દિવસો વધારાય નહીં તો જામનગરમાં આજે મેળાનો છેલ્લો શો

  • September 14, 2023 01:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પરીક્ષાઓ નજીક આવતી હોવાથી મેળાની પૂણર્હિૂતિ આવશ્યક: જામ્યુકો દ્વારા મેળામાં આશરે પોણા ત્રણ કરોડની અધધધ... આવક થઇ: મેળો થોડો વિવાદાસ્પદ પણ બન્યો: પ્રદર્શન મેદાન અને રંગમતી નદીના પટમાં આજે રાત સુધીની મેળાની મંજુરી: લોકમેળો પ-6 દિવસ મોડો શ થયો હોય, કદાચ વધારાની મંજુરી મળે તેવી શક્યતા



જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રદર્શન મેદાન અને રંગમતી-નાગમતી ના પટમાં લોકમેળો ચાલી રહ્યો છે ત્યારે સત્તાવાર રીતે આજ રાત્રિના 1ર વાગ્યા સુધી મેળાની મંજુરી હોય, જો દિવસ વધારાની કોઇ મંજુરી ન અપાય તો આજે અમાસનો દિવસનો મેળાનો છેલ્લો દિવસ બની રહેશે, જો કે મંજુરી અંગે હજુ કોઇ અધિકારી ફોડ પાળવા માંગતા નથી, કદાચ પાંચ-છ દિવસ લાયસન્સના અભાવે મેળો મોડો શ થયો હોય, કેટલાક લોકો મંજુરી મેળવવા થનગની રહ્યા છે.


કોર્પોરેશન દ્વારા અત્યાર સુધીની સૌથી વધુ એટલે કે લગભગ પોણા ત્રણ કરોડ જેટલી આવક પ્રદર્શન મેદાનમાં થઇ છે, બીજી તરફ રંગમતી-નાગમતીનો મેળો ફીકો થઇ ગયો છે, પ્રદર્શન મેળામાં પ8 સ્ટોલ રાખવામાં આવ્યા હતા અને આ વખતે હજારો લોકોએ આ મેળાની રંગત માણી હતી, રાત્રિના 1ર વાગ્યા સુધી મેળો ધમધમી રહ્યો છે ત્યારે આજે શ્રાવણ માસનો અંતિમ દિવસ હોય, એટલે કે અમાસના દિવસે મેળામાં પણ આજુબાજુના ગામડાઓમાંથી વધુ લોકો આવતા હોય, આજનો દિવસ કદાચ છેલ્લો દિવસ બની રહેશે.


એવી પણ જાણકારી મળી છે કે, પરર્ફોમન્સ લાયસન્સના અભાવે આ વખતેનો મેળો ગોટાળે ચડ્યો હતો અને લગભગ પાંચ-છ દિવસ સુધી મેળો શ થઇ શક્યો ન હતો, તેથી કદાચ સ્ટોલધારકોને નુકશાન વધુ ન થાય, તે હેતુથી કદાચ બે-ત્રણ દિવસ એટલે કે રવિવાર સુધી મેળો લંબાવવાની શક્યતા પણ રહેલી છે.


કોર્પોરેશનના એસ્ટેટ અધિકારી નિતીન દિક્ષીતે આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજે રાત્રિના 1ર વાગ્યા સુધીની બન્ને મેળાની સત્તાવાર રીતે મંજુરી છે અને બપોરના 1 વાગ્યા સુધીની મેળો વધારવા માટેની અમોને કોઇ સુચના આપવામાં આવી નથી, એટલે આજનો દિવસ છેલ્લો રહેશે.


આ વખતેનો લોકમેળો થોડો વધુ વિવાદાસ્પદ બન્યો હતો, દર વખતે પરર્ફોમન્સ લાયસન્સના કોઇ પ્રશ્ર્ન રહેતા ન હતા અને આ મેળાની પહેલા ખાનગી લોકમેળો યોજાયો હતો, તેમાં પણ આવો કોઇ પ્રશ્ર્ન રહ્યો ન હતો, કોર્પોરેશન દ્વારા આ મેળો આયોજીત છે ત્યારે કલેકટરના તંત્રએ પરર્ફોમન્સ લાયસન્સ આપવામાં શા માટે વિલંબ કર્યો તેની ચચર્િ કરવાનો હવે કોઇ મતલબ રહ્યો નથી, કારણ કે રાત ગઇ બાત ગઇ...


નાના-મોટા સ્ટોલધારકોને પાંચ-છ દિવસ મેળો મોડો શ થવાના કારણે આર્થિક નુકશાની ગઇ હશે, આ વખતે વરસાદ આવ્યો નથી, એ પ્લસ પોઇન્ટ છે અને ચોથથી દશમ સુધી લોકમેળામાં હકડેઠઠ જનમેદની ઉમટી પડી હતી, એટલે શઆતના જે દિવસો શ ન થઇ શક્યા તે તમામ ખોટ સરભર તો થઇ ગઇ હશે જ, એવું પણ તંત્રનું માનવું છે, તેના કારણે કદાચ અને ખાસ કરીને હવે પરીક્ષાઓનો સમય પણ નજીક આવતો હોવાથી બની શકે કે મેળો આગળ વધારવા માટેની મંજુરી કદાચ આપવામાં ન આવે, આજ સાંજ સુધી ચિત્ર કલીયર થઇ જશે.


પ્રદર્શન મેદાનના આ લોકમેળામાં ગેરકાયદે વિજજોડાણને કારણે ા. 10 લાખ જેવો દંડ પણ વસુલવામાં આવ્યો છે અને 100 કિલોથી વધુ ખાદ્ય સામગ્રીનો પણ નાશ કરવામાં આવ્યો છે, મ્યુ. કમિશ્નરની મુલાકાત બાદ મેળામાંથી ગેરકાયદેસર રેંકડી, લારી, ચકરડી જેવા સાધનો પણ હટાવવામાં આવ્યા હતા અને આમ મેળો થોડો વિવાદાસ્પદ રહ્યો છે, ત્યારે એકંદરે લોકોએ આ વખતે પ્રદર્શન મેદાનના લોકમેળાની ભારે મોજ માણી હતી.


કદાચ સાંજ સુધીમાં મેળો બે-ત્રણ દિવસ લંબાવાશે કે કેમ ? તે અંગે નિર્ણય થઇ જશે, જિલ્લા કલેકટર અને મ્યુ. કમિશ્નર એસ.પી.ને સાથે રાખીને કદાચ બે-ત્રણ દિવસ મેળો લંબાવવાની મંજુરી આપે તેવી વાતો પણ બહાર આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application