BREAKING NEWS

ગોંડલમાં વ્યાજખોરોના અસહ્ય ત્રાસથી કંટાળી સોની વેપારીનો આપઘાતનો પ્રયાસ

  • April 03, 2026 02:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેર અને જિલ્લામાં વ્યાજખોરીના દુષણને ડામવા માટે પોલીસ દ્રારા લોકદરબાર યોજવામાં આવી રહ્યો છે જેમાં અજરદારોને વ્યાજખોરોના ચુંગાલમાંથી મુકિત અપાવવા કાર્યવાહીના ભાગ પે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે આ વચ્ચે ગોંડલમાં વ્યાજખોરોના અસહ્ય ત્રાસથી સોની વેપારીએ ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે.
બનાવની પ્રા વિગત મુજબ ગોંડલની રાધા પાર્ક સોસાયટીમાં રહેતા અને મોટી બજારમાં જરીયા એન્ડ સન્સ નામની જવેલર્સની દુકાન ધરાવતા નિલેશભાઈ શાંતિભાઈ જરીયા (ઉં.વ. ૫૨)એ ગઈકાલે સાડા નવેક વાગ્યે ઘરે હતા ત્યારે ફિનાઈલ પી લેતા પ્રથમ ગોંડલ સરકારી હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવતા બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગોંડલ બી ડિવઝન પોલીસને જાણ કરવામાં આવી છે.
હોસ્પિટલના બિછાનેથી નિલેશભાઈના કહેવા મુજબ છએક મહિના પહેલા ધંધામાં પૈસાની જરિયાત ઉભી થતા નીતિન, હિરેન અને કિશોર નામના ત્રણ શખ્સો પાસેથી ૯ લાખ ૫ ટકાના વ્યાજે લીધા હતા. ધંધામાં મંદી હોવાથી સમયસર વ્યાજ ચૂકવી ન શકતા ત્રણેય વ્યાજ સહિતં પૈસા માટે પઠાણી ઉઘરાણી કરતા હતા જે સહન ન થતા પગલું ભયુ હોવાનું જણાવ્યું હતું. વધુ તપાસ ગોંડલ બી ડિવિઝન પોલીસે હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News