ભારતે ફરી દુનિયાને બતાવી આર્થિક તાકાત બે વર્ષની ટોચ પર વિદેશી હુડિયામણ ભંડાર

  • March 16, 2024 11:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગયા અઠવાડિયે દેશના વિદેશી મુદ્રા ભંડારમાં ૧૦.૪૭ અબજ ડોલરનો વધારો થયો છે. ગઈકાલે આરબીઆઈ દ્રારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, ૮ માર્ચે પૂરા થયેલા સાહમાં કુલ વિદેશી મુદ્રા ભંડાર વધીને ૬૩૬.૦૯૫ ડોલર બિલિયન થઈ ગયો છે.જે આ બે વર્ષમાં તેનું સર્વેાચ્ચ સ્તર છે. તેના કારણે ગત સાહમાં વિદેશી મુદ્રા ભંડારમાં ૬.૫૫ અબજ ડોલરનો વધારો થયો છે. તેવી જ રીતે, સોનાના ભંડારમાં ૨.૯૯૯ બિલિયન ડોલરનો વધારો થયો છે. હવે સોનાનો કુલ ભંડાર વધીને ૫૦.૧૭૬ બિલિયન ડોલર થઈ ગયો છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડમાં થાપણો ૧૯ મિલિયન ડોલર વધીને ૪.૮૧૭ બિલિયન ડોલર થઈ છે.

ડેટા અનુસાર, ગયા સાહે ફોરેન કરન્સી એસેટસમાં ૮.૧૨૧ બિલિયન ડોલરનો વધારો થયો છે. હવે તે વધીને ૫૬૨.૩૫૨ બિલિયન ડોલર થઈ ગયું છે. ઓકટોબર ૨૦૨૧માં દેશની કુલ વિદેશી હંડિયામણ અનામત ૬૪૫ બિલિયન ડોલરની સર્વકાલીન ઉચ્ચતમ સપાટીએ પહોંચી ગઈ હતી. પરંતુ ગયા વર્ષથી, વૈશ્વિક વિકાસ દ્રારા ઊભા થયેલા પડકારોને પહોંચી વળવા માટે, સેન્ટ્રલ બેંકે પિયાને મજબૂત રાખવા માટે ડોલર ખચ્ર્યા છે, જેના કારણે કુલ વિદેશી મુદ્રા ભંડારમાં થોડો ઘટાડો થયો છે.

ફોરેન કરન્સી એસેટસમાં યુરો, પાઉન્ડ અને યેન જેવા બિન–યુએસ એકમોની વધઘટનો સમાવેશ થાય છે જે વિદેશી વિનિમય અનામતમાં રાખવામાં આવે છે. કેન્દ્રીય બેંકે કહ્યું કે સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટસ પણ ૩૧ મિલિયન ડોલરવધીને ૧૮.૨૧૧ બિલિયન ડોલર થઈ ગયા છે.સેન્ટ્રલ બેંકના ડેટા દર્શાવે છે કે ઈન્ટરનેશનલ મોનેટરી ફડં (આઈએમએફ) સાથે ભારતની અનામત સ્થિતિ પણ સમીક્ષા હેઠળના સાહમાં ૧૯ મિલિયન ડોલરથી વધીને ૪.૮૧૭ બિલિયન ડોલર થઈ ગઈ છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application