦૩૨૦૨૬ના રાત્રીના ૮,૩૦ કલાકે સતુ એ મંસુ ને ફોન કરેલ ૩૨ મિનિટ વાત કરી હતી. ત્યારે. મંસુ એ ફોન માં કહેલ કે આપણા બે ની સગાઈ બાબતે વિક્રમ તથા અમારા ઘર ના સભ્યો એ મનુભાઈ ના ઘરે મિટિંગ રાખેલ છે. તો વિક્રમ મને તેડવા આવશે હત્પં જઈશ ત્યારે ચાલુ ફોન કહેલ કે વિક્રમ તેડવા આવતા ફોન કાપી નાખેલ હતો. સવારે ૭,૩૦ વાગે અમારા ગામ ના આતુભાઇ દોહા ભાઈ ગોહિલ નો ફોન આવેલ કે મંસુ મરી ગઈ છે. તેમને રાત્રે તબિયત બગડેલ હતી એટેક આવેલ હતો. ઘર ના સભ્યો એ ગામ માં કોઈ ને જાણ કર્યા વગર અંતિમ સંસ્કાર કરી નાખેલ છે. અમારા સમાજ રાત્રિ ના કોઈ અંતિમ સંસ્કાર કરતા નથી. તેથી મંસુ આગલી રાત સુધી સ્વસ્થ હતી કોઈ બીમારી ન હતી.મોત શંકાસ્પદ હોય તેમને હાર્ટ એટેક નહીં પરંતુ પિતરાઈ બે ભાઈઓ એ પૂરે પૂરી જમીન પચાવી પાડવા પિતરાઈ બહેન નું કોઈ પણ રીતે મોત નિપજાવ્યા નું લાગતું હોય તટસ્થ તપાસ કરવા ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બન્ને પિતરાઈ ભાઈ વિક્રમ વીરા ભાઈ ગોહિલ અને મનુભાઈ કનુભાઈ ગોહિલ રે. નેસડા તા. ઊના સામે  કલમ ૧૦૩ (૧), ૫૪ મુજબ ગુનો નોંધી તપાસ અધિકારી પોલીસ ઇન્સ્પેકટર નિલેશ ભાઈ બી ચૌહાણ એ બન્ને આરોપીઓ ની અટક કરી તપાસ શ કરી છે. નાના એવા ગામ માં જમીન બાબતે પિતરાઈ બહેન નું મોત થતા ચકચાર મચી ગઈ છે. અંગે તપાસનિશ અધિકારી એન.બી.ચૌહાણ એ માહિતી આપી હતી કે આરોપીઓની સાત દિવસ સઘન પૂછપરછ અને અન્ય ના નિવેદન નોંધી જાણવા મળ્યું હતું. કે રાત્રિના વિક્રમ વીરા ભાઈ ગોહિલ બાઇક લઈને મનસુના ઘરે આવી બાઇક પાછળ બેસાડી મનુભાઈના ઘરે લઈ જઈ મનુ એ મનસુના હાથ પગ પકડી રાખેલ અને વિક્રમે ગળુ દબાવી મારી નાખી. અને કલાકોમાં અમુક લોકો સાથે ઊના સ્મશાને લાવી અંતિમ સંસ્કાર કરી નાખેલ હતા. આ અંગે બીજા કોઈ પણ લોકો સંડોવાયેલ છે કે, કેમ તે તપાસ ચાલુ છે. જે નામ ખુલશે તેમને છોડવામાં આવશે નહીં



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News