રાજકોટ જિલ્લા પંચાયતમાં આવ્યું મહિલા રાજ આઠમાંથી સાત કમિટીમાં મહિલાઓ ચેરમેન

  • October 09, 2023 05:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન સંજયભાઈ રંગાણી ના અધ્યક્ષ સ્થાને આજે મળેલી સામાન્ય સભામાં વિવિધ આઠ કમિટીઓના ચેરમેનો અને સભ્યોની નિમણૂકની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. બહત્પમતીથી થયેલી આ કાર્યવાહીમાં આઠમાંથી સાત કમિટીમાં ચેરમેન પદની મહત્વની જવાબદારી મહિલાઓને સોંપવામાં આવી છે. એકમાત્ર કારોબારી સમિતિમાં પ્રવીણભાઈ ગોગનભાઈ કિયાડાને ચેરમેન બનાવવામાં આવ્યા છે.કમિટીઓની રચના પૂર્વે જિલ્લા પંચાયતમાં ભાજપના મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં સંકલન સમિતિની બેઠક મળી હતી અને રાજકોટ જિલ્લા પંચાયતમાં તેમાં સભ્યોના નામ નક્કી કરવામાં આવ્યા હતા.બાદમાં સામાન્ય સભામાં તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.સામાન્ય રીતે યારે નામ અંગેની દરખાસ્ત બોર્ડમાં મૂકવામાં આવે ત્યારે દરેક સભ્યના નામ દરખાસ્ત મુકનાર દ્રારા બોલવામાં આવતા હોય છે.પરંતુ આજે પ્રારંભિક અમુક કમિટીઓમાં સભ્યોના નામ બોલવામાં ન આવતા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. વિરોધ પક્ષના નેતા અર્જુનભાઈ ખાટરીયા એ આ સંદર્ભે માગણી ઉઠાવતા તમને નામ મળી જશે તેઓ જવાબ અપાયો હતો પરંતુ કોંગ્રેસે આગ્રહ રાખતા બાકીની કમિટીઓમાં ચેરમેન અને સભ્યોના નામ બોલવામાં આવ્યા હતા. કમિટીઓની રચના નીચે મુજબ છે.

કારોબારી સમિતિ
પ્રવીણભાઈ કયાડા ચેરમેન અને સભ્યો ભૂપતભાઈ બોદર, સવિતાબેન વાસાણી, વિરલભાઈ પનારા, ગીતાબેન ભૂપતભાઈ ચાવડા, ગીતાબેન ધર્મેન્દ્રભાઈ ટીલાળા, અશ્ર્વિનાબેન જનકભાઈ ડોબરીયા, ભૂપતભાઈ સોલંકી, મીરાબેન જતીનભાઈ ભાડોલીયા

સામાજીક ન્યાય સમિતિ
ભાનુબેન ભીખાભાઈ બાબરિયા ચેરમેન અને સભ્યોમાં મોહનભાઈ દાફડા, કંચનબેન મુકેશભાઈ બગડા, અમૃતભાઈ મકવાણા


શિક્ષણ સમિતિ
અલ્પાબેન મુકેશભાઈ તોગડીયા ચેરમેન અને સભ્યોમાં અમૃતભાઈ મકવાણા, વિરલભાઈ પનારા, જયંતીભાઈ બરોચીયા, ગીતાબેન ધર્મેન્દ્રભાઈ ટીલાળા, કંચનબેન મુકેશભાઈ બગડા, શૈલેશભાઈ ચીમનભાઈ ડોબરીયા


જાહેર આરોગ્ય સમિતિ
લીલાબેન બટુકભાઈ ઠુંમર ચેરમેન અને સભ્યોમાં યોસ્તનાબેન જયંતીભાઈ પાનસૂરીયા, સુમિતાબેન રાજેશભાઈ ચાવડા, ભૂપતભાઈ સોલંકી


અપીલ સમિતિ
પ્રવિણાબેન સંજયભાઈ રંગાણી ચેરમેન અને સભ્યોમાં રાજેશભાઈ ડાંગર, પ્રવીણભાઈ કયાડા, સવીતાબેન ભરતભાઈ ગોહેલ, જયંતીભાઈ બરોચીયા


જાહેર બાંધકામ સમિતિ
દક્ષાબેન પરેશભાઈ રાદડિયા ચેરમેન અને સભ્યોમાં સુમિતાબેન રાજેશભાઈ ચાવડા, સહદેવસિંહ જાડેજા, સુભાબેન નાથાભાઈ લુણાગરીયા, અમૃતભાઈ ભલાભાઈ મકવાણા


મહિલા અને બાળ વિકાસ સમિતિ
કંચનબેન બગડા ચેરમેન અને સભ્યોમાં ગીતાબેન અમરશીભાઈ ચૌહાણ, અશ્ર્વીનાબેન જનકભાઈ ડોબરિયા, સવિતાબેન નાથાભાઈ વાસાણી, દક્ષાબેન પરેશભાઈ રાદડિયા


ઉત્પાદન, સહકાર અને સિંચાઈ સમિતિ
ભાવનાબેન સુભાષભાઈ બાંભરોલીયા ચેરમેન અને સભ્યોમાં જયંતીભાઈ બરોચીયા, મોહનભાઈ દાફડા, શૈલેશભાઈ ચીમનભાઈ ડોબરિયા, ભૂપતભાઈ સોલંકી


કોંગ્રેસના વ્હીપનો અનાદર કરનાર બંને મહિલા સભ્યો સામે શિસ્ત ભંગની કાર્યવાહી થશે: અર્જુન ખાટરીયા

સામાન્ય સભામાં યારે કમિટીઓની રચના થાય ત્યારે કોંગ્રેસના કોઈ સભ્યોએ તેમાં સ્થાન લેવાનું નથી તેઓ આદેશ રાજકોટ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા અને રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અર્જુનભાઈ ખાટરીયા એ આપ્યો હતો પરંતુ આમ છતાં મીરાબેન ,ગીતાબેન ચૌહાણ અને ગીતાબેન ચાવડાએ કમિટીમાં સ્થાન માટે ઇનકાર ન કરતા હવે તેમની સામે શિસ્ત ભંગના પગલાં લેવાશે તેવી જાહેરાત અર્જુનભાઈએ કરી હતી. કોંગ્રેસ દ્રારા વ્હીપ આપવામાં આવ્યો છે તેની નોંધ સામાન્ય સભાની કાર્યવાહીમાં લેવા માટે પણ અર્જુનભાઈએ કરેલી દલીલો જિલ્લા વિકાસ અધિકારીએ સ્વીકારી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application