કેટલીયે સરકારોને હચમચાવી નાખનાર પનામા પેપર્સનો ખાટલો સાવ આવો?

  • April 09, 2024 11:59 AM 

રત સહિત દુનિયાભરના અગ્રણીઓના કાળા નાણાનો પર્દાફાશ કરતા પનામા પેપર્સ કેસમાં છેક આઠ વર્ષે ખાટલો ચાલુ યો છે અને તે પણ માત્ર દેખાડા પૂરતો જ. ટેક્સ ચોરી અને મની લોન્ડરિંગના વિશ્વના સૌી મોટા કૌભાંડોમાંનો એક પનામા પેપર્સ કેસ ઘણો જૂનો ઈ ગયો છે. વર્ષો પહેલા આ બાબતના ઘટસ્ફોટી વિશ્વના અનેક દેશોમાં ખળભળાટ મચી ગયો હતો. આ મામલો એટલો મોટો હતો અને તેનો વ્યાપ કેટલો વિશાળ હતો તેનો અંદાજ એ વાત પરી લગાવી શકાય છે કે ટેક્સ કૌભાંડ સામે આવ્યા બાદ કેટલાક દેશોની સરકારો પણ સંકટમાં આવી ગઈ હતી. જો કે, તે પછી પણ ટ્રાયલ શરૂ તાં વર્ષો લાગ્યા. આ કેસમાં ઓછામાં ઓછા ૨૭ લોકોની સુનાવણી શરૂ ઈ છે. પનામાની કોર્ટમાં આ કેસની સુનાવણી શરૂ ઈ રહી છે. જુર્ગેન મોસાક અને રેમન ફોન્સેકા મોરાના નામ પણ આ ટ્રાયલમાં સામેલ છે. મોસાક અને મોરા લો ફર્મ મોસાક ફોન્સેકાના સપક છે. આ કંપની સમગ્ર પનામા પેપર્સ કૌભાંડના કેન્દ્રમાં હતી અને હવે બંધ ઈ ગઈ છે. ઈન્ટરનેશનલ કોન્સોર્ટિયમ ઓફ ઈન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ એટલે કે આઇસીઆઇજેના પ્રયાસો દ્વારા પનામા પેપર્સ કેસનો પર્દાફાશ યો હતો. લાંબી તપાસ પછી ૩ એપ્રિલ ૨૦૧૬ ના રોજ તેમણે પ્રમ વખત દસ્તાવેજો પ્રકાશિત કર્યા. પ્રકાશિત દસ્તાવેજો કાયદાકીય પેઢી મોસાક ફોન્સેકાના હતા, જેમાં કરચોરી અને મની લોન્ડરિંગની જાળી વણાયેલી હતી, જેનો વિસ્તાર વિશ્વના ૨૦૦ થી  વધુ દેશોમાં ફેલાયેલો છે. વિશ્વના ઘણા અગ્રણી રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ અને પ્રભાવશાળી લોકોના નામ પેપર્સમાં આવ્યા હતા. પેપર્સમાં આશરે ૨.૨૫ લાખ ટેક્સ હેવનનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો, જેનો ઉપયોગ વિશ્વના પ્રભાવશાળી લોકો દ્વારા કરચોરી કરવા, સરકારી તિજોરીને છેતરવા અને આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોને ટાળવા માટે કરવામાં આવી રહ્યા હતા. પેપર્સમાં ૧૯૭૦ થી  ૨૦૧૬ સુધીના વિવિધ કરચોરીના મામલા હતા. સમગ્ર ડેટા લગભગ ૨.૬ ટેરાબાઇટ હતો. ટેક્સ ચોરી અને મની લોન્ડરિંગનો આ અત્યાર સુધીનો સૌી મોટો ખુલાસો કહેવાય છે. પેપર્સમાં વિશ્વભરના ૧૨૮ પ્રભાવશાળી લોકોના નામ હતા, જેમાં કેટલાક ભારતના પણ હતા.આ પ્રભાવશાળી લોકો આગ હેઠળ આવ્યા આ મામલામાં નામ સામે આવતાં દ્વીપના વડા પ્રધાન સિગ્મંડુર ડેવિડ ગુનલોગસનને રાજીનામું આપવું પડ્યું હતું. પાડોશી દેશ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફનું નામ પણ પેપર્સમાં આવ્યું હતું, જે બાદ તેમના પર કાયમ માટે ચૂંટણી લડવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. બ્રિટનના ભૂતપૂર્વ વડા પ્રધાન ડેવિડ કેમરોન, દિગ્ગજ ફૂટબોલર લિયોનેલ મેસી, આર્જેન્ટિનાના તત્કાલિન રાષ્ટ્રપતિ મૌરિસિયો મેક્રી, સ્પેનિશ ફિલ્મ નિર્માતા પેડ્રો અલ્મોડોવરના નામ પણ લીક યા હતા. આ સમગ્ર મામલામાં સૌી આશ્ચર્યજનક બાબત એ છે કે કરચોરીની જાળ એ રીતે વણવામાં આવી હતી કે જે પ્રભાવશાળી લોકોના નામ ખોટા ખુલાસામાં બહાર આવ્યા હતા તેમને કાયદાકીય રીતે દોષિત સાબિત કરવા ખૂબ મુશ્કેલ બની ગયું હતું. ભારતના જે દોષિતો હ તા એમને પણ ઉની આંચ ની આવી તે અલગ બાબત છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application