માત્ર બે દિવસના સમયગાળા માં જ ડિસેમ્બર માસના પ્રારંભે ૧ કરોડ ૨૨ લાખ થી વધુની વીજચોરી ઝડપી લેવાઇ: બીજા દિવસે ૩૮ વિજ ચેકીંગ ટુકડી દ્વારા ૭૯ વિજ જોડાણમાંથી વધુ રૂપિયા ૬૪.૫૦ લાખની વીજ ચોરી પકડી લેવાઇ
જામનગર શહેર લાલપુર તેમજ જામજોધપુર પંથકમાંથી સોમવારે વીજ તંત્ર દ્વારા ફરીથી વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, અને ૩૯ વિજ ચેકીંગ ટુકડીઓને દોડતી કરાવાઈ હતી. જે ચેકિંગ દરમિયાન ૯૨ વિજ જોડાણમાંથી રૂપિયા ૫૭.૬૨ લાખ વીજ ચોરી પકડી લેવાયા બાદ ગઈકાલે મંગળવારે જામનગર તાલુકા ના કેટલાક વિસ્તાર અને કલ્યાણપુર પંથક માંથી વધુ ૬૪.૫૦ લાખની વિજ ચોરી ઝડપી લેતાં બે દિવસમાં જ વીજ ચોરીનો કુલ આંક ૧ કરોડ ૨૨ લાખને પાર પહોંચ્યો છે.
જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી ની ચેકિંગ ડ્રાઇવ દ્વારા ગઈકાલે મંગળવારે સવારે સતત બીજા દિવસે વિજ ચેકિંગ ચાલુ રખાયું હતું, અને જામનગર તાલુકાના સિક્કા, ઝાખર, સીંગચ, જોગવડ, મેઘપરઝ દરેડઝ દડીયા સહિતના જામનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારો ઉપરાંત કલ્યાણપુર તાલુકાના ગઢકા, રાવલ, ભાટિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
કુલ ૩૮ જેટલી વિજ ચેકિંગ ટુકડીને વહેલી સવારથી દોડતી કરવામાં આવી હતી, જેના માટે ૦૯ નિવૃત આર્મી મેન અને ૨૭ લોકલ પોલીસમેંનને મદદમાં જોડવામાં આવ્યા હતા. સમગ્ર દિવસ દરમિયાન કુલ ૪૧૩ વીજ જોડાણ ચેક કરવામાં આવ્યા હતા. જે પૈકી ૭૯ વિજ જોડાણમાંથી ગેરરીતી મળી આવી છે, અને તેઓને રૂપિયા ૬૪.૫૦ લાખના વિજચોરીના પુરવણી બિલો અપાયા છે. વીજ તંત્ર દ્વારા માત્ર બે દિવસ દરમિયાન ૧ કરોડ ૨૨ લાખ થી પણ વધુની વિજ ચોરી ઝડપી લેવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં એક વર્ષમાં હાર્ટએટેકના ૬૨૫ કેસ : ૩૮ મૃત્યુ
January 24, 2025 05:34 PMજામ્યુકોના એસ્ટેટ અધિકારીઓ ટાઉનહોલના સીટી બસ સ્ટેન્ડ પર એક નજર તો કરો..
January 24, 2025 05:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech