BREAKING NEWS

આ વર્ષે અલ નીનો વધુ ઘાતક બનશે, ગરમી હજી વધશે, વરસાદ પણ ઘટશે

  • June 02, 2026 12:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અલ નીનોએ મધ્ય અને પૂર્વીય પેસિફિક મહાસાગરમાં દરિયાની સપાટીના તાપમાનમાં સમયાંતરે પેદા થતી ગરમી છે, જેના પરિણામે વરસાદી પ્રણાલીમાં ખલેલ પડે છે જે સમગ્ર વિશ્વને અસર કરી શકે છે. આ વર્ષની શઆથી જ એવી આગાહીઓ થઈ છે કે સુપર અલ નીનોની અસર દેખાશે અને એ સત્ય સાબિત થઈ રહી છે, ભારત વિષે વાત કરીએ તો અલ નીનોની ઘાતક અસર તમામ ક્ષેત્રે દેખાશે. ગરમીના મોજા હજુ વધુ સમય અનુભવાશે અને વરસાદ ઓછો પડશે, જેના લીધે પાકનું ઉત્પાદન ઘટશે અને ખાધપદાર્થેાના ભાવમાં વધારો થશે.નોંધનીય છે કે આબોહવા પરિવર્તનને કારણે ભારતમાં તાપમાન પહેલાથી જ વધી રહ્યું છે. જો કે અલ નીનો પેસિફિક મહાસાગરમાં ઉવે છે, તેની અસરો વિશ્વભરમાં અનુભવાય છે. ભારત, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ અને મધ્ય આફ્રિકા અને એમેઝોન બેસિનમાં ભારે ગરમી અને જંગલમાં આગ લાગશે. યુનાઇટેડ સ્ટેટસના ભાગોમાં, ખાસ કરીને દક્ષિણ ભાગમાં ભારે વરસાદ અને પૂરની શકયતા છે.


ઉત્તર અમેરિકામાં વધુ ભારે ગરમીનો અનુભવ થઈ શકે છે. યુએસ નેશનલ ઓસેનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશનના હવામાન નિષ્ણાતોએ અલ નિનોને કારણે આ વર્ષે એટલાન્ટિક વાવાઝોડા સામાન્ય કરતાં વધુ શાંત રહેવાની આગાહી કરી છે. અલ નિનોને કારણે, સામાન્ય કરતાં ઓછી પ્રવૃત્તિની ૫૫ ટકા શકયતા અને સામાન્ય કરતાં વધુ પ્રવૃત્તિની ૧૦ ટકા જ શકયતા વ્યકત કરવામાં આવી છે. એટલાન્ટિક વાવાઝોડાની મોસમ જૂનની શઆતથી ૩૦ નવેમ્બર સુધી ચાલે છે, જેમાં સપ્ટેમ્બરના મધ્યમાં તોફાનની પ્રવૃત્તિ ટોચ પર પહોંચે છે. અલ નિનો એ મધ્ય અને પૂર્વીય પેસિફિક મહાસાગરમાં સમુદ્ર સપાટીના તાપમાનમાં સમયાંતરે ગરમી છે. વરસાદ પ્રણાલીમાં ખલેલ વિશ્વના ઘણા ભાગોમાં પૂર, દુષ્કાળ અને ગરમીના મોજાને વધારી શકે છે. આ હવામાન ઘટના તેના સક્રિય તબક્કા દરમિયાન વૈશ્વિક સરેરાશ તાપમાનમાં વધારો કરે છે


અલ નીનો દરમિયાન શું થાય છે

અલ નીનો ઘટનાઓ સામાન્ય રીતે દર ૨ થી ૭ વર્ષે સર્જાય છે અને સામાન્ય રીતે ૯ થી ૧૨ મહિના સુધી રહે છે. તેનાથી વિપરીત, લા નીના, એટલે કે પેસિફિક મહાસાગરમાં ઠંડુ તાપમાન. અલ નીનો દરમિયાન, પવનો નબળા પડે છે અથવા દિશા બદલે છે, જેના કારણે ગરમ પેસિફિક પાણી પૂર્વ તરફ અમેરિકન દરિયાકાંઠા તરફ વહે છે. આ એટલાન્ટિક વાવાઝોડાની પ્રવૃત્તિ ઘટાડે છે યારે પેસિફિકમાં વાવાઝોડાની પ્રવૃત્તિમાં વધારો કરે છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News