આવાસ કૌભાંડનો તપાસ રિપોર્ટ જાહેર; ૨૩ લેટ રદ થશે

  • March 12, 2024 03:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાનગરપાલિકા દ્રારા સાગરનગર અને બેટ દ્રારકા વિસ્તારના ગરીબોને તેમજ ડિમોલિશનના અસરગ્રસ્તોને ફાળવવામાં આવેલા આવાસ યોજના હેઠળના લેટની ફાળવણીમાં કથિત કૌભાંડ થયાના આક્ષેપો વચ્ચે મ્યુનિસિપલ કમિશનર આનદં પટેલના આદેશથી સીટી એન્જિનિયર સ્પેશિયલ દ્રારા આ અંગે ઐંડાણપૂર્વક તપાસ કરીને રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો જે મુજબ ૨૩ લેટની ફાળવણી રદ કરવા પાત્ર થાય છે તેમજ અન્ય ૧૪ લેટમાં તમામ ડોકયુમેન્ટસનું નવેસરથી વેરિફિકેશન કરવાનું થાય છે ત્યારબાદ આગળની કાર્યવાહી કરાશે. એકંદરે નિયમ વિદ્ધ કવાર્ટર મેળવવા પ્રયાસ થયો હોવાનું પ્રથમ દર્શનીય તપાસમાં જાણમાં આવ્યું છે તેવું રિપોર્ટમાં જણાવ્યું છે.

કથિત આવાસ કૌભાંડ મામલે મ્યુનિસિપલ કમિશનરના આદેશથી સ્પેશ્યલ સિટી એન્જીનિયરએ કરેલી તપાસનો રિપોર્ટ તૈયાર થઈ ગયો છે અને તે તપાસ રિપોર્ટ અંગે તત્રં દ્રારા જાહેર કરાયેલી વિગતો અક્ષરશ: નીચે મુજબ છે.શહેરના વોર્ડ નં ૬માં પ્રધુમ્ન પાર્ક પાસે સાગરનગર અને બેટ દ્રારકા સ્લમ વિસ્તાર આવેલ છે. આ વિસ્તારમાં આવેલ તળાવને રીડેવલપ કરીને ત્યાં આઈકોનીક બ્રીજ તેમજ લોકોપયોગી સુવિધાઓ વિકસાવવાનું આયોજન કરવામાં આવેલ છે. આથી સદરહત્પ સ્લમ વિસ્તારના લાભાર્થીઓને સ્ટે.ક.ઠ નં ૬૨૯, તા. ૨૧૦૨૨૦૨૪ અન્વયે (૧) આ વિસ્તારની નજીકમાં આવેલ રાજીવ આવાસ યોજના અંતર્ગત બનાવવામાં આવેલ ગોકુલનગર આવાસ યોજનામાં ૬૮ આવાસો તથા પ્રધાનમંત્રી આવાસ યોજનાના સ્માર્ટઘર–૪(પૂય રવિશંકર મહારાજ ટાઉનશિપ) અંતર્ગત ખાલી રહેલ ૧૨૮ આવાસો મળીને કુલ ૧૯૬ આવાસોમાં સમાવિષ્ટ્ર કરવા, (૨) સાગરનગર અને બેટદ્રારકાના ૧૯૬ ઉપરાંતના લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજનાઅન–ટેનેબલ સ્લમ રીલોકેશન કેટેગરી અંતર્ગત ટી.પી. ૩૧, એફ.પી. ૩૧ ઉપર સ્માર્ટઘર–૬ (શહીદ રાજગુ ટાઉનશીપ) યોજના અંતર્ગત બનાવવામાં આવેલ ૧૫૩૮ આવાસોમાં સમાવિષ્ટ્ર કરવા માટે જરી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવેલ.

સર્વે દરમ્યાન સાગરનગરના ૧૪૮ ઈમલાઓ માટે તા. ૦૫૦૩૨૦૨૪ સુધીમાં ૩૦૪ લાભાર્થીઓના ડોકયુમેન્ટ રજુ થયેલ અને બેટ દ્રારકાના ૮૪ ઈમલાઓ માટે ૧૩૯ લાભાર્થીઓના ડોકયુમેન્ટ રજુ થયેલ જેની સ્લમ રી–ડેવલપમેન્ટ પોલીસી પ્રમાણે ચકાસણી કરવામાં આવેલ.પોલીસી અન્વયે સાગરનગરના ૧૫૪ લાભાર્થીઓ અને બેટ દ્રારકા ના ૩૯ લાભાર્થીઓના ડોકયુમેન્ટ નિયમનુસાર હોય, તેઓની યાદી તૈયાર કરી ડ્રો કરવા માટે રજુ કરવામાં આવેલ.

સ્લમ રી–ડેવલપમેન્ટ પોલીસી પ્રમાણે લાભાર્થીઓ પાસે તેઓ ઝૂપડપટ્ટી વિસ્તારમાં ૨૦૧૦ના તે વિસ્તારમાં રહેતા હોય, તેના ઇલેકિટ્રસીટી બિલ. મતદાર ઓળખ કાર્ડ. સ્લમ સર્વે અથવા રેશન કાર્ડ પૈકી બે પુરાવાઓ હોવા જરી છે. આ ઉપરાંત પોલીસી અન્વયે રચાયેલ સતા મંડળ દ્રારા ઠરાવ ક્રમાંક ૭૨૦ તા. ૨૬૦૨૨૦૨૪થી નીચે મુજબના પુરાવા માન્ય રાખવા મંજુરી આપવામાં આવેલ.૧. બી.પી.એલ. કાર્ડ. ૨.જન્મનો દાખલો. ૩. સ્કુલ લીવીંગ સર્ટીફીકેટ. ૪. ડ્રાઈવિંગ લાઇસન્સ. ૫. બેંક પાસબુક. ૬. સંયુકત ઇલેકિટ્રક મીટર માટેનું સોગંદનામું.

સર્વે દરમ્યાન તા. ૦૫૦૩૨૦૨૪ સુધીમાં સાગરનગરના ૧૪૮ ઈમલાઓ માટે ૩૦૪ લાભાર્થીઓના ડોકયુમેન્ટ રજુ થયેલ અને બેટ દ્રારકાના ૮૪ ઈમલાઓ માટે ૧૩૯ લાભાર્થીઓના ડોકયુમેન્ટ રજુ થયેલ. જેની સ્લમ રી–ડેવલપમેન્ટ પોલીસી પ્રમાણે પુન:ચકાસણી કરવામાં આવેલ. જે પૈકી સાગરનગરના ૧૫૪ લાભાર્થીઓના ડોકયુમેન્ટ અને બેટ દ્રારકાના ૩૯ લાભાર્થીઓના ડોકયુમેન્ટ પ્રાથમિક રીતે યોગ્ય જણાતા, તેઓની તૈયાર કરવામાં આવેલ યાદી પૈકી રાજકોટ મહાનગરપાલિકાના ડેટા બેઝમાંથી મેળવેલ માહિતી મુજબ સાગરનગરના ૨૪ અને બેટદ્રારકાના ૦૭ લાભાર્થીઓના ભળતા નામોની અન્ય પ્રોપર્ટીની વિગતો મળી આવેલ છે. જેની ખરાઈ કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ. વોર્ડ ઓફિસર્સ તથા આવાસ યોજના (ટેકનીકલ) સ્ટાફ દ્રારા તૈયાર થઇ આવેલ રીપોર્ટ મુજબ ઙ ૨૩ કુટુંબો અન્ય જગ્યાએ માલિકી હક્કનું મકાન ધરાવે છે તેવું ધ્યાને આવેલ છે. તેથી નિયમાનુસાર તેમને ફાળવેલ આવાસ રદ કરવાના રહે.


આ ઉપરાંત આવાસ યોજના વિભાગમાં લાભાર્થીઓ દ્રારા રજુ થયેલ તમામ ડોકયુમેન્ટસની ચકાસણી કરવામાં આવતા સાગરનગર અને બેટદ્રારકાના ૧૯૩ લાભાર્થીઓ પૈકી ૧૪ લાભાર્થીઓના ડોકયુમેન્ટસ માં પુન:ચકાસણી, સ્થાનિકે વેરીફીકેશન અને ઓરીજીનલ ડોકયુમેન્ટસ ચકાસવા જરી જણાય છે. તેથી તેઓની ફાળવણી હાલમાં પેન્ડીંગ રાખવામાં આવે છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application