BREAKING NEWS

મને ખુશ નહી રાખો તો વધુ ટેરીફ લાદીશ: ટ્રમ્પનો મોદીને ટોણો

  • January 05, 2026 10:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વેનેઝુએલાના રાષ્ટ્રપતિ માદુરોની ધરપકડ કરી અમેરિકા હવે તેમના પર કેસ ચલાવી રહ્યું છે ત્યારથી યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સમાચારમાં છે. આ દરમિયાન ટ્રમ્પે ભારતને પણ ચેતવણી આપી હતી કે ટેરિફ વધુ વધારી શકાય છે. તેમણે આ સમયગાળા દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાનો પણ ઉલ્લેખ કર્યો હતો. ટ્રમ્પે ભારત સહિત અનેક દેશો પર ટેરિફ લાદ્યા હતા. મહત્વપૂર્ણ વાત એ છે કે તેમણે ભારત પર ૫૦ ટકા ટેરિફ લાદ્યો હતો.અહેવાલ મુજબ, ટ્રમ્પે ભારત પર ટેરિફનો ઉલ્લેખ કરતા કહ્યું, "તેઓ ખરેખર આ મુદ્દા પર મને ખુશ કરવો જોઈતો હતો . વડા પ્રધાન મોદી ખૂબ જ સારા માણસ છે. તેઓ એક સારા વ્યક્તિ છે. તેઓ જાણતા હતા કે હું ભારત દ્વારા રશિયન તેલ ખરીદવાથી નાખુશ છું. મને ખુશ કરવું મહત્વપૂર્ણ હતું. જો તેઓ રશિયન તેલ ખરીદવાનું ચાલુ રાખશે, તો અમે તેમના પર ટેરિફ ખૂબ જ ટૂંક સમયમાં વધારી શકીએ છીએ.


ટ્રમ્પે ઓગસ્ટ ૨૦૨૫ માં ભારત પર ૫૦ ટકા ટેરિફ લાદ્યો હતો. તેઓ રશિયા સાથે ભારતના તેલ વેપારથી નાખુશ હતા અને આનો ઘણી વખત ઉલ્લેખ કર્યો હતો. ટ્રમ્પના નિર્ણયથી બંને દેશો વચ્ચેનો વેપાર સોદો લાંબા સમય સુધી અટકી ગયો હતો. ટ્રમ્પ ઇચ્છતા હતા કે ભારત તેનું આખું બજાર અમેરિકા માટે ખોલે અને ડેરી અને કૃષિ ક્ષેત્રોમાં પ્રવેશ આપે, પરંતુ ભારત તેના નિર્ણય પર અડગ રહ્યું.નોંધનીય છે કે ભારત અને રશિયા વચ્ચે વર્ષોથી સારા સંબંધો રહ્યા છે, અને બંને દેશો વચ્ચે વેપાર પણ થાય છે. ટ્રમ્પ આ અંગે નારાજ છે. આ વાતનો ઉલ્લેખ તેમના તાજેતરના નિવેદનમાં પણ કરવામાં આવ્યો છે.એ નોંધવું જોઈએ કે ટ્રમ્પ આ દિવસોમાં વેનેઝુએલામાં કરવામાં આવેલા ઓપરેશન અંગે પણ સમાચારમાં છે. અમેરિકાએ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ માદુરોની ધરપકડ કરી છે અને હવે તેમના પર કેસ ચલાવી રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application