કાલાવડ રોડ ઉપર ફુગ્ગા વેચતા ફેરિયા–ભિક્ષુકોનો ત્રાસ

  • January 01, 2024 04:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકાના વેસ્ટ ઝોનમાં વોર્ડ નં.૮ અને વોર્ડ નં.૧૦ના કાલાવડ રોડ ઉપર ઘણાં સમયથી ફુગ્ગા અને રમકડાં વેંચતા ફેરિયાઓ તેમજ ભિક્ષુકોનો અસહ્ય ત્રાસ છે તેમ છતાં મહાપાલિકા તત્રં અહીંથી આ ન્યુસન્સ દૂર કરતું નથી. અહીં ટ્રાફિક સિલ ઉપર વાહન ઉભુ રહે કે તુરતં જ ભિક્ષુકો આવે છે અને કાર હોય તો બારીના કાચ ખખડાવી અને ટુ વ્હીલર ચાલકો પાસે સતત કરગરતા રહીને ભીખ માંગે છે અને સામેની વ્યકિત કંટાળીને પૈસા આપે પછી જ રવાના થાય છે ! યારે ફુગ્ગા અને રમકડાં વેંચતા પરિવારો તો તેમની દિવસ અને રાતની તમામ દૈનિક ક્રિયા ફટપાથ અને રોડ ઉપર પડા પાથર્યા રહીને કરે છે.

ચા પાણીની હોટેલો, પાનની દુકાનો, ખાણી પીણીના ધંધાર્થીઓની દુકાનોની આજુબાજુ ૨૪ કલાક આવા તત્વો પડા પાથર્યા રહે છે અને દુકાનોએ આવતા ગ્રાહકોને ત્રાસ આપતા રહે છે. સમગ્ર કાલાવડ રોડ ઉપર દરેક ચોકમાં અને તેમાં પણ મુખ્યત્વે કેકેવી ચોકથી કોટેચા ચોક અને યુનિવર્સિટી રોડ ઉપર કોટેચા ચોકથી ઇન્દિરા સર્કલ સુધીના વિસ્તારમાં દરેક ટ્રાફિક સિલ પાસે, ટ્રાફિક સર્કલની અંદર અને આજુબાજુ, રહેણાંક સોસાયટીની શેરીઓના કોર્નર ઉપર, સિટી બસના સ્ટોપ્સ, ઓટો રિક્ષા સ્ટેન્ડસ, પીજીવીસીએલના ટ્રાન્સફોર્મર્સ ફરતે ૨૪ કલાક પડા પાથર્યા રહેતા ફુગ્ગા તેમજ અન્ય રમકડાંઓ વેંચતા ફેરિયાઓ તેમજ ભિક્ષુકોથી રહીશો અને વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠા છે. આવા તત્વોનું દબાણ હટાવવું મહાપાલિકાના કાર્યક્ષેત્રમાં જ આવતું હોવા છતાં દબાણ હટાવ સ્ટાફ કોઇ કાર્યવાહી કરતો નથી એટલું જ નહીં ઉચ્ચ અધિકારીઓ અને મુખ્ય પદાધિકારીઓ પણ તેમને આ મામલે કઇં કરવા આદેશ તો દૂર સુચના પણ આપતા નથી. દરમિયાન રહીશોએ જણાવ્યું હતું કે તેમણે આ મામલે મહાપાલિકાના દબાણ હટાવ અધિકારી પરબત બારીયાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે હત્પં રજા ઉપર છું અને બહારગામ છું આવીને તમારી ફરિયાદ બાબતે જોઇ લઇશ, યારે ફરી અન્ય નાગરિકોએ ફોન કરતાં તેમણે કહ્યું હતું કે ચાલો ટીમ મોકલું છું પરંતુ કલાકો સુધી રાહ જોવા છતાં કોઇ ટીમ આવી ન હતી.
મહાપાલિકા તંત્રએ આવા ઘરવિહોણા નાગરિકો અને ભિક્ષુકો માટે જ કરોડો પિયાના ખર્ચે નાઇટ શેલ્ટર (રેન બસેરા)નું નિર્માણ કયુ છે પરંતુ આ નાઇટ શેલ્ટર વર્ષના બારે મહિના ખાલી પડા રહે છે અને ફટપાથો તથા રાજમાર્ગેા ઉપર બારે મહિના આવા લોકો તેમની ઘર વખરી સાથે દબાણપ રીતે પડા રહીને ટ્રાફિકને અવરોધે છે તેમજ અન્ય નાગરિકોને ત્રાસ આપી શહેરની સુંદરતા બગાડે છે. આ સમસ્યા ઉકેલવા દબાણ હટાવ શાખા, વિજિલન્સ પોલીસ બ્રાન્ચ અને પ્રોજેકટ બ્રાન્ચ સાથે મળીને કાલાવડ રોડ અને યુનિવર્સિટી રોડ ઉપર તાત્કાલિક અસરથી મેગા ડ્રાઇવ કરે તેવી પ્રબળ લોકમાંગણી ઉઠવા પામી છે.


મહાપાલિકામાં ફરિયાદો કરીને થાકયા, કોઇ આવતું નથી: દુકાનદાર વેપારીઓ

કાલાવડ રોડ ઉપરના વોર્ડ નં.૮ અને વોર્ડ નં.૧૦ના દુકાનદાર વેપારીઓએ જણાવ્યું હતું કે તેઓ ફુગ્ગા વેંચતા ફેરિયાઓ–ભિક્ષુકોના મામલે મહાપાલિકામાં ફરિયાદો કરીને થાકયા છે છતાં કોઇ આવતું નથી, ઉલટું હવે ફરિયાદ કરવા જઇએ તો કહે છે કે અમને અત્યાર સુધીમાં કયારેય આવી ફરિયાદ મળી નથી ! આવી ફરિયાદ કરનાર તમે પહેલાં વ્યકિત છો ! કોલ સેન્ટર, આરએમસી ઓન વોટસ એપ, ટોલ ફ્રી નંબર જેવી સેવા તો શોભાના ગાંઠિયા જેવી છે.


દબાણ હટાવવાની કામગીરી દિવસે પણ થતી નથી, નાઇટ ડ્રાઇવ ભૂતકાળ: રહીશો

દબાણ હટાવ સ્ટાફ દ્રારા નાઇટ ડ્રાઇવ પણ કરાતી હતી પરંતુ હવે તે વાત ભૂતકાળ છે. અગાઉ વોર્ડ નં.૮ અને વોર્ડ નં.૧૦માં કાલાવડ રોડ તેમજ યુનિવર્સિટી રોડ ઉપર રાત્રે હોટેલ્સ અને રેસ્ટોરન્ટસએ બહાર રસ્તા ઉપર પાથરેલા ટેબલ–ખુરશીઓ જ કરાતા, ઇન્દિરા સર્કલ જેવા વિસ્તારની રાત્રી બજારોમાંથી રેંકડીઓ જ કરાતી હતી. ફુગ્ગા વેંચતા ફેરિયાઓ અને ભિક્ષુકો હવે તો ૨૪ કલાક રોડ ઉપર ટ્રાફિકને નડતરપ પડા પાથર્યા રહે છે તેમ રહીશો જણાવી રહ્યા છે.


સમાજ સુરક્ષા–પોલીસ સાથે સંકલનની જવાબદારી મહાપાલિકાની છે: મતદારો

ફુગ્ગા વેંચતા ફેરિયાઓ યાં ઉભા રહી ફુગ્ગા વેંચે છે ત્યાં જ પડા પાથર્યા રહે છે અને લઘુશંકા, કુદરતી હાજત વિગેરે ત્યાં જ કરે છે તેમ છતાં દબાણ હટાવ શાખા આ મામલે મહાપાલિકાની અન્ય શાખા જેવી કે વિજિલન્સ પોલીસ બ્રાન્ચ અને પ્રોજેકટ શાખા ઉપર અથવા તો અન્ય સરકારી વિભાગો જેવા કે સમાજ સુરક્ષા વિભાગ અને શહેર પોલીસ વિભાગ ઉપર દોષનો ટોપલો ઢોળે છે. એકંદરે જવાબદારી જેની હોય તેની આ સમસ્યા ઉકેલવાનું સંકલન કરવાની જવાબદારી મહાપાલિકાની જ છે તેમ મતદારો જણાવી રહ્યા છે.


મહાપાલિકાએ ફૂટપાથ અમારા માટે બનાવી કે ફેરિયાઓ માટે? મ્યુનિસિપલ કરદાતાઓ

કાલાવડ રોડના મિલ્કતધારકો જણાવે છે કે તેઓ દર વર્ષે મહાપાલિકાને કરોડો પિયાની રકમ મિલકત વેરા પેટે ચૂકવે છે તેમ છતાં યારે ફુગ્ગા વેંચતા ફેરિયાઓ તેમજ ભિક્ષુકોનું ન્યુસન્સ ફટપાથ ઉપરથી દૂર કરવા જેવી સામાન્ય સમસ્યાઓ અંગે ફરિયાદો કરે તો પણ ઉકેલાતી નથી. મહાપાલિકા ફટપાથ પણ દબાણમુકત કરાવી શકતી નથી, ખરેખર ફટપાથ નાગરિકો માટે છે કે આવા ન્યુસન્સ ફેલાવતા તત્વોને રહેવા માટે ? તે સમજાતું નથી. કાલાવડ રોડના મોનિગ અને ઇવનિંગ વોકર્સને રખડું ઢોર અને કૂતરા કરતા વધુ ડર પાછળ પડતા ફેરિયાઓ અને ભિક્ષુકોથી લાગે છે !



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application