સંભલ મસ્જિદ સરવે દરમિયાન હિંસાની આગ હજી ઠરી નથી ત્યાં જ હિન્દુ સેનાએ દિલ્હીની જામા મસ્જિદનો સરવે કરવા માગ કરી છે. હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ ભારતીય પુરાતત્વ વિભાગના ડાયરેક્ટર જનરલને પત્ર લખી જામા મસ્જિદનો સરવે કરવા માગ કરી છે. જો કે આ માગને શાસન પ્રશાસન તરફથી કેટલું મહત્વ આપવામાં આવે છે તે કહેવું મુશ્કેલ છે.
વિષ્ણુ ગુપ્તાએ કહ્યું છે કે, ઔરંગઝેબના જીવનચરિત્રમાં લખેલું છે કે જ્યારે ખાન જહાં બહાદુરે મંદિરોને તોડ્યા, તેમને લૂંટ્યા અને મૂર્તિઓને ખંડિત કરી ત્યારે બાદશાહ ખૂબ જ ખુશ હતો. જે બાદ ખંડિત મૂર્તિઓના અવશેષો બળદગાડા દ્વારા દિલ્હી મોકલવામાં આવ્યા હતા. હિંન્દુ સેના ઇચ્છે છે કે, જામા મસ્જિદનો સરવે કરવામાં આવે અને તે મૂર્તિઓને બહાર કાઢીને મંદિરોમાં પુનઃસ્થાપિત કરવામાં આવે અને ઔરંગઝેબની ક્રૂરતા અને મંદિરને તોડી પાડવાનું સત્ય પણ દુનિયા સમક્ષ ઉજાગર થાય.
અજમેર શરીફ દરગાહ હિન્દુ મંદિર હોવાનો દાવો કરે છે
અગાઉ રાજસ્થાનની અજમેર શરીફ દરગાહને હિન્દુ મંદિર હોવાનો દાવો કરવામાં આવ્યો છે. હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાનું કહેવું છે કે, અજમેર દરગાહને ભગવાન શ્રી સંકટમોચન મહાદેવ વિરાજમાન મંદિર તરીકે જાહેર કરવામાં આવે. તેમજ દરગાહ કમિટિનું અનઅધિકૃત અતિક્રમણ દૂર કરી તેના ASI સરવે કરાવવો જોઈએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળિયા નજીક ગ્રામ્ય વિસ્તારમાં માનસિક અસ્વસ્થ યુવાને આપઘાત કર્યો
December 04, 2024 01:35 PMખંભાળિયા-દ્વારકા માર્ગ પર બાઈક સ્લીપ થઈ જતા સતવારા યુવાનનું કરુણ મૃત્યુ
December 04, 2024 01:33 PMબાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચારનો ખંભાળિયામાં કરાશે વિરોધ
December 04, 2024 01:30 PMજસાપર પ્રાથમિક શાળાનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો
December 04, 2024 01:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech