રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં અગ્રીમ સ્થાન પર લડી રહેલા સૈનિકોમાં ભારતીય નાગરિકો પણ સામેલ છે. રશિયન સેના વતી લડતા ઘણા ભારતીયો મૃત્યુ પણ પામ્યા છે. દરમિયાન રશિયાએ માહિતી આપી છે કે તેમની સેના વતી લડી રહેલા ભારતીય નાગરિકોને રજા આપવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પીએમ મોદીએ ગઈકાલે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ખાનગી ડિનર વાતચીત દરમિયાન આ મુદ્દો ઉઠાવ્યો હતો. રાષ્ટ્રપતિ પુતિને પીએમ મોદી સાથે સહમત થતા રશિયન આર્મીમાં ફસાયેલા ભારતીય યુવાનોને સ્વદેશ મોકલવાનો નિર્ણય લીધો હતો. વિદેશ મંત્રી એસ જયશંકરે 4 જુલાઈના રોજ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (એસસીઓ) સમિટ પહેલા તેમના રશિયન સમકક્ષ સેરગેઈ લવરોવ સાથે પણ આ મુદ્દો ભારપૂર્વક ઉઠાવ્યો હતો.
યુદ્ધ ક્ષેત્રમાં ફસાયેલા ડઝનેક લોકોએ દાવો કર્યો છે કે તેઓને યુદ્ધમાં જોડાવા માટે છેતરવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ હજુ પણ 30 થી 40 ભારતીયો રશિયન આર્મી સાથે કામ કરવા મજબૂર છે.
વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર પુતિન સાથેની તેમની મુલાકાતની તસવીરો પણ શેર કરી છે. તેમણે લખ્યું, આજે સાંજે નોવો-ઓગર્યોવોમાં મને હોસ્ટ કરવા બદલ રાષ્ટ્રપતિ પુતિનનો આભાર. સાથે જ આવતીકાલે અમારી વાતચીતની પણ રાહ જોઈ રહ્યા છીએ, જે ચોક્કસપણે ભારત અને રશિયા વચ્ચેના મિત્રતાના બંધનને વધુ મજબૂત બનાવશે.
પુતિને વડાપ્રધાન મોદીને બેસ્ટ ફ્રેન્ડ ગણાવ્યા
રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના બેસ્ટ ફ્રેન્ડ ગણાવ્યા છે. પુતિન પીએમને તેમના હોલીડે હોમ મળ્યા હતા. પુતિન અહીં પહોંચ્યા બાદ વડાપ્રધાન મોદીની રાહ જોઈ રહ્યા હતા. જ્યારે પીએમ પહોંચ્યા ત્યારે પુતિને ખુલ્લા હાથે તેમનું સ્વાગત કર્યું અને બંને નેતાઓ ફરી ગળે મળ્યા. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું, આદરણીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી બેસ્ટ ફ્રેન્ડ તમારું ઉષ્માભર્યું સ્વાગત છે. તમને જોઈને હું ખૂબ જ ખુશ છું. રાષ્ટ્રપતિ પુતિને હસતાં હસતાં કહ્યું, આજે આપણે ઘર જેવા વાતાવરણમાં અનૌપચારિક રીતે કેટલાક મુદ્દા પર ચચર્િ કરી શકીએ છીએ. આ માહોલમાં બંને નેતાઓ મળ્યા ત્યારે તેમની ગાઢ મિત્રતા સ્પષ્ટ દેખાતી હતી.
અમેરિકાએ મોદીને યુક્રેનનો મુદ્દો ઉઠાવવા અપીલ કરી
અમેરિકાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને યુક્રેનનો મુદ્દો ઉઠાવવા જણાવ્યું છે. રશિયાના રાષ્ટ્રપતિ સાથે પીએમ મોદીની મુલાકાતને લઈને અમેરિકાએ અપીલ કરી છે કે ભારતે યુક્રેનના સાર્વભૌમત્વના મુદ્દે રશિયા સાથે વાત કરવી જોઈએ. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે કહ્યું, રશિયા સાથે સંબંધો ધરાવતા કોઈપણ દેશની જેમ, અમે ભારતને વિનંતી કરીશું કે તે સ્પષ્ટ કરે કે યુક્રેનમાં સંઘર્ષનો કોઈપણ ઉકેલ એવો હોવો જોઈએ જે યુક્રેનની પ્રાદેશિક અખંડિતતા અને સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટરનું સન્માન કરે. તેમણે વધુમાં કહ્યું કે ભારત એક વ્યૂહાત્મક ભાગીદાર છે જેની સાથે અમારી સંપૂર્ણ અને સ્પષ્ટ વાતચીત છે અને તેમાં રશિયા સાથેના સંબંધોને લઈને અમારી ચિંતાઓ પણ સામેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ મૈયાની પૂજા-અર્ચના કરાઇ
November 07, 2024 07:37 PMટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech