દિલ્હી ખાતેના ઇફકોના કાર્યાલયમાં આજે સવારે ૯:૦૦ વાગ્યાથી ૨૧ ડાયરેકટરો માટેની ચૂંટણીના મતદાનનો પ્રારભં થયો છે. આ ચૂંટણીમાં ભાજપે બીપીનભાઈ પટેલ ગોતાના નામનો મેનડેટ આપ્યો છે પરંતુ તેનો અનાદર કરીને સહકારી ક્ષેત્રના દિગ્ગજ નેતા ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા અને પંકજભાઈ પટેલે ફોર્મ ભયુ હોવાથી આ ચૂંટણી ભાજપ સામે ભાજપના જગં સમાન બની ગઈ છે.
રાજકોટ સહિત સમગ્ર રાયના મતદારો દિલ્હી પહોંચી ગયા છે અને સવારે ૯:૦૦ વાગ્યાથી મતદાનની શ થયેલી પ્રક્રિયા સાંજે ચાર વાગ્યા સુધી ચાલશે. દિલ્હીમાં ચૂંટણી છે, પરંતુ આખા ગુજરાતની અને તેમાં પણ ખાસ કરીને સહકારી ક્ષેત્રની તેના પર નજર છે. સહકારી ક્ષેત્રના કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહ છે. લોકસભાની ચૂંટણી વખતે તે જામકંડોરણાની મુલાકાતે આવ્યા ત્યારે આ મામલે કોઈ નિરાકરણ આવશે તેવી આશા હતી પરંતુ ૨૧ બેઠકની ચૂંટણીમાં માત્ર એક બેઠકમાં જ મેન્ડેડ અપાતા ભાજપમાં ભડકો થયો છે. પ્રદેશ પ્રમુખ પાટીલ સામે મોટો પડકાર ઊભો થયો છે અને ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણીએ ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાને સમર્થન આપતા ભાજપનો આંતરિક જગં વધુ જોરદાર બની ગયો છે.
આજે સાંજે ચાર વાગ્યા સુધી મતદાન ચાલુ રહેશે અને ત્યારબાદ મતગણતરી હાથ ધરી પરિણામ જાહેર કરાશે. પરિણામ જાહેર થયા બાદ બળવાખોર ઉમેદવાર ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા અને તેને સમર્થન આપનાર ભાજપના મતદારો સામે શિસ્ત ભંગની કોઈ કાર્યવાહી ભાજપના પ્રદેશના પ્રમુખ પાટીલ કરે છે કે કેમ? તેવા સવાલો અત્યારથી જ પૂછાઇ રહ્યા છે. બીજી બાજુ આ સમગ્ર મામલો કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહના વિભાગનો હોવાથી પાર્ટીનો મેન્ડેટ જાહેર કરતા પહેલા પાટીલે અમિતભાઈ શાહ સાથે વાતચીત કરી તેમની હશે કે નહીં તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે.
ભાજપના એક આગેવાને જણાવ્યું હતું કે જે ઇફકોના મતદારો છે તેમને મેન્ડેટની બજવણી કરવાની જવાબદારી જે તે જિલ્લા ભાજપના પ્રમુખોને આપવામાં આવી હતી પરંતુ આ જ સુધી આવા મેન્ડેટની બજવણી થઈ નથી. આ સમગ્ર મામલો સામાન્ય ચૂંટણી કે બળવાખોરી બાબતનો નથી. પરંતુ દેશ લેવલની મોટી સંસ્થાના રાય લેવલના રાજકારણનો છે તેમ પણ ભાજપના અમુક આગેવાનો જણાવે છે.
આમ પણ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પરિણામો પછી સરકાર અને સંગઠન માળખામાં મોટા પ્રમાણમાં ફેરફારો થશે તેવી વાતો ઘણા સમયથી હવામાં ઘુમરાહી રહી છે. પરંતુ ઇફકોની આ ચૂંટણી પછી તેની અસર અને આટર શોક અનેકને અસર કરશે તેવું બોલાઈ રહ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રજાલક્ષી સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થાય માટે એઆઈ ટેકનોલોજી અસરકાર
November 23, 2024 10:41 AMમહારાષ્ટ્રમાં મહાયુતિને લીડ ઝારખંડમાં JMM+
November 23, 2024 10:31 AMમોરબીના પંચાસર રોડ પરથી પીધેલ હાલતમાં ત્રણ ઝડપાયા
November 23, 2024 09:54 AMરાજકોટ નાગરિક સહકારી બેંકના ચેરમેન વાઈસ ચેરમેનની સર્વાનુમતે થઈ પસંદગી
November 23, 2024 09:52 AMસગીરપુત્રી પર દુષ્કર્મ કરનાર પિતાને ૨૦ વર્ષની કે
November 23, 2024 09:49 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech