BREAKING NEWS

જુડવા દીકરીઓનો જન્મ થતાં પતિ સહિત સાસરિયાઓએ પરિણીતાને ત્રાસ આપ્યો

  • April 17, 2026 03:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાલ માવતરના ઘરે ધોરાજીના મોટી વાવડી ગામે રહેતી બોટાદની પરિણીતાએ બે જુડવા દીકરીઓને જન્મ દેતા પતિ સહિત સાસરીયાઓએ ત્રાસ આપવાનું ચાલુ કયુ હતું, દીકરીઓની કોઈ સંભાળ લેતું ન હતું.પરિણીતાને પથરીનો દુખાવો ઉપડતા આરામ કરતા સસરાએ ઘરમાંથી કાઢી મૂકી, માવતરે ચડાવેલા સોનાના ઘરેણા પણ માંગી લેતા ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
હાલ માવતરના ઘરે મોટી વાવડી, ધોરાજીમાં રહેતી નિકિતાબેન(ઉ.વ. ૨૭) એ ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પતિ મેહત્પલ ભુપતભાઇ જાદવ, સસરા ભુપતભાઇ, સાસુ રેખાબેન જાદવ(રહે ખોડીયાર નગર ૨, રેલવે સ્ટેશનની પાછળ બોટાદ)નું નામ આપી જણાવ્યું હતું કે તેમના લ તા.૨૧૦૨૨૦૧૮માં મેહત્પલ ભુપતભાઈ જાદવ સાથે થયા હતા. પરિણીતાએ બે જુડવા દીકરીઓને જન્મ આપતા પતિ અને સાસુએ કહ્યું કે, આ શું મોઢા લઈને આવેલ છે. ત્યારે પરિણીતાએ કહ્યું કે આ તો નસીબની વાત છે આમાં માં કઈં ન ચાલે. પરિવારના કોઈ સભ્ય દીકરીઓની દેખભાળ કરતું ન હતું આથી પરિણીતાએ તેના પિતાને ફોન કરી અહીં આરામ થતો નથી આથી મને અને મારી દીકરીઓને તમારી ઘરે તેડી જાવ તેમ કહેતા પિતા તેની ઘરે મોટીવાવડી તેડી ગયા હતા.
નણદં હેતલબેન પરિણીતાને માવતરના ઘરેથી સાસરે તેડી ગયા હતા. કયાં દીકરીઓને સાં ન રહેતા જનરલ હોસ્પિટલમાં બતાવતા હતા તો પણ સાં ન રહેતા કોઈ સારા દવાખાને લઈ જવાનું કહેતા સાસુ–સસરા અને પતિએ કહ્યું કે તારા માવતરને ત્યાં દવાખાને લઈ જા ત્યાંથી ફેર પડી જશે. આથી પરણીતા ફરી દીકરીઓને લઈ માવતર જતી રહી હતી. યાં ધોરાજી દવાખાને દીકરીઓની સારવાર કરાવી હતી. ઘરમાં કોઈ વસ્તુ લેવાનું કહેતા સાસુ સસરાએ પરિણીતાને કહેતા કે દીકરીઓને સાથે લઈને કમાવા જાવ અને ઘરનું પણ કામ કરો અમારે તમને બેઠા બેઠા ખવડાવવું પડે છે. પરિણીતાનો કોઈ વિશ્વાસ ન કરી બધા ઘરેથી બહાર જતા ત્યારે ઘરને તાળા મારીને જતા હતા. એક દિવસ પરિણીતાને પથરીનો દુખાવો ઉપાડતા બે દિવસ આરામ કર્યેા હતો. જેથી સસરાએ કહ્યું કે તમારે આવા નાટક કરવા હોય તો તમારા માવતર જતા રહો આમ કહી માર મારી બપોરના સમયે ઘરમાંથી કાઢી મૂકી હતી.
જે બાદ પરિણીતા દીકરીઓને લઈને માવતર ના ઘરે જતી રહી હતી. ત્રણ ચાર માસ માવતરના ઘરે રહ્યા બાદ સાસરીયા પક્ષ સામેથી આવેલ અને સમાધાન કરી ઘરે તેડી ગયા હતા. સમાધાન કરવા છતાં પણ સાસરિયાનો શારીરિક અને માનસિક ત્રાસ એટલો જ રહ્યો હતો. ઝઘડો વધી જતા સસરાએ પરિણીતાના પિતાને ફોન કરી કહ્યું કે તમે તમારી દીકરીને તેડી જાવ આથી તેના પિતા બોટાદ તેડી ગયા હતા. નવ માસ રિસામણે રહ્યા બાદ ફરી સસરા પક્ષે સમાધાન કરી સાસરે તેડી ગયા હતા. ત્યારબાદ સાસુ સસરાએ કહ્યું હતું કે હવેથી તમે બંને અને તમારી દીકરીઓ અલગ રહેજો તમે તમાં કરજો પણ તમારા માવતરે ચડાવેલા સોનાના ઘરેણા અહીં મુકતા જજો. પતિ ઘર ખર્ચ ન આપતો ઉપરથી ગાળો ભાંડી માર્કેટ પણ કરતો હતો. આજથી આશરે એકાદ મહિના પહેલા પતિ સાંજના સમયે ઘરે આવી પરિણીતાનો ફોન ચેક કરતા જેમાં પરિણીતા એ તેના કાકીજી સાસુને ફોન કરેલો જોવા મળતા પતિએ પરણીતાને ઢીકાપાટુનો માર મારતા સાસુ સસરા ને ઘરે બોલાવ્યા હતા . ત્યારે સાસુ સસરાએ કહ્યું કે તું તારા માવતર જતી રહેજે અને અમારા ઉપર કેસ કરશો તો તમને બધાને મારી નાખીશું તમારે જે કરવું હોય તે કરી લેજો.આથી પરિણીતાએ ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનમાં પતિ સહિત સાસરિયાઓ વિદ્ધ ફરિયાદ નોંધાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News