IND vs AUS: ટીમ ઈન્ડિયા ત્રીજી વનડે મેચ હારી, શ્રેણીની સાથે-સાથે નંબર-1 રેન્કિંગ પણ ગુમાવ્યું

  • March 23, 2023 04:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

Aajkaalteam

આજે રમાયેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી છેલ્લા વનડેમાં ટીમ ઈન્ડિયાની હાર થઈ છે. આ વનડે શ્રેણીની ગુમાવ્યાની સાથે સાથે ટીમ ઈન્ડિયાએ નંબર વન રેન્કિંગ પણ ગુમાવી દિધુ છે.


ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ વનડે મેચની શ્રેણી ભારતમાં રમાઈ હતી. જેમાં આજે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં આજે છેલ્લી મેચ રમાઈ હતી. જેમાં ભારતની ટીમની હાર થઈ છે. આ વનડે મેચમાં ભારતને 21 રને હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે વનડે શ્રેણીમાં 1-2થી ટીમ ઈન્ડિયા સીરીઝ હારી ગઈ છે.


આજને વનડે મેચની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાએ ભારતને જીતવા માટે 270 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ માર્શે સૌથી વધુ 47 અને એલેક્સ કેરીએ 38 રન બનાવ્યા હતા. આ સિવાય માર્નસ લાબુશેને 28 અને ટ્રેવિસ હેડે 33 રન બનાવ્યા હતા. ભારત તરફથી કુલદીપ યાદવ અને હાર્દિક પંડ્યાએ ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે અક્ષર પટેલ અને મોહમ્મદ સિરાજને બે-બે વિકેટ મળી હતી.


ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વનડેમાં ટીમ ઈન્ડિયાને 21 રને હારનો સામનો કરવો પડ્યો છે. આ હારને કારણે તે ત્રણ મેચની સિરીઝ 1-2થી હારી ગયો છે. આ હારનું પરિણામ એ આવ્યું કે ભારતને હટાવીને ઓસ્ટ્રેલિયા વનડે રેન્કિંગમાં નંબર-1 પર પહોંચી ગયું છે. 270 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ 49.1 ઓવરમાં 248 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. વિરાટ કોહલીએ 54 અને હાર્દિક પંડ્યાએ 40 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી એડમ ઝમ્પાએ ચાર પ્લેયરની વિકેટ લીધી હતી. આમ ભારત ચાર વર્ષ બાદ ઘરઆંગણે વનડે શ્રેણી હારી ગયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application