પોરબંદરમાં એ.ટી.એમ. સેન્ટર બહાર છેતરપીંડી કરનાર શખ્શ ઝડપાયો

  • May 13, 2025 03:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરમાં એ.ટી.એમ. સેન્ટર બહાર ડ્રાઇવીંગ સ્કૂલ ચલાવતા યુવાન સાથે ૨૬ હજાર ‚પિયાની છેતરપીંડી કરનાર કુછડીના શખ્શને પોલીસે પકડી પાડયો છે અને સોશ્યલ મીડિયામાં ફોટો વાયરલ કરીને પોલીસે અપીલ કરી છે કે આ શખ્શના ચીટીંગનો કોઇપણ વ્યક્તિ ભોગ બન્યો હોય તો પોલીસનો તાત્કાલિક સંપર્ક સાધે તેવી અપીલ થઇ છે.
ડ્રાઇવીંગ સ્કૂલ ચલાવતા યુવાન સાથે થઇ હતી છેતરપીંડી
પોરબંદરમાં શ્યામ ડ્રાઇવીંગ સ્કૂલ ચલાવતા નિરજ અશોક મોઢાને બિમારી સબબ જામનગરની હોસ્પિટલમાં બતાવવા જવાનું હતુ અને ત્યાં કેસલેસ સારવાર હોવાથી બેન્ક એકાઉન્ટમાં ‚પિયા જમા કરાવવા એ.ટી.એમ. સેન્ટર ખાતે ગયો ત્યારે કુછડીના એક સંજય હિતેશ ઓડેદરાએ છેતરપીંડી કરીને એસ.બી.આઇ.  યોનો એપ્લીકેશનની મદદથી પૈસા જમા થયાનો મેસેજ બતાવી ‚ા. ૨૬ હજારની છેતરપીંડી કરી હતી. ગુન્હો દાખલ થયા બાદ પોલીસે તેને પકડી પાડયો હતો અને તેણે અન્ય અનેક લોકો સાથે આ પ્રકારની છેતરપીંડી કરી હોવાનું બહાર આવ્યુ હતુ.
પોલીસની જાહેર જનતાને અપીલ
પોરબંદર શહેરની જાહેર જનતાને અપીલ  કરવામાં આવે છે કે સંજય હિતેષ ઓડેદરા રહે. કુછડીગામ વાડી વિસ્તારવાળો એ.ટી.એમ. તથા બેંકોની બહાર ઉભો રહી લોકોને પોતાની વાતોમાં ફોસલાવી લલચાવી પૈસા માંગી ઓળવી જાય છે. વાયદા કરી પૈસા  પરત આપતો નથી અને છેતરપીંડી કરી ઠગાઇ કરે છે. જેથી ઉપરોકત ઇસમની લાલચનો ભોગ બનનાર જનતાને લાગુ પડતા પોલીસ સ્ટેશનનો સંપર્ક  કરવા નમ્ર અપીલ છે. હાલ મજકુર વિ‚ધ્ધ કીર્તિમંદિર પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરેલ છે. જેની તપાસ  પોલીસ સબ ઇન્સ્પેકટર યુ.જે. રાણા કરે છે. 
આથી પોરબંદર શહેરની જાહેર જનતાને નમ્ર અપીલ  છે કે આવા સંજય હિતેષઓડેદરા જેવા કોઇપણ અજાણ્યા ઇસમ સાથે તેની વાતોમાં આવીને કોઇપણ જાતની પૈસાની લેતીદેતી કરવી  નહી અને તેની સાથે કોઇ રોકડ વ્યવહાર  કરવો નહી અને જો આવી કોઇપણ છેતરપીંડીનો ભોગ બનેલ હોય તો તુરંત જ નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવી. પોરબંદર પોલીસ હંમેશા આપની સેવામાં તત્પર છે. પોલીસ સબ ઇન્સ્પેકટર યુ.જે. રાણાના મો. ૯૮૨૪૬ ૩૫૧૦૩ ઉપર સંપર્ક સાધવા જણાવાયુ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News