સરકાર દ્રારા જળ સંચય માટે તળાવો ચેકડેમ બનાવી પાણી બચાવવામાં આવી રહ્યું છે પરંતુ સરકારી તિજોરી ઉપર ભારણ ઓછું આવે અને આવકના ક્રોત વધે એ દિશામાં વિચાર નહીં આવતો હોય કે કેમ ? તે માથું ખંજવાળતો પ્રશ્ન છે. રાયના આરોગ્ય વિભાગમાં કેટલીક એવી સેવાઓ છે જે કોન્ટ્રાકટ બેઝ પર ચાલી રહી છે અથવા તો સરકારની પીપીપી યોજના હેઠળ એમઓયુ કરવામાં આવ્યા છે. આ આ પૈકીની એક સેવા ડાયોસ્ટિક છે. રાજકોટ સિવિલ હોસ્પિટલની વાત કરીએ તો દાખલ દર્દીઓના કેટલાક રિપોર્ટ હોસ્પિટલની લેબોરેટરીમાં થતા નથી અને આવા રિપોર્ટની જરિયાત ઉભી થાય એ માટે સિવિલ હોસ્પિટલ સાથે એમઓયુ કરવામાં આવેલી મ્યુનિસિપલ કમિશનર બંગલો સામે આવેલી એસ.આર.એલ. લેબ કે જેમાં વર્ષ ૨૦૧૭–૧૮થી હોસ્પિટલ દ્રારા ગાયનેક વિભાગના જેએસએસકે યોજના હેઠળ સેમ્પલ મોકલવામાં આવે છે અને તેનો રિપોર્ટ લેબ દ્રારા આપવામાં આવ્યા બાદ દર મહિને દોઢથી બે લાખનું બિલ હોસ્પિટલની રોગી કલ્યાણ સમિતિમાંથી ચુકવવામાં આવે છે. આ માત્ર ઝનાનાની જેએસએસકે યોજના હેઠળ મહિને સરેરાસ દોઢ થી બે લાખનું બિલ ચૂકવાય છે. આ ઉપરાંત અન્ય વિભાગમાં દાખલ દર્દીઓના સગાને તબીબ દ્રારા બહાર રિપોર્ટ કરવા માટેનું કહી એસઆરએલ લેબના ફોર્મમાં સ્ટેમ્પ લગાવી મોકલવામાં આવી રહ્યા છે. આ આકં પણ મહિને . દોઢેક લાખએ પહોંચતો હશે કે જેના પૈસા દર્દીના સગાએ આપવાના રહે છે. ત્યારે પહેલાની એસઆરએલ લેબ અને હવે નામ ફેરવી એજ જગ્યા પર ચલાવાતી એજિલશ લેબને છેલ્લા સાત વર્ષથી સરેરાશ મહિને બે લાખ ગણીએ તો રોગી કલ્યાણ સમિતિમાંથી અત્યાર સુધીમાં ૧ કરોડ ૬૮ લાખથી વધુની રકમ આ ખાનગી લેબને ચુકવવામાં આવી છે. જયારે સિવિલમાં દાખલ અન્ય દર્દીઓએ કરાવેલા રિપોર્ટની રકમ ૧ કરોડ સુધીની ગણવી વધારે નથી અને આ અવિરત પણે ચાલુ રહેવાનું છે. ત્યારે આ બાબતે સરકાર અને સરકારમાં કામ કરતા આરોગ્ય વિભાગના બુદ્ધિશાળી અધિકારીઓ ખાનગી લેબને વર્ષે ૨૪ લાખનો ફાયદો કરાવી રહ્યા છે તો લાંબા ગાળાની ગણતરી કરવામાં આવે તો સિવિલ હોસ્પિટલ પોતાનું મશીન ખરીદી કરી લેબમાં મૂકી શકે છે. પરંતુ આવું ન કરવા પાછળનું એ કારણ આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓની, નેતાઓની ગોઠવણ અને જે તે વખતના સિવિલ સુપ્રિટેન્ડેન્ટની કટકી હોઈ શકે છે. એક બાજુ પ્રાઇવેટ હોસ્પિટલની કોર્પેારેટ આરોગ્ય સેવા આધુનિક–ટેકનોલોજી તરફ આગળ વધી રહી છે. પરંતુ સિવિલ જેવી સરકારી હોસ્પિટલમાં હજુએ પૂરતા રિપોર્ટ પણ થતા નથી આ જોતા રાયમાં આરોગ્ય ક્ષેત્રે મોટી ખોટ હોવાનું પુરવાર થઇ રહ્યું છે
આયુષ્માન–ઇઙક કાર્ડના દર્દીને રિપોર્ટ નિ:શુલ્ક
સિવિલમાં સારવારમાં રહેલા દર્દીનું જો આયુષ્માન કાર્ડ હોઈ તો દર્દીના સગાને અગાઉની એસ.આર.એલ. અને હાલની એજિલશ લેબમાં રિપોર્ટ કરાવે તો તેમને સેમ્પલ સાથે બિલની રકમ ચૂકવવી પડે છે બાદમાં દર્દી ડિસ્ચાર્જ થાય ત્યારે કેસ ફાઈલમાં અને લેબના ફોર્મમાં આરએમઓ, સુપ્રિન્ટેન્ડેન્ટના સહી સિક્કા થયા બાદ જયારે દર્દી કે તેના સ્વજન લેબમાં પરત જાય ત્યારે બિલની રકમ પરત મળે છે. યારે બીપીએલ કાર્ડ ધરાવતા દર્દીના પણ રિપોર્ટ નિ: શુલ્ક થાય છે
આ રીતે રાહત દરે સિવિલમાં રિપોર્ટ અને આરકેએસમાં આવક ઉભી થઇ શકે
સિવિલમાં પોતાની જ લેબોરેટરી છે પરંતુ તેમાં કેટલીક કીટ ન હોવાના કારણે અને ટેકનોલોજીના અભાવે કેટલાક રિપોર્ટ થઇ શકતા નહીં આથી દર્દીઓને તબીબ એજિલશ લેબના ફોર્મમાં રિપોર્ટ લખી આપે છે અને દર્દીના સ્વજન પ્રાઇવેટ લેબ સુધી જઈ સેમ્પલ અને પૈસા જમા કરાવે છે. ત્યારે સરકાર દ્રારા અથવા તો જે રકમ આરકેએસ માંથી પ્રાઇવેટ લેબને ચૂકવાઈ છે એમાંથી સિવિલ હોસ્પિટલ પોતાના જ ડાયોસ્ટિક મશીન ખરીદી બહાર કરવાના થતા રિપોર્ટ રાહત દરે કરે તો આરકેએસમાં વધારાની આવક પણ ઉભી થઇ છે શકે છે આ ઉપરાંત લેબમાં ઉપયોગમાં લેવાતી કીટનો ખર્ચ પણ નીકળી શકે છે. આ માટે સરકારના આરોગ્ય વિભાગના અધિકારી અને મંત્રીની ઇચ્છાશકિત હોવી જરી છે.
રીક્ષા ભાડા ખર્ચી લેબ શોધતા પહોંચવું પડે
હોસ્પિટલમાં કેટલાક રિપોર્ટ થતા ન હોવાથી જે તે વોર્ડના તબીબ એસઆરએલ કમ એજિલશ લેબના ફોર્મમાં ટેસ્ટ લખી આપી બ્લડ–યુરિનના સેમ્પલ લઇ દર્દીના સ્વજનને રિપોર્ટ કરાવવા માટે આપવામાં આવે છે. દિવસ દરમિયાન હજુ પણ રિક્ષા મળી જતી હોવાથી મુશ્કેલી ઓછી પડે છે પરંતુ રાત્રીના સમયે બહારગામના દર્દીઓને જયારે રિપોર્ટ કરાવવા માટે મ્યુનિસિપલ કમિશનર બંગલોની સામે આવેલી પ્રાઇવેટ લેબમાં જવું પડે ત્યારે રાત્રિનો સમય હોવાથી રિક્ષા ચાલકો પૂરતો લાભ ઉઠાવી તગડા ભાડા વસુલે છે. કેટલાક ટેસ્ટની રકમ જેટલા રિક્ષા ભાડા સ્વજનોને ચૂકવવા પડે તેવી સ્થિતિ પણ ઉભી થાય છે ત્યારે હોસ્પિટલમાં જ આ સુવિધા ઉભી કરવામાં આવે તો અનેક રાહત મળી શકે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMઈંડા અને તેલ વગર આ 5 રીતથી બનાવો મેયોનીઝ
April 04, 2025 04:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech