હેલ્મેટના કાયદાની કડક અમલવારી માટે હાઈકોર્ટે સરકારને કર્યેા આદેશ

  • August 08, 2024 11:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમદાવાદ શહેરમાં દ્રિચક્રી વાહન ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત કરવાની સાથે પાછળ બેસનાર તમામ લોકોને હેલ્મેટ પહેરવી જરી બનશે.ગુજરાત હાઇકોર્ટ દ્રારા એક મહત્વનો આદેશ આપવામાં આવ્યો છે. આ આદેશ રાય સરકાર એએમસી, નેશનલ હાઇવે ઓથોરિટી અને પોલીસને આ લાગુ થશે. આ આદેશ અંતર્ગત રોંગ સાઈડ ડ્રાઇવિંગ, હેલ્મેટના નિયમો અંગે વાત કરવામાં આવી છે. હાઇકોર્ટે આદેશ કર્યેા છે કે હેલ્મેટના નિયમોનું ચુસ્તપણે અને ફરજિયાત પાલન કરાવવામાં આવે તેમજ ટુ વ્હીલર ચાલક અને પાછળ બેસનાર પિલિયન રાઇડર માટે પણ હેલ્મેટ ફરજિયાત કરવાની સાથે નેશનલ હાઈવે ઓથોરિટીને આદેશ કરવામાં આવ્યા છે કે ૧૫ દિવસમાં એસજી હાઇવે પર જરી સર્વિસ રોડ બનાવવામાં આવે.
ગુજરાત હાઇકોર્ટે ટ્રાફિકના નિયમોના પાલનના મુદ્દાને ગંભીરતાથી લેતાં ટકોર કરી હતી કે, હજુ લોકો હેલ્મેટ પહેરતા નથી, ટુવ્હિલર વાહનો માટે હેલ્મેટ ફરજિયાત છે. હેલ્મેટ લઇને બેદરકારી રાખશો નહીં, ફરજિયાત પાલન કરાવો. એટલું જ નહી પાછળ બેસનાર માટે પણ હેલ્મેટ ફરજિયાત પહેરવાનો આદેશ કર્યેા હતો.
વધુમાં ટકોર કરતાં કહ્યું હતું કે, ૧૫ દિવસમાં એસજી હાઇવે પર જરી સર્વિસ રોડ બનાવવામાં આવે અને રોંગ સાઇડમાં ડ્રાઇવિંગ કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવે. રોડનું પ્લાનિંગ અને ટ્રાફિક નિયમન બાબતે વૈજ્ઞાનિક અભિગમ વિના કામગીરી ના થવી જોઈએ. અધિકારીઓ મનસ્વી વર્તશે તો ચલાવી લેવામાં નહી આવે. હાઇકોર્ટ દ્રારા પોલીસ ઓથોરિટીને આદેશ કરવામાં આવ્યો છે કે, ટ્રાફિકની સમસ્યાના સમાધાન માટે પોલીસમાં ભરતી પ્રક્રિયા જલ્દીથી પૂર્ણ કરવામાં આવે. તેમજ કોર્ટે કહ્યું, સીસીટીવી કેમેરાની મદદથી માત્ર ચલણ કાપવાથી કાયદાની યોગ્ય અમલવારી નહીં થઈ શકે.
અધિકારીઓ મનસ્વી રીતે વર્તશેએ પણ ચલાવી નહીં લેવાય. નાગરિકોને એમની જવાબદારીનું ભાન કરાવવું એ સરકારનું કામ છે. નેશનલ હાઇવેથી શહેરને મળતા રસ્તાઓ ઉપરના ટ્રાફિક નિયમન બાબતે પણ ટકોર કરતાં આદેશ આપ્યો છે કે, હાઇવે પર થતા અકસ્માતોના આંકડા ચોંકાવનારા છે. રોડનું પ્લાનિંગ અને ટ્રાફિક નિયમન બાબતે વૈજ્ઞાનિક અભિગમ વિના કામગીરી ના થવી જોઈએ.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application