આ દેશમાં યુવક-યુવતીઓએ પેન્ટ પહેર્યા વગર કરી આ દિવસની ઉજવણી

  • January 11, 2023 04:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

@aajkaalteam 

જો તમે કોઈને પેન્ટ વિના ટ્રેનમાં જોશો તો તમને કેવું લાગશે. પરંતુ આ વિચિત્ર ઘટના રવિવારે લંડનમાં થઇ હતી. છોકરા-છોકરીઓ પેન્ટ વગર ટ્રેનમાં ચડ્યા. પોઝ આપીને ફોટા પણ પાડ્યા. આ માત્ર લંડનમાં જ નહીં પરંતુ વિશ્વના 60 દેશોમાં જોવા મળ્યું હતું. ખરેખર, ઇમ્પ્રુવ એવરીવેર સંસ્થાએ નો પેન્ટ રાઇડની ઉજવણી કરી

સોશિયલ મીડિયા પર જાહેર કરવામાં આવેલા વીડિયોમાં જોવા મળે છે કે મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો પેન્ટ પહેર્યા વિના સબવે અને ટ્યુબ (Sbway ટ્રેન)માં સવારી કરતા જોવા મળે છે. આ લોકોએ હંમેશની જેમ બાકીના કપડાં અને શૂઝ પહેર્યા છે, પરંતુ ટ્રાઉઝર પહેર્યું નથી.  એક રિપોર્ટ અનુસાર, પાર્ટિસિપન્ટ્સે એવું દેખાડવું પડશે કે જાણે તેઓ તેમના ટ્રાઉઝર ઘરે ભૂલી ગયા હોય. સોશિયલ મીડિયા 'નો ટ્રાઉઝર ટ્યુબ રાઈડ'ની તસવીરોથી ભરેલું છે. ઈંગ્લેન્ડ, અમેરિકા, ઓસ્ટ્રિયા, ચેક રિપબ્લિક, જર્મની સહિત 60 દેશોમાં તેની ઉજવણી કરવામાં આવી હતી.

તસવીરો અને વીડિયો જોઈને લોકોની અલગ-અલગ પ્રતિક્રિયાઓ આવી રહી છે. એક યુઝરે લખ્યું, આજે મને બર્લિનના એ દિવસો યાદ આવ્યા જ્યારે મેં પહેલીવાર આવું કંઈક જોયું. કડકડતી ઠંડીમાં લોકોનું ટોળું માત્ર અન્ડરવેર પહેરીને જ ટ્રેનમાં ચઢી રહ્યું હતું. એક યુઝરે લખ્યું કે હું જાણું છું કે કોરોના દરમિયાન લોકો હાફ પેન્ટ અને અન્ડરવેર પહેરીને ઝૂમ કોલ એટેન્ડ કરતા હતા. પણ મને ખબર નહોતી કે નોર્મલમાં આવું કંઈક થશે. અન્ય એક યુઝરે લખ્યું કે આજે મને ખબર પડી કે નો ટ્રાઉઝર ડે જેવું કંઈક છે.

આ અભિયાન વીસ વર્ષ પહેલા શરૂ કરવામાં આવ્યું હતું. તેનો વિચાર 2002માં ન્યૂયોર્કના સાત યુવકોની મજાક પરથી આવ્યો હતો. આ યુવકો આખો દિવસ પેન્ટ વિના ટ્રેનમાં ફરતા હતા, પરંતુ થોડા સમય બાદ તેમની અનાદર કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. જો કે, તે ટૂંક સમયમાં જ છૂટી ગયાં, પરંતુ ત્યારથી લોકો દર વર્ષે તેમાં ભાગ લેવા લાગ્યા. ઇમ્પ્રુવ એવરીવ્હેર કહે છે કે તે લોકોના ચહેરા પર સ્મિત લાવવા માટે જ ઉજવવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application