રાજકોટ શહેર મેગા સીટી તરફ વળી રહ્યું છે, સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતું રાજકોટ જેમ જેમ વિકસીત થઇ રહ્યું છે તેમ કેટલીક બદીઓ પણ ફૂલીફાલી છે. રાજકોટમાં એમડી ડ્રગ્સ અને અન્ય આવા ડ્રગ્સ તરફ યુવકો, ધનાઢય નબીરાઓ, ટીનએજર્સ વળી રહ્યા છે. 150 ફુટ રીંગ રોડ પર બાલાજી હોલ પાછળ આવાસ નજીક નાનામવા સર્કલ એરીયામાં ખુલ્લ ેઆમ ડ્રગ્સ વેચાતું હોવાની ચચર્િ કે પ્રતિતિપે એસઓજીએ સાત કિલો ગાંજા સાથે પકડેલા શખસની ઉંડાણભરી તપાસ થાય તો ઘણું ખરું ઉંડુ નિકળી શકે છે. ડ્રગ્સ લેવા માટે આ વિસ્તારમાં સમી સાંજ પડયે મોંઘેરી કાર લઇને કોલેજીયન તેમજ આવા સુખી પરિવારના સંતાનોની લાઇન લાગતી હોવાની પણ જાણકારોમાં ચચર્િ છે.
રાજકોટ શહેરના કોલેજીયન વિસ્તાર કે કોલેજો નજીક આ દુષણ વિશેષ છે, પરંતુ થોડા વખતથી બાલાજી હોલ પાછળ આવેલા બંધ જેવા રસ્તા પર આવાસ નજીક સાંજ પડયા બાદ મોંઘેરી કારમાં રાજકોટની નામાંકિત કોલેજોના સ્ટુડન્ટસ ડ્રગ્સ લેવા આવતા હોવાની વાત છે. સાંજ પડેને કયારેક તો જાણે કોઇ મેળાવડો જામ્યો હોય તેમ કારની લાઇન લાગી જતી હોય છે. સુખી સંપન્ન પરિવારના નબીરાઓ ડ્રગ્સના આદી બની જતાં હોય છે અને આવા તત્વો તેનો ગેરલાભ ઉઠાવે છે. આવાસ નજીક જ એક બે ઓટો રિક્ષામાં પેડલર ગોઠવાયેલા પડયા રહે છે. રોજીંદાની જેમ ડ્રગ્સ લેવા આવનારા નબીરાઓ આવી ઓટો પાસે જઇને ઉભા રહે અને કારની અંદર બેસીને જ નાણા આપે એટલે તેમને તુર્ત જે મુજબ નાણા આપ્યા હોય તે મુજબની ડ્રગ્સની પડીકીઓ મળી જતી હોવાની વાતો છે.
બાલાજી હોલ પાછળનો વિસ્તાર ધીમેધીમે ત્યાં સ્કૂલો વિકસિત બની રહી છે તેેને લઇને હવે ટીનએજર્સ પણ આ તરફ વળે તેવો અણસાર દેખાય રહ્યો છે. નાનામવા સર્કલ નજીકના કેટલાંક આ ચોકકસ વિસ્તારોમાં ખુલ્લ ેઆમ જેમ ચા-પાનના થડા કે દુકાનોમાં સરળતાથી પાન-ફાકી મળી રહે તે રીતે નશાના આદી બનેલા ખાસ કરીને ધનાઢય નબીરાઓને માગે ત્યારે ડ્રગ્સ મળી રહેતું હોવાની છાપ છે. એક ચોકકસ ટોળકી આ નેટવર્ક ચલાવી રહી છે. આ ટોળકીના સરદારની અંડરમાં ડ્રગ્સ સપ્લાય માટે 15-20 ઇસમોની સીંડીકેટ હોવાની પણ ચર્ચા છે.
રાજકોટ શહેરમાં જયાં જયાં આવાસ થયા છે ત્યાં આસપાસમાં દારૂ-ડ્રગ્સ કે અન્ય બદીઓ વધી હોવાની વિસ્તારવાસીઓની બુમરાડ છે. નાનામવા સર્કલ આસપાસના ધનાઢય વિસ્તારો નજીક જ કેટલાંક આવાસ આવ્યા છે અને ત્યાં અસામાજિક કેટલીક પ્રવૃતિ ચાલતી હોવાથી સુખી સંપન્ન પરિવારો ત્રસ્ત બની ગયા છે. આવી જ રીતે રૈયા સર્કલથી નજીક ધરમનગર આવાસ પાસે પણ બદીઓ ચાલે છે અને કહેવાય છે કે, હવે આ માર્ગ પર સમી સાંજ પડયે યુવતિઓ કે સારા પરિવારો નીકળતા પણ ખચકાય છે. કાલાવડ રોડ તેમજ મહત્તમ વિસ્તારના આવાસોની નજીક કોઇને કોઇ અસામાજિક પ્રવૃતિ થતી હોવાની બુમરાડ છે. આવાસમાં રહેતા બધા પરિવારો સરખા નથી હોતા ભલે શ્રમીક કે નાના પરિવારો હોય તેઓમાં પણ નીતિમત્તા હોય છે પરંતુ આવાસમાં બે-પાંચ આવા ઇસમો રહેવા આવી જતાં કે ઘુસી જતાં હોવાથી સંપૂર્ણ આવાસ યોજનાને બદનામી મળતી હોય છે. ઘણા ખરા આવાસમાંથી પોલીસે દા-ડ્રગ્સ કે આવી બદી ચલાવતા ઇસમોને પકડયા છે કે અગાઉ કેસ પણ કરેલા છે છતાં આ દુષણ અટકતું નથી. પોલીસે આવી બદીઓ સાફ કરવાની જર હોવાની આવાસમાં રહેતા સીધા સરળ પરિવારોમાં પણ માગ ઉઠી છે. જો આવા પરિવારો લુખ્ખા ઇસમો સામે અવાજ ઉઠાવે તો તેઓ માટે રહેવું દોહીલું પડી જતું હોય છે. જેને લઇને મુંગા મોંએ ત્રાસ સહન કરે છે. આવી જ સ્થિતિ આવાસની આસપાસ આવેલા ધનાઢય વિસ્તારોની પણ છે. ઉપરોકત તમામ બાબતો હજી તો પોલીસના ચોપડે નોંધાઇ નથી જેથી ચર્ચા માનવી પડે.
નાકાઓ દબાવવા ખાસ માણસોનું સતત પેટ્રોલિંગ
બાલાજી હોલ પાછળ આવાસ નજીક ખુલ્લ ેઆમ ચાની પ્યાલીની મુજબ ડ્રગ્સની પુડીઓ મળી રહે છે. કાર સહિતના વાહનો લઇને ડ્રગ એડીકટ યુવાનો-યુવતિઓ આવી પુડીઓ લેવા આવતા હોવાની વાત છે. પોલીસ આ ડ્રગ્સ પોઇન્ટ સુધી પહોંચી ન શકે તે માટે ડ્રગ્સના ધંધાર્થીએ પોલીસ પર વોચ રાખવા માટે પોતાની ખાસ ટીમ બનાવેલી છે. આવા 8થી 10 ઇસમો નંબર પ્લેટ વિનાના ટુ-વ્હીલર લઇને આવાસ તરફ આવતા રસ્તાઓના નાકા દબાવીને બેઠા રહે છે. પોલીસ આવતી હોય કે આવા કોઇ શંકાસ્પદ વ્યક્તિઓ દેખાય તો તૂર્ત જ ડ્રગ્સ વેચનારાને જાણ કરી દેતા હોય છે અને પોલીસ પહોંચે તે પહેલા તે સ્થળેથી બધો સંકેલો થઇ જાય છે.
કોલેજના સ્ટુડન્ટસનો ડ્રગ્સના રવાડે ચડાવી પેડલર તરીકે પણ ઉપયોગ !!
ડ્રગ્સ સપ્લાયર સીંડીકેટ કે તેના માણસો કોલેજની આસપાસ અપટુડેટ બનીને બેસતા હોય છે કે ફરતા હોય છે. ધીરે ધીરે કોલેજીયન સ્ટુડન્ટ અને ધનાઢય દેખાતા નબીરાઓને કવર કરે છે. તેઓને શઆતમાં મિત્રતાનો ભાવ દાખવીને ડ્રગ્સના રવાડે ચડાવે છે. જેવા આ નબીરાઓ ડ્રગ એડીકટ બની જાય એટલે તેઓની પાસેથી નાણા ખંખેરવાનું ચાલુ કરી દે છે. રોજીંદા ડ્રગ્સ લેવાની ટેવ પડી ગઇ હોવાથી આવા નબીરાઓને શઆતમાં થોડા દિવસો ઉધારીમાં ડ્રગ્સ આપે છે અને મોટી રકમ થાય એટલે નાણા પડાવવા માટે દબાવે કે મારકુટ પણ કરતા હોય છે. જો નાણા ન આપે તો નબીરાઓ પાસે પેડલરનું પણ કામ કરાવી લેતા હોવાની ચચર્િ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળિયામાં મહિલા વીજ કર્મચારીની ફરજમાં રૂકાવટ સબબ ફરિયાદ
February 24, 2025 11:57 AMબાબરા નજીક છોટાહાથી અને બાઈક વચ્ચે અકસ્માત: પિતા–પુત્રી અને ભાણેજના મોત
February 24, 2025 11:56 AMસુત્રાપાડામાં યુટુબર 'રોયલ રાજા'ના અપહરણ, હુમલો, લૂંટ અંગે બે ઝડપાયા
February 24, 2025 11:55 AMજામનગર એસટી ડીવીઝન દ્વારા શિવરાત્રીના મેળા માટે એક્સ્ટ્રા બસ શરૂ
February 24, 2025 11:55 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech