અમરેલી જિલ્લામાં કાળઝાળ ઉનાળે નદી કાંઠે પાણી પીવા ભેંસ અને સિંહ ભેગા થયા

  • April 21, 2023 12:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉનાળાની કાળઝાળ ગરમી અને ૪૦ ઉપરાંતની ડીગ્રીના તાપમાન વચ્ચે આકરી ગરમી વચ્ચે પશુઓ સિંહો સહિત વન્યપ્રાણીઓ પણ અકળાય ઉઠતા હોય છે જેના કારણે ખુલા વાતાવરણમાં અને નદી કાંઠે ઠંડા વાતાવરણમાં રેહવા વધુ પસંદ કરતાં હોય છે ત્યારે અમરેલી જિલ્લામાં આવેલ સાવરકુંડલા તાલુકાના ઘોબા સહિત ગ્રામ્ય વિસ્તારોમા ખારા પટમાં આકરી ગરમી વચ્ચે તાપમાનના કારણે નદીઓમાં પશુઓ દિવસ દરમ્યાન વધુ નાહવા આવે છે અને સતત નદી વચ્ચે રહેવાનું વધુ પસંદ કરે છે જેના કારણે ઘોબા ગામ નજીક નદી કાંઠે સિંહો અને ખેડૂતોની ભેંસનો ભેટો થયો સિંહો આકરી ગરમીના કારણે શિકાર કરવાના બદલે પાણી પીવાની શોધમાં હોવાને કારણે નદી કાંઠે પાણી પીવા આવતા થોડીવાર માટે અહીં ૩ જેટલી ભેંસ હતી જે સિંહોને જોય સતર્ક થઈ હતી સિંહોની મુમેન્ટ ઉપર સતત નજર રાખતી હતી પરંતુ સિંહોએ પણ અહીં ખાનદાની દર્શાવી હોય તેમ અહીં શિકારનો પ્રયાસ કર્યો નહિ જેના કારણે આ દ્રશ્યો મોબાઈલમાં મહત્વપૂર્ણ કેદ થયા છે અને લોકો સતત જોય રહ્યા છે સોશ્યલ મીડિયા ઉપર ભરપૂર વાયરલ થયા છે
​​​​​​​
સિંહ શિકાર કરવા વચ્ચે પાણીમાં પડી શકે તેમ નહોતો
મોટાભાગે સિંહો સહિત વન્યપ્રાણીઓ મોટી નદીઓ પાણી ભરેલા તળાવોથી દૂર રહે છે જેના કારણે પાણીના પ્રવાહમાં મોટાભાગે તરી શકતા નથી જેના કારણે નદી વચ્ચે ભેંસ જોવા મળી તેમ છતાં શિકાર કરવા માટે હિંમત નહિ કરતા વીડિયો સોશ્યલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે જંગલના રાજા શિકારની શોધમાં સામેથી શિકાર કર્યા વગર ચાલ્યા ગયા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application