BREAKING NEWS

ભારતને અવકાશમાંથી એક ટીબી પ્રતિ સેકન્ડ ઇન્ટરનેટ મળશે

  • May 02, 2026 02:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારત માટે અવકાશથી ઝડપી અને વધુ વિશ્વસનીય ઇન્ટરનેટ ઉપલબ્ધ થવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. ૨૯ એપ્રિલ, ૨૦૨૬ના રોજ, શકિતશાળી સંચાર ઉપગ્રહ વિઆ સેટ–૩ એફ૩ ને અમેરિકાના કેન્ડી સ્પેસ સેન્ટર પરથી સ્પેસએકસ હેવી રોકેટ દ્રારા સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યો. આ ઉપગ્રહ ખાસ કરીને એશિયા–પ્રશાંત વિસ્તાર, જેમાં ભારત પણ સમાવેશ થાય છે, માટે ઇન્ટરનેટ સેવા સુધારવાનો હેતુ ધરાવે છે.
લોન્ચ ભારતીય સમય મુજબ સાંજે ૭:૪૩ વાગ્યે થયું હતું અને લગભગ પાંચ કલાક પછી ઉપગ્રહ સફળતાપૂર્વક રોકેટથી અલગ થઈ ગયો. થોડા જ મિનિટોમાં, ઈજનેરોને ઉપગ્રહ તરફથી પ્રથમ સિલ મળ્યા, જે દર્શાવે છે કે તે સંપૂર્ણ રીતે કાર્યરત છે અને પૃથ્વીની પરિક્રમામાં યોગ્ય રીતે સ્થિર થઈ ગયો છે.આ ઉપગ્રહ શું કરે છે? સરળ ભાષામાં કહીએ તો, વિઆ સેટ –૩ એફ ૩ એક વિશાળ ઇન્ટરનેટ રાઉટર જેવો છે, જે પૃથ્વીથી લગભગ ૩૫,૭૮૬ કિલોમીટર ઐંચાઈએ જીઓ સ્ટેશનરીમાં સ્થિત છે. આ કક્ષામાં રહેનાર ઉપગ્રહ પૃથ્વીના એક જ વિસ્તારમાં સ્થિર રહે છે. તેની ક્ષમતા પ્રતિ સેકન્ડ એક ટેરાબિટ ડેટા ટ્રાન્સફર કરવાની છે, જે એક સાથે લાખો હાઈ–ડેફિનેશન વિડિયો સ્ટ્રીમિંગ જેટલી શકિત ધરાવે છે.આ ઉપગ્રહની ખાસિયત તેની બીમ–ફોમિગ ટેકનોલોજી છે. પરંપરાગત ઉપગ્રહોની જેમ સ્થિર દિશામાં સિલ મોકલવાના બદલે, તે જરિયાત મુજબ ચોક્કસ વિસ્તારોમાં વધુ બેન્ડવિડથ ફોકસ કરી શકે છે. ઉદાહરણ તરીકે, વ્યસ્ત હવાઈ માર્ગેા, દરિયાઈ માર્ગેા, દૂરસ્ત ગામો અથવા રક્ષણ ક્ષેત્રોમાં તે વધુ અસરકારક રીતે ઇન્ટરનેટ સેવા પૂરી પાડી શકે છે.આ ઉપગ્રહ હવે તેની અંતિમ કક્ષા સુધી પહોંચશે, તેના મોટા એન્ટેના અને રિલેકટર્સ ખોલશે અને વિવિધ પરીક્ષણો પસાર કરશે. આ તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, ૨૦૨૬ના અંતિમ ઉનાળામાં તેની સેવાઓ શ થવાની સંભાવના છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application