BREAKING NEWS

ઈરાને સાઉદી અરેબિયામાં જ મિલિટરી બેઝ પર મિસાઇલો છોડી, અનેક વિમાનોનો ખાત્મો

  • March 28, 2026 12:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ઇરાની પરમાણુ સુવિધાઓ પર હત્પમલા બાદ ઈરાનનો વળતો પ્રહાર: ૧૦ અમેરિકન સૈનિકો ઘાયલ

ઇઝરાયલે ઇરાન વિદ્ધ લશ્કરી અભિયાન વધારવાની ધમકી આપ્યાના થોડા કલાકો પછી, ઇઝરાયલી સૈન્યએ ઇરાની પરમાણુ સુવિધાઓ પર હત્પમલો કર્યેા. ઈરાને સાઉદી અરેબિયામાં લશ્કરી મથક પર હત્પમલો કરીને જોરદાર પ્રતિક્રિયા આપી. ઈરાને સાઉદી લશ્કરી મથક પર મિસાઇલ અને ડ્રોન હત્પમલો કર્યેા, જેમાં ઓછામાં ઓછા ૧૦ અમેરિકન સૈનિકો ઘાયલ થયા અને અનેક વિમાનોનો નાશ થયો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, પ્રિન્સ સુલતાન એર બેઝ પર થયેલા હત્પમલામાં બે અમેરિકન સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયા. અમેરિકાના ઘણા રિયુઅલિંગ વિમાનોને પણ નોંધપાત્ર નુકસાન થયું. આ બાબતથી પરિચિત બે અમેરિકન અધિકારીઓએ નામ ન આપવાની શરતે આ ઘટનાની પુષ્ટ્રિ કરી.
વિમાનને થયેલા નુકસાનને દર્શાવતી સેટેલાઇટ તસવીરો ઓનલાઈન પોસ્ટ કરવામાં આવી છે. વોલ સ્ટ્રીટ જર્નલે સૌપ્રથમ હત્પમલાની જાણ કરી. રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન નષ્ટ્ર જાહેર કર્યાના એક દિવસ પછી જ આ હત્પમલો થયો છે. અગાઉ, ઈરાનના પરમાણુ ઉર્જા સંગઠન અનુસાર, અરકમાં શાહિદ ખોંડાબ હેવી વોટર કોમ્પ્લેકસ અને યઝદ પ્રાંતમાં આર્દાકન યલોકેક પ્રોડકશન પ્લાન્ટને નિશાન બનાવવામાં આવ્યા હતા.  ઈરાને સાઉદી અરેબિયાના પ્રિન્સ સુલતાન એર બેઝ પર હત્પમલો કર્યેા. બે યુએસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઓછામાં ઓછા ૧૦ અમેરિકન સૈનિકો ઘાયલ થયા હતા, જેમાંથી બે ગંભીર હતા. ઘણા રિયુઅલિંગ વિમાનોને પણ નુકસાન થયું હતું. ઈરાને શુક્રવારે મોડી રાત્રે ઇઝરાયલ પર મિસાઇલો ચલાવી. તેલ અવીવમાં જોરદાર વિસ્ફોટો સંભળાયા હતા, અને મિસાઇલો ૧૧ અલગ અલગ સ્થળોએ પડી હોવાના અહેવાલ છે. તેલ અવીવમાં થયેલા હત્પમલામાં ૬૦ વર્ષીય વ્યકિતનું મોત થયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News