સ્થાનિક ખાનગી ક્ષેત્ર દ્રારા ઉત્પાદિત થયેલો ભારતનો પ્રથમ મિલીટરી ગ્રેડનો જાસૂસી ઉપગ્રહ તૈયાર છે અને તેને સ્પેસએકસના રોકેટ પર લોન્ચ કરવા માટે મોકલવામાં આવ્યો છે. તાતા દ્રારા બનાવાયેલો આ જાસુસી ઉપગ્રહ ભારતીય એરોસ્પેસમાં આ નોંધપાત્ર પ્રગતિ ડિફેન્સ સેટેલાઇટ ટેકનોલોજીમાં આત્મનિર્ભરતા તરફ એક મહત્વપૂર્ણ પગલું દર્શાવે છે.
લેટિન અમેરિકન ફર્મ સેટલોજિક સાથે મળીને ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ દ્રારા તૈયાર કરાયેલા ઉપગ્રહને એપ્રિલ સુધીમાં લોન્ચ કરવામાં આવે તેવી અપેક્ષા છે. બેંગલુમાં ટૂંક સમયમાં ફાઇનલ કરવામાં આવનાર ગ્રાઉન્ડ કંટ્રોલ સેન્ટર દ્રારા સંચાલિત, આ ઉપગ્રહ ભારતને આકાશમાં સાર્વભૌમ નજર રાખનાર તરીકે પ્રસ્થાપિત કરનાર સાબિત થશે. જે ૦.૫ મીટરના રિઝોલ્યુશન સાથે ફોટાઓ લેવા માટે સક્ષમ છે.
આ વ્યૂહાત્મક સ્વાયત્તતા ભારતીય સશક્ર દળોને અન્ય દેશોને માહિતી જાહેર કર્યા વિના સંવેદનશીલ કોઓર્ડિનેટસને સુરક્ષિત રીતે મોનિટર કરવાની સક્ષમતા આપે છે– અત્યાર સુધે ભારતે ઉપગ્રહ દ્રારા જાસુસી માટે વિદેશી સંસ્થાઓ પર નિર્ભર રહેવું પડતું હતું. ખાસ કરીને ચીન સાથે વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર તણાવ પછી ભારતના પોતાના જાસુસી ઉપગ્રહની જરિયાત ઉભી થઇ હતી. અગાઉ, ભારતે સીમા પર વિસ્તૃત દેખરેખની જરિયાતોને પહોંચી વળવા યુએસની કંપનીઓ પાસેથી વધુને વધુ તાકીદની સેટેલાઇટ ઇન્ટેલિજન્સનું આઉટસોસિગ કરવું પડું હતું.
બેંગલુમાં ગ્રાઉન્ડ કંટ્રોલ સેટેલાઇટના પાથ અને પ્રોસેસ ઈમેજનું નિર્દેશન કરશે. સેટેલોજિક સાથે ભાગીદારીમાં સેટેલાઇટ બનાવવામાં આવ્યો છે. ભારતની અધતન બેંગલુ સુવિધા માત્ર આ ઉપગ્રહના નિયંત્રણ માટેનું એક કેન્દ્ર નથી પણ તે વાર્ષિક ૨૫ જેટલા લો અર્થ ઓર્બિટ સેટેલાઇટનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે.આ ઉપગ્રહ માત્ર ભારતની સંરક્ષણ અને દેખરેખ ક્ષમતાઓ માટે જ મહત્વપૂર્ણ નથી પરંતુ તે ભવિષ્યમાં અન્ય દેશોને પણ જાસુસી માહિતી ઉપલબ્ધ કરાવી શકશે. ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડને આ અંગેની પૂછપરછ અત્યારથી જ આવવા માંડી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોરબીના પંચાસર રોડ પરથી પીધેલ હાલતમાં ત્રણ ઝડપાયા
November 23, 2024 09:54 AMરાજકોટ નાગરિક સહકારી બેંકના ચેરમેન વાઈસ ચેરમેનની સર્વાનુમતે થઈ પસંદગી
November 23, 2024 09:52 AMસગીરપુત્રી પર દુષ્કર્મ કરનાર પિતાને ૨૦ વર્ષની કે
November 23, 2024 09:49 AMઇન્સ્ટા.માં ફેક આઇડી બનાવી યુવાને તેની ગર્લફ્રેન્ડનો ફોટો મુકી બિભત્સ શબ્દો લખ્યા
November 23, 2024 09:38 AMસિવિલ વર્ષે ૨૦ લાખ, દર્દીઓ ૧૨ લાખ એજિલસ લેબોરેટરીને રિપોર્ટના ચૂકવે છે!
November 23, 2024 09:37 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech