BREAKING NEWS

આગામી ચાર-પાંચ દિવસમાં ગરમીમાં પાંચ ડિગ્રી સુધીના વધારાનું એલર્ટ તો પણ ભેજનું પ્રમાણ વધવાની ચેતવણી

  • February 28, 2026 10:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પવનની દિશા બદલાતા અને ગુજરાત પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા છેલ્લા બે દિવસથી ગરમીમાં મામુલી રાહત મળી રહી છે. પરંતુ હવે ફરી ગરમીમાં વધારો થશે અને આગામી તારીખ 4 અને 5 ના રોજ ગુજરાત માટે ગરમી તથા ભેજવાળા વાતાવરણનું એલર્ટ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે.

હવામાન વિભાગની આગાહીમાં જણાવ્યાં મુજબ આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાતમાં મહત્તમ તાપમાનનો પારો ત્રણથી પાંચ ડિગ્રી જેટલો વધશે અને અનેક જગ્યાએ 38 ડિગ્રી આસપાસ ગરમી પહોંચી જશે.

અત્યારે તો સમગ્ર રાજ્યમાં સૌથી ઊંચું તાપમાન શુક્રવારે રાજકોટમાં 33.8 ડિગ્રી નોંધાયું હતું. ઓખા અને પોરબંદરમાં માત્ર 30 ડીગ્રી મહત્તમ તાપમાન રહેવા પામ્યું હતું. વેરાવળમાં 28.8 ભાવનગરમાં 29.7 દ્વારકામાં 28.9 કંડલામાં 31.3 અને નલિયામાં 31 ડિગ્રી તાપમાન ગઈકાલે નોંધાયું હતું. હવે આજથી ગરમીના પ્રમાણમાં વધારો શરૂ થશે અને પાંચ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રીનો વધારો થશે.

દરિયાકાંઠાના વિસ્તારોમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાન રાજ્યના અન્ય વિસ્તારોની સરખામણીએ ઘણું ઓછું છે. પરંતુ આવતીકાલથી દરિયાકાંઠાના વિસ્તારો સહિતના સમગ્ર રાજ્યમાં લઘુતમ અને મહત્તમ તાપમાનમાં વધારો થશે. ભેજવાળું અને ગરમ વાતાવરણ લોકોને અકળાવશે તેવી ચેતવણી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.

ઉપરાઉપરી બબ્બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે શિયાળાની વિદાય અટકી પડી છે. આ ઉપરાંત લો પ્રેશર સિસ્ટમના કારણે દક્ષિણના રાજ્યોમાં વરસાદ પડે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જમ્મુ કશ્મીર લદાખ હિમાચલ પ્રદેશમાં વરસાદ પડે છે. પરંતુ હવે ફરી ગરમીના દિવસો આવી રહ્યા હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application