BREAKING NEWS

ગોંડલમાં યુવતી તેના પરિવાર પર પાડોશીનો હથિયારથી હુમલાનો મામલો, હત્યાનો પ્રયાસ: ચારને ઇજા

  • April 13, 2026 02:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ ગોંડલના ભગવતપરામાં રહેતી અને સરકારી પરીક્ષાની તૈયારી કરનાર યુવતીને પાડોશમાં રહેતા શખસે માથામાં પાઇપ ફટકારી હત્પમલો કર્યેા હતો. તેમજ યુવતીના ભાઈ અને બહેનોને પાડોશી હોય લાકડી પાઇપ અને પાવડા વડે મારમાર્યેા હતો. જેથી ચારેયને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જે અંગે યુવતીની ફરિયાદ કરતી પોલીસે રાયોટ ખૂની હત્પમલા સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. યુવતીના મોટા બાની આરોપીના ભાઈએ છેડતી કરી હોય જે બાબતે માથાકૂટ થતાં તેનો ખાર રાખી આ હુમલાનો પ્રયાસ કર્યેા હતો.
ગોંડલમાં વાછરા રોડ પર ભગવતપરામાં રહેતી અને સરકારી નોકરીની તૈયારી કરનાર પ્રીતિબેન મનોજભાઈ સોંદરવા(ઉ.વ. ૨૩) નામની યુવતીએ ગોંડલ સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અહીં ભગવતપરામાં જ રહેતા કેશુબેન બાબુભાઈ સોલંકી, જલ્પાબેન નવીનભાઈ ઉર્ફે નરેન્દ્રભાઈ સોલંકી, કીર્તિબેન બાબુભાઈ સોલંકી, નવીન ઉર્ફે નરેન્દ્ર બાબુભાઈ સોલંકી, બાબુ ચનાભાઈ સોલંકી અને અશોકના નામ આપ્યા છે. જે ફરિયાદના આધારે પોલીસે આરોપીઓ સામે હત્યાનો પ્રયાસ, રાયોટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલે સાંજના છ વાગ્યે આસપાસ તે તથા તેનો ભાઈ ઘર બહાર બેઠા હતા ત્યારે ઘરની સામે રહેતા કેશુબેન સોલંકી અને જલ્પાબેને યુવતીની બહેન વંદનાને બોલાવતા તે તેના ઘર તરફ ગઈ હતી. ત્યારે આ બંને વંદનાને ગાળો આપી ઝઘડો કરતા હોય જેથી યુવતી તેનો ભાઈ પાર્થ તેની બહેન અંજલી ત્રણે અહીં જતા તેની બહેન વંદનાને આ બંને ઢીકાપાટુનો માર મારતા હતા.
દરમિયાન નવીન સોલંકી ઘરની બહાર નીકળ્યો હતો અને યુવતી તથા તેના ભાઈને જોઈ ઘરમાંથી પાઇપ લઈને આવ્યો હતો તેના પિતા બાબુ સોલંકી લાકડી અને કીર્તિ તથા જલ્પાબેન પણ ઘરમાં જઈ પાવડો અને લાકડી લઈને આવ્યા હતા તથા અશોક સહિતનાઓ મળી હત્પમલો કરી દીધો હતો નરેન્દ્ર એ કહ્યું હતું કે આજે તો તમને બધાને મારી જ નાખવા છે તેમ કહી યુવતીના માથામાં લોખંડનો પાઇપ ઘા ફટકારી દીધો હતો. જેથી તે અહીં જ પડી ગઈ હતી બાદમાં તેની બહેન વંદના અંજલી અને પાર્થને પણ પાઇપ લાકડી અને પાવડા વડે મારમાર્યેા હતો. અહીં લોકો એકત્ર થઈ જતા આ ભાઈ બહેનોને વધુ મારમાંથી બચાવ્યા હતા. ત્યારબાદ તેમને સારવાર માટે ગોંડલ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. યુવતીને માથામાં ગંભીર ઇજા પહોંચી હોય જેથી આઠ ટકા આવ્યા હતા અને સીટી સ્કેન પણ કરાવ્યું હતું.
યુવતીએ ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, ગઈ તા. ૧૦૪૨૦૨૬ ના આરોપી નવીનના ભાઈ મહેન્દ્રએ તેણીના મોટા બાની છેડતી કરી હોય જે બાબતે યુવતીના પિતા તથા મહેન્દ્રભાઈ વચ્ચે માથાકૂટ થઈ હતી. જે બાબતનો ખાર રાખી આરોપીઓએ એક કામ કરી યુવતી તેના ભાઈ અને તેની બે બહેનો સહિત ચારેયને લાકડી, પાઇપ અને પાવડા વડે મારમાર્યેા હતો. જે અંગે ગોંડલ સીટી પોલીસે હત્યાનો પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી પી.આઈ જે.આર. ઝાલા તથા ટીમે આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે..



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News