મોમાઇ નગર, ગાંધીનગર વિસ્તારના રહેવાસીઓએ પાણી નિકાલમાં અવરોધપ કરનારા સામે કાર્યવાહી કરવા માંગ
શહેરના મોમાઇનગર ગાંધીનગર વિસ્તારમાં એક જગ્યા ઉપર કેટલાક લોકોએ ગેરકાયદે દબાણ કર્યા હોવાનો આક્ષેપ કરીને તેઓની સામે લેન્ડ ગ્રેબીંગ મુજબ પગલા લેવા આ વિસ્તારના રહેવાસીઓએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું છે.
આ વિસ્તારના રહેવાસીઓએ આવેદનપત્રમાં જણાવ્યું છે કે વરસાદી પાણીનો નિકાલમાં કેટલુક બાંધકામ સરકારી જમીનમાં થઇ ગયુ છે તેને કારણે ચોમાસામાં અવરોધ થાય છે, બાંધકામના કારણે પાણીને નીકળવાની જગ્યા મળતી નથી, ચોમાસામાં ઘરમાં પાણી ભરાઇ જાય છે, કોર્પોરેશન દ્વારા અમારા વિસ્તારમાં ભૂગર્ભ ગટરનું કામ મંજુર કરેલ છે અને આ કામ પુર્ણ થયેલ છે. પરંતુ થોડા વરસાદમાં જ પાણી ભરાઇ જવાથી ગટરના ઢાંકણા ખોલવા પડે છે જેના કારણે બાળકોના જીવ જોખમમાં મુકાય છે. માટે આ ગેરકાયદેસર રીતે બની ગયેલા બાંધકામ દુર કરવા અમારી માંગણી છે. સરકારી અને રોડની જગ્યામાં ગેરકાયદેસર રીતે દબાણ કરી બાંધકામ કરનારાઓ સામે લેન્ડ ગ્રેબીંગ કાયદા મુજબ ફરિયાદ નોંધવા અમારી માંગણી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application