ભાણવડમાં એક જ દિવસમાં ૧૪ સ્થળોએ સર્પ નીકળ્યા !

  • May 10, 2023 10:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૮ ફૂટનો રેટ સ્નેક મળ્યો, એનિમલ ગ્રુપ રેસ્કયુ

દેવભૂમિ દ્વારકા વિસ્તારમાં ભાણવડ પંથકમાં ગત સપ્તાહ દરમ્યાન ઠેર ઠેર વરસાદી વાતાવરણ સાથે અનેક સ્થળે ભારે વરસાદ અને પુર અને ચેકડેમો છલકાવાની સ્થિતિ થઇ હતી. જે બાદ હવે સતત ભારે ગરમી અને ઉકળાટ નીકળતા સોમવારે એક જ દિવસમાં ચૌદ સ્થળે બિન ઝેરી તથા ઝેરી સાપ નીકળ્યા હતા, આ જુદા જુદા બનાવ મામલે જાણ કરવામાં આવતા એનિમલ લવર્સ ગ્રુપ દ્વારા તમામનું સફળ રેસ્કયુ કરવામાં આવ્યું હતું.
ભાણવડના આહીર સમાજ પાસે અઢી ફૂટનો કોબરા, વેરાડ પાસેથી તામ્ર પીઠ સાપ ત્રણ ફૂટ, કાકર વાડી પાસે દોઢ ફૂટ કોબ્રા, સઇ દેવળીયા સાથે ત્રણ ફૂટની કોબ્રા, ભાણવડ રણજીત પરા પાસે બ્રોન્ઝ બેક ટ્રી સ્નેક, હરસિઘ્ધિ નગરમાં કુકરી સાપ, રેટા કાલાવડ ગામે ત્રણ ફૂટનો કોબ્રા, નગરનાકા પાસે ૩ ફૂટનો કોબ્રા તથા ગુંદામાં અઢી ફૂટનો ક્રેટ તથા રણજીતપરામાં એક ક્રોબા અને ઘુમલીમાં આઠ ફૂટનો રેટ સ્નેક નીકળ્યો હતો.
ભાણવડ એનિમલ લવર્સ ગ્રુપના એ.આર. ભટ્ટ તથા તેમના સહયોગી સ્વયં સેવકો દ્વારા જુદા જુદા સ્થળેથી સફળ રેસ્કયુ કરવામાં આવ્યું હતું, તથા બરડા ડુંગર વિસ્તારમાં આ તમામ સાપના સફળ રેસ્કયુ કરવામાં આવ્યું હતું.
ભાણવડ વિસ્તારમાં અગાઉ લોકો સાપ નીકળતા ઝેરી કે બિન ઝેરીને મારી નાખતા તેના બદલે હવે જાગૃતતા આવતા તથા લોકો જાગૃત થતા ફોન કરીને સ્વયં સેવકોને બોલાવીને સાપને રેસ્કયુ કરાવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application