કોઇપણ નેતાને લોકસભાની ચૂંટણી લડાવતા પહેલાં તેને વિધાનસભાની ચૂંટણીમાં ઉતારવો જોઇએ કે જેથી પાર્ટીને ખબર પડે કે આ નેતા ગાંધીનગર થી દિલ્હી જઇ શકશે કે નહીં. ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે પાંચ અને આમ આદમી પાર્ટીએ બે વર્તમાન ધારાસભ્યોને ટિકિટ આપી લડાવ્યા છે. હવે તેમની હાલત શું થશે તેની પર બઘાંની નજર છે, કારણ કે ભાજપે એકપણ વર્તમાન ધારાસભ્યને ટિકીટ આપી નથી.
આ ચૂંટણીએ ચાર કેન્દ્રીય મંત્રીઓ અમિત શાહ, મનસુખ માંડવિયા, પરશોત્તમ પાલા અને દેવુસિંહ ચૌહાણનું ભાવિ ઇવીએમમાં બધં કયુ છે. આ સાથે કુલ સાત ધારાસભ્યોના ભાવિ પણ બધં થયાં છે, જો કે આ સાત ધારાસભ્યો ચૂંટણી હારી જાય તો પણ વિધાનસભામાં તો ચાલુ રહી શકે છે, અને જો જીતી જાય તો વિધાનસભા ખાલી કરીને પાર્લામેન્ટમાં જશે.
કોંગ્રેસે બનાસકાંઠા બેઠક પર વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અને વલસાડ બેઠક પર વાંસદાના ધારાસભ્ય અનતં પટેલને મેદાને ઉતાર્યા છે. એવી જ રીતે આણંદની બેઠક પર આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડા, સાબરકાંઠામાં ખેડબ્રહ્માના ધારાસભ્ય તુષાર ચૌધરી અને પંચમહાલ બેઠક પર લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણે ચૂંટણી લડી છે.
કોંગ્રેસના આ પાંચ ધારાસભ્યો ઉપરાંત આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા ભાવનગર અને દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ભચ બેઠક પર મેદાનમાં હતા.કુલ સાત ધારાસભ્યોએ લોકસભાની ચૂંટણી લડી છે ત્યારે મહત્વની બાબત એવી સામે આવી છે કે આ સાત ધારાસભ્યોએ તેમના મતવિસ્તારમાં સૌથી વધુ મતદાન કરાવ્યું છે. ૪થી જૂને મત ગણતરી થશે ત્યારે આ સાત ધારાસભ્યોનું ભાવિ પણ ખૂલવાનું છે. ગુજરાતની ૨૬ પૈકી સુરત લોકસભાની બેઠક ભાજપ બિનહરીફ જીતી ચૂકયું છે. એટલે કે ૨૫ બેઠકો માટે મત ગણતરી થવાની છે
વર્તમાન ધારાસભ્યના વિસ્તારમાં મતદાન
ગેનીબેન ઠાકોર ૬૯.૪૩ ટકા
અનતં પટેલ ૭૪.૬૦ ટકા
અમિત ચાવડા ૭૦.૭૨ ટકા
તુષાર ચૌધરી ૭૧.૩૯ ટકા
ગુલાબસિંહ ચૌહાણ ૫૫.૬૩ ટકા
ચૈતર વસાવા ૮૩.૯૪ ટકા
ઉમેશ મકવાણા ૫૬.૨૧ ટક
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech