BREAKING NEWS

રાજકોટના સોપાન હાઈટસના સ્વિમિંગ પુલમાં માસૂમ ભાઈ–બહેન ડૂબી ગયાં

  • March 31, 2026 06:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટમાં ચાર દિવસમાં ડૂબી જવાથી મૃત્યુની ત્રીજી ઘટના ઘટી છે, ચારેક દિવસ પહેલા અવધ બંગલોના સ્વિમિંગ પુલમાં બોલ લેવા જતા અકસ્માતે અંદર પડી જવાથી બી ટેકનો એન્જીનીયર યુવક ડૂબી જતા મૃત્યુ થયું હતું. જયારે રવિવારે પડધરીના રામપર ગામની નદીમાં ન્હાવા પડેલો યુવક ભાઈ અને પિતાની નજર સામે ડૂબી જતા બેભાન હાલતમાં મૃત્યુ નીપયું હતું. ત્યાં ગઈકાલે વધુ એક ગોઝારી ઘટના રૈયાધાર વિસ્તારમાં આવેલા સોપાન હાઈટસમાં ઘટી હતી. બિલ્ડિંગના સ્વિમિંગ પુલ પાસે રમતા રમતા ન્હાવા પડેલી પાંચ વર્ષીય બાળકી અને સાત વર્ષીય બાળક ડૂબી જતા પરિવારમાં આક્રદં સર્જાયો હતો.
બનાવની પ્રા વિગત મુજબ રૈયાધાર વિસ્તારમાં આવેલા સોપાન હાઈટસ બિલ્ડિંગના ગ્રાઉન્ડ લોરમાં રહી ચોકીદારી સહિતનું કામ કરતા કરણભાઈ ભંડારીના ૭ વર્ષીય પુત્ર દીપેશ અને ૫ વર્ષીય પુત્રી દીપશિકા બંને ભાઈ બહેન બિલ્ડિંગના પાકિગમાં રમતા રમતા પાછળના ભાગે આવેલા સ્વિમિંગ પુલ પાસે પહોંચી ગયા હતા યાં દોડાદોડી દરમિયાન પાંચ વર્ષીય દીપશિકા સ્વિમિંગ પુલમાં ન્હાવા પડી હતી આ જોઈ સાત વર્ષીય દીપેશ પણ ન્હાવા પડો હતો. દરમિયાન બંને ડૂબવા લાગતા બિલ્ડિંગમાં રહેતા લેટ ધારક જોઈ ગયા હતા બુમાબુમ કરતા દોડી ગયા હતા અને બંનેને બહાર કાઢવામાં આવ્યા હતા દરમિયાન રહેવાસીઓ એકઠા થઇ જતા બંને બાળકોને ઝનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા..




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News