જસદણમાં નાણાકીય મુશ્કેલી હોય તો બેન્કનો સંપર્ક કરો, વ્યાજખોરોનો નહીં

  • February 10, 2023 06:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જસદણ પોલીસ સ્ટેશન ખાતે રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ અને રાજકોટ ગ્રામ્યના પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડની સુચનાથી જસદણ પોલીસ સ્ટેશન ખાતે ગોંડલ વિભાગના ડીવાયએસપી કે.જી.ઝાલાના અધ્યક્ષ સ્થાને વ્યાજંકવાદ વિરૂધ્ધ કાર્યવાહી કરવા માટે તથા વ્યાજખોરો પાસેથી વ્યાજે નાણા લેવાને બદલે બેંકમાંથી લોન સરળતાથી મળી રહે તે માટેના માર્ગદર્શન માટેના લોકદરબારનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં જસદણની એસબીઆઈ બેંકના મેનેજર ધર્મેન્દ્ર વિધ્યાર્થી, એક્સીસ બેંકના મેનેજર અમીતભાઈ પોપટ, કો.ઓપરેટીવ બેંકના મેનેજર ઝવેરભાઈ કલકાણી, આઈ.સી.આઈ.સી.આઈ. બેંકના મેનેજર અમીતભાઈ ત્રીવેદી, રાજકોટ નાગરીક બેંકના મેનેજર ભાર્ગવભાઈ પરીખ, રાજકોટ ડીસ્ટ્રીક બેંકના મેનેજર હર્ષદભાઈ કાકડીયા, એચ.ડી.એફ.સી. બેંકના મેનેજર નીકુંજભાઈ મહેતા, બી.ઓ.આઈ. બેંકના મેનેજર અમરસીંગ મીણા સહિતના આ માર્ગદર્શન સેમીનારમાં હાજર રહ્યા હતા. આ સેમીનારમાં જસદણ શહેરના ૧૫૦ જેટલા નાગરીકો હાજર રહ્યા હતા. આ તકે જે લોકોને નાણાની જરૂરીયાત હોય તો બેંક મારફતે લોન લેવા સમજ કરેલ અને લોન લેવા માટે સરળતા બની રહે તે માટે દરેક બેંકના મનેજરોએ યોગ્ય માહિતી-માર્ગદર્શન આપેલ હતું. સાથોસાથ ગોંડલ વિભાગના ડીવાયએસપી કે.જી.ઝાલાએ ઉપસ્થિત લોકોને બેંકમાંથી લોન સરળતાથી મળી રહે તેમજ વ્યાજંકવાદીઓ પાસેથી મુક્તિ મળે તે અંગેનું માર્ગદર્શન આપ્યું હતું. જ્યારે જસદણ પોલીસ સ્ટેશનના પીઆઈ ટી.બી.જાનીએ જસદણ પોલીસ સ્ટેશનના કાર્યક્રમમાં પધારેલ તમામ બેંકના મેનેજર, સામાજિક-રાજકીય આગેવાનો અને નગરજનોનો આભાર માન્યો હતો. આ કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન જસદણના એડવોકેટ પ્રકાશ પ્રજાપતી દ્વારા કરવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application