કોઈપણ સ્માર્ટફોનની લાઈફ તેનો ઉપયોગ કરવાની રીત, સોફ્ટવેર અપડેટ્સ, બેટરી લાઈફ અને ફિઝીકલ નુકસાન પર આધાર રાખે છે. જો iPhone, પ્રીમિયમ સેમસંગ મોડલ અને Google Pixel ફોનનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તેનો 4 થી 5 વર્ષ સુધી આરામથી ઉપયોગ કરી શકાય છે. જો થોડા વધુ સાવચેત રહો તો તે 5 વર્ષથી વધુ ટકી શકે છે. જ્યારે ઓછા બજેટ ફોનની આયુ ઓછી હોય છે. જો કે ઓછી આયુ ધરાવતા ફોનને થોડા વર્ષો પછી બદલવો કેટલાક લોકો માટે માથાનો દુખાવો બની જાય છે.
લાંબા સમય સુધી સ્માર્ટફોનનો ઉપયોગ કરવો એ માત્ર ખર્ચ ઘટાડવા માટે જ નહી પરંતુ તે પર્યાવરણ માટે પણ સારું છે. ત્યારે જો ઇચ્છો છો કે સ્માર્ટફોન લાંબા સમય સુધી સાથ આપે તો કેટલીક ટ્રિક્સ અપનાવવી જોઈએ.
સોફ્ટવેર અપડેટ
ફોનની ઓપરેટિંગ સિસ્ટમ અને એપ્સને સમય સમય પર અપડેટ કરતા રહો. નવા અપડેટ્સમાં ઘણીવાર બગ ફિક્સ, સિક્યુરીટી પેચ અને પર્ફોમન્સ સુધારણાઓનો સમાવેશ થાય છે, જે ફોનને વધુ સારી રીતે કામ કરવામાં મદદ કરે છે.
સાફ-સફાઈ અને સંભાળ
ફોનની સ્ક્રીન અને પોર્ટને નિયમિતપણે સાફ કરો. ધૂળ અને ગંદકી ફોનના પોર્ટ અને સ્પીકરને નુકસાન પહોંચાડી શકે છે. સ્ક્રીન પ્રોટેક્ટર અને કવરનો ઉપયોગ કરી શકો છો. જેથી કરીને ફોન પર સ્ક્રેચ અને ઘસારો ટાળી શકાય.
બેટરી સંભાળ
બેટરીની લાઈફ વધુ સારી બનાવવા માટે ફોનને હંમેશા 100% ચાર્જ પર ન રાખો. યોગ્ય ચાર્જિંગ રેન્જ 20% થી 80% ની વચ્ચે હોવી જોઈએ. ઓવરચાર્જિંગ ફોનની બેટરી લાઇફ ઘટાડે છે. ઉચ્ચ તાપમાન પણ બેટરીને નુકસાન પહોંચાડી શકે છે. તેથી ફોનને સૂર્યપ્રકાશ અથવા ગરમ સ્થળોથી દૂર રાખો.
સ્ટોરેજ સ્પેસનું ધ્યાન રાખો
ફોનના સ્ટોરેજને ફ્રી રાખવાથી પરફોર્મન્સમાં સુધારો થાય છે. સમય સમય પર અનિચ્છનીય એપ્લિકેશનો અને ફાઇલો કાઢી નાખો. ક્લાઉડ સ્ટોરેજ અથવા એક્સટર્નલ સ્ટોરેજ ડિવાઇસનો ઉપયોગ કરીને ડિવાઇસના સ્ટોરેજને મેનેજ કરી શકે છે.
કેચ અને અનિચ્છનીય ડેટા કાઢી નાખો
સમય સમય પર એપ્સની કેચ સાફ કરવી જરૂરી છે જેથી ફોનનું પરફોર્મન્સ સારું રહે. આનાથી ફોનની સ્પીડ પણ વધે છે અને લોડ થવાનો સમય પણ ઓછો થાય છે.
પાવર-સેવિંગ મોડનો ઉપયોગ
જ્યારે ફોનની બેટરી ઓછી હોય ત્યારે પાવર-સેવિંગ મોડનો ઉપયોગ કરો. આ ફીચર બેટરી લાઈફ વધારવામાં મદદ કરે છે અને ફોન પરનો બિનજરૂરી લોડ ઘટાડે છે.
ફોનનો મધ્યમ ઉપયોગ
લાંબા સમય સુધી ફોનનો ઉપયોગ કરવા માટે તેનો મોડરેટ ઉપયોગ કરો. ગેમિંગ, હેવી વીડિયો રેકોર્ડિંગ અને મલ્ટીટાસ્કિંગ ફોનના પ્રોસેસર અને બેટરીને ઝડપથી નુકસાન પહોંચાડે છે. જો ફોન જૂનો છે તો હેવી એપ્સ અને ગેમ્સ ડાઉનલોડ કરવાનું ટાળવું જોઈએ. આ ફોનના પ્રોસેસર પર વધારાનું દબાણ લાવી શકે છે, જેનાથી ડિવાઈસની લાઈફ ઘટે છે.
ફોનને વધુ ગરમ થવાથી બચાવો
ફોનને વધુ ગરમ થવાથી બચાવવો જોઈએ. પછી ભલે તે ચાર્જિંગ દરમિયાન હોય કે ઉપયોગ દરમિયાન. વધુ પડતી ગરમી ફોનની બેટરી અને અન્ય હાર્ડવેરને અસર કરી શકે છે. જો બેટરીનું પર્ફોમન્સ બગડ્યું હોય, તો તેને બદલવી વધુ સારું છે. કેટલીકવાર નવી બેટરીથી ફોનની લાઈફ વધારી શકાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજૂનાગઢના સક્કરબાગ ઝૂમાં સફેદ વાઘની જોડીનું આગમન, મુલાકાતીઓ માટે નવું આકર્ષણ
December 24, 2024 07:48 PMજમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં મોટી દુર્ઘટના, સેનાનું વાહન ખીણમાં પડ્યું, 5 જવાનના મોત
December 24, 2024 07:42 PMજામનગર : મીલાવટી તેલની વચ્ચે ધાણીના પીલાણના શુધ્ધ અને સ્વાસ્થ્યવર્ધક સીંગતેલની હાલ વધતી જતી બોલબાલા
December 24, 2024 07:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech