BREAKING NEWS

સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ગેસ સિલિન્ડર અને લેપટોપ જેવા રસપ્રદ ચિન્હોનું આકર્ષણ

  • April 04, 2026 03:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાયમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાયની ચૂંટણીઓને લઈને ગુજરાત રાય ચૂંટણી આયોગ દ્રારા રાજકીય પક્ષોની નોંધણી અને પ્રતીક ફાળવણી અંગેનો મહત્વનો આદેશ બહાર પાડવામાં આવ્યો છે. આ નવા આદેશ મુજબ, આયોગે રાજકીય પક્ષોને માન્ય, અમાન્ય અને ડિલિસ્ટ એમ ત્રણ અલગ–અલગ શ્રેણીઓમાં વિભાજિત કરી તેમને ફાળવવામાં આવેલા ચૂંટણી પ્રતીકોની યાદી નવા સિરસ્તે પ્રસિદ્ધ કરી છે.
ચૂંટણી આયોગ દ્રારા જાહેર કરાયેલા પરિશિષ્ટ્ર–૧ મુજબ કુલ ૧૪ રાજકીય પક્ષોને માન્યતા આપવામાં આવી છે. આ પક્ષો માટે કમળ, હાથ, ઝાડુ, હાથી, ઘડિયાળ, સાયકલ, અને તીર જેવા પરંપરાગત ચિન્હોની સાથે સાથે 'માથા પર ડાંગર લઈ જતી ખેડૂત ક્રી' અને 'ભુંગળ વગાડતો માણસ' જેવા વિશિષ્ટ્ર ચિન્હો અનામત રાખવામાં આવ્યા છે. યારે પરિશિષ્ટ્ર–૨ માં ૫૫ જેટલા અમાન્ય રાજકીય પક્ષોનો સમાવેશ કરાયો છે, જેમને ટેલિફોન, ગેસ સિલિન્ડર, બેટ અને સીટી જેવા પ્રતીકો ફાળવવામાં આવ્યા છે.
અપક્ષ ઉમેદવારો માટે ૧૨૨ 'મુકત પ્રતીકો'છે. ચૂંટણીમાં કોઈ પણ પક્ષ સાથે જોડાયેલા ન હોય તેવા અપક્ષ ઉમેદવારો માટે આયોગે પરિશિષ્ટ્ર–૩ માં ૧૨૨ જેટલા 'મુકત પ્રતીકો' જાહેર કર્યા છે. આ યાદીમાં રોજિંદા જીવનમાં વપરાતી ચીજવસ્તુઓનો વિશેષ સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં લેપટોપ, ટાયર, ડોલ, ભાલાફેંક, વાયોલિન, ટ્રમ્પેટ, શિમલા મરચાં, કેરમ બોર્ડ, કોબી ફલાવર, વેલણ પાટલી, ગરણી, ડોરબેલ, ડીશ એન્ટેના, ચપ્પલની જોડી, ફુવારો અને કેલ્કયુલેટર જેવા ચિન્હોનો સમાવેશ થાય છે.
હાલમાં મોંઘવારીના મુદ્દે ગેસ સિલિન્ડર વ્યાપક ચર્ચામાં છે, ત્યારે ચૂંટણીમાં પણ ગેસ સિલિન્ડર, ગેસ સ્ટવ અને લેપટોપ જેવા પ્રતીકોએ લોકોમાં ભારે કુતૂહલ જગાડું છે. આ આદેશ બાદ હવે સ્થાનિક ચૂંટણીઓમાં ઉમેદવારી પત્રો ભરાતી વખતે પ્રતીક ફાળવણીની પ્રક્રિયા વધુ સ્પષ્ટ્ર અને પારદર્શક બનશે. આ નવા ચિન્હો સાથે આગામી ચૂંટણીનો જગં વધુ રસપ્રદ બને તેવા એંધાણ દેખાઈ રહ્યા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application