IPLમાં આજે રમાઈ રહેલા 68માં મેચમાં RCB એ ચેન્નાઈ સુપર કિંગ્સને 27 રનથી હરાવી દિધુ છે. આ સાથે વિરાટ કોહલીની RCBએ પ્લેઓફમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. મહત્વનું છે કે રોમાંચક મેચમાં CSKને હારનો સામનો કરવો પડ્યો હતો.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે સતત 6 મેચ જીતીને IPL પ્લેઓફમાં પ્રવેશ કર્યો છે. RCBએ IPLની કરો યા મરો મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને 27 રનથી હરાવીને ચોથા સ્થાને રહીને પ્લેઓફની ટિકિટ જીતી લીધી હતી. એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી આ હાઈ-સ્કોરિંગ મેચમાં આરસીબીના બેટ્સમેનોએ મોટો સ્કોર બનાવ્યો હતો. આ પછી બોલરોએ નિયમિત અંતરે વિકેટ લઈને CSKને પરાજય આપવા મજબૂર કર્યો. RCBના 14 મેચમાં 14 પોઈન્ટ છે અને તે CSKને પછાડીને પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને પહોંચી ગઈ છે. આ હાર બાદ CSKનું 11મી વખત પ્લેઓફમાં પહોંચવાનું સપનું ચકનાચૂર થઈ ગયું. યશ દયાલે છેલ્લી ઓવરમાં ટેબલ ફેરવી દીધું.
219 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે CSKની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. રુતુરાજ ગાયકવાડની કેપ્ટન્સીમાં ચેન્નાઈની ટીમ 7 વિકેટે 191 રન જ બનાવી શકી હતી. ગાયકવાડને યશ દયાલની ઓવરના પહેલા જ બોલ પર ગ્લેન મેક્સવેલના હાથે કેચ કરાવીને પેવેલિયન મોકલવામાં આવ્યો હતો. રૂતરાજ ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. યશ દયાલે ડેરીલ મિશેલને 4 રનના અંગત સ્કોર પર પેવેલિયન મોકલ્યો હતો. અજિંક્ય રહાણે 22 બોલમાં 33 રન બનાવીને આઉટ થયો હતો. રચિન રવિન્દ્ર 37 બોલમાં 61 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. શિવમ દુબે 15 બોલમાં 7 રન બનાવીને આઉટ થયો હતો. મિશેલ સેન્ટનર પણ સસ્તામાં પેવેલિયન પરત ફર્યો હતો. સિરાજે તેને 3 રને ડુ પ્લેસિસના હાથે કેચ કરાવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવડોદ ગામે લાઈટના ઉજાશમાં બાજી માંડી બેઠેલા છ શખ્સો ઝડપાયા
June 07, 2025 02:12 PMસેંજળીયા ગામેથી ૬ જુગારી ા. અર્ધા લાખની રોકડ સાથે ઝડપાયા
June 07, 2025 02:11 PMવિદેશીદાની પ્રવૃત્તિમાં સંકળાયેલો વધુ એક શખ્સ પાસા હેઠળ જેલમાં ધકેલાયો
June 07, 2025 02:08 PMનીલમબાગ પોલીસ મથકમાં નોંધાયેલા મારામારીના ગુનાનો આરોપી ઝડપાયો
June 07, 2025 02:07 PMનાનાસુરકામાં જુગાર રમી રહેલા ચાર ઝડપાયા
June 07, 2025 02:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech