BREAKING NEWS

ગોંડલ ગણેશની બદનક્ષીની ફરિયાદમાં નિર્ભય ન્યૂઝ ચેનલ સામે સખત પગલાં ન લેવા હાઇકોર્ટનો હુકમ

  • June 03, 2026 05:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગણેશ ગોંડલની બદનામી થાય તેવા સમાચાર પ્રસિદ્ધ કરવા સામે નિર્ભય ન્યૂઝ ચેનલ સામે દાખલ કરવામાં આવેલી બદનક્ષીની ફોજદારી ફરિયાદ મામલે હાઈકોર્ટ નિર્ભય ન્યુઝને વચગાળાની રાહત આપી નિર્ભય ન્યૂઝને ફોજદારી ફરિયાદમાં સખત પગલાઓ નહી લેવા આદેશ કર્યો છે.


વધુ વિગત મુજબ વર્ષ 2024માં જુનાગઢ સ્થિત રાજુભાઈ સોલંકી દ્વારા ગણેશ ગોંડલ સહિત અન્યો વિરુદ્ધ નોંધાયેલા ફોજદારી કેસમાં એટ્રોસિટી કાયદા સહિત આઇપીસીની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયેલો હતો, જે અંગે નિર્ભય ન્યૂઝ દ્વારા પણ સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા હતા. જેમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ચેનલે સમાચાર પ્રસારણ દરમિયાન ફરિયાદીના વર્તન અંગે ટીકાત્મક શબ્દપ્રયોગ કર્યો હતો.


ત્યારબાદ ગણેશ દ્વારા નિર્ભય ન્યૂઝ ચેનલ સામે 100 કરોડનો બદનક્ષીનો ગોંડલની કોર્ટમાં દાવો કરી ફોજદારી ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી, જે ફોજદારી કેસમાં અદાલતે નિર્ભય ન્યુઝને સમન્સ પાઠવતા, હાઇકોર્ટમાં દાદ માંગવામાં આવી હતી. જેમાં નિર્ભય ન્યૂઝ તરફથી રજૂઆત કરવામાં આવી છે કે ચેનલ દ્વારા જે કંઈ પ્રસારિત કરવામાં આવ્યું હતું, તે તત્કાલીન નોંધાયેલા ગુના, ધરપકડ અને જાહેર ક્ષેત્રમાં ઉપલબ્ધ માહિતીના સંદર્ભમાં સમાચાર પ્રસારણ તરીકે કરવામાં આવ્યું હતું અને તેનો હેતુ જાહેર હિતમાં માહિતી આપવાનો હતો.


નિર્ભય ન્યૂઝના વકીલની દલીલ બાદ ગુજરાત હાઈકોર્ટ દ્વારા નિર્ભય ન્યૂઝને વચગાળાની રાહત આદેશ અનુસાર, બદનક્ષીની ફોજદારી ફરિયાદમાં અરજદારો સામે હાલ કોઈ કોરોસીવ સ્ટેપ્સ લેવામાં નહીં આવે. આ ઇન્ટરિમ રાહત માત્ર ફોજદારી બદનક્ષીની ફોજદારી ફરિયાદ સંબંધિત છે. જ્યારે જણાવ્યા મુજબનો રૂ. 100 કરોડનો સિવિલ ડેમેજ ક્લેઇમ અલગથી કોર્ટ સમક્ષ પેન્ડિંગ છે. અને અંતિમ નિર્ણય આવવાનો બાકી છે. આ કામે નિર્ભય ન્યૂઝ ચેનલ વતી એડવોકેટ મૌલિક સોની, સંજય પંડિત, દિનેશ પાતર, બીનીતા પટેલ અને અરૂણ સિન્ઘલ રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News