BREAKING NEWS

હત્યા-લૂંટ સહિતના ગુનાઓમાં સંડોવાયેલી થોરાળાની શામજી મકા ગેંગ સામે ગુજસીટોક

  • April 22, 2026 08:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરમાં વધુ એક ગેંગ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાંચે થોરાળા વિસ્તારની શામજી મકા ગેંગના ૧૨ શખસો સામે આકરી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. જેમાં આઠ શખસોને ઝડપી લેવાયા છે જયારે સૂત્રધાર સહિત ચારની શોધખોળ ચાલી રહી છે. આ ગેંગ સામે હત્યા, લુંટ, જમીન પચાવી પાડવી સહિતના ૨૨ ગંભીર ગુના સહિત કુલ ૩૭ ગુના નોંધાઇ છે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા અને એડી. સીપી ચૈતન્ય માંડલીકની સીધી દેખરેખ હેઠળ આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. આ ગેંગ દ્વારા વર્ષ ૨૦૧૬ થી ૨૦૨૪ દરમિયાન સતત સક્રિય હતી. આ ટોળકી દ્વારા ગોકુલપરા અને થોરાળા વિસ્તારમાં પોતાની ધાક જમાવી રાખી હતી. સામાન્ય નાગરિકોમાં ભયનું વાતાવરણ ઊભું કરી, તેઓ ગેરકાયદેસર મંડળી રચી હિંસક
હુમલાઓ અને મિલકત પચાવી પાડવાની પ્રવૃત્તિઓ કરતા હતા.
આ ગેંગનો મુખ્ય સૂત્રધાર શામજી મકવાણા છે, જે પોતાના ૧૧ સાગરીતો સાથે મળીને સંગઠિત રીતે ગુનાઓ આચરતો હતો. આ ટોળકી સામે ખૂન, ખૂનની કોશિશ, ગંભીર ઈજા, લૂંટ, રાયોટિંગ અને સરકારી કર્મચારીની ફરજમાં રુકાવટ જેવા અનેક ગુનાઓ નોંધાયેલા છે. ગેંગને ડામી દેવા ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા અને એસીપી (ક્રાઈમ) ભરત બસીયાના માર્ગદર્શન હેઠળ વિવિધ ટીમો બનાવવામાં
આવી હતી. ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ એમ. આર. ગોંડલીયા અને એમ.એલ.ડામોર અને સી. એચ.જાદવની રાહબરીમાં પીએસઆઈ સી.જે.જાડેજા અને તેમની ટીમે આ ગેંગના સભ્યોના લોકેશન મેળવી દરોડા પાડયા હતા. આ કાર્યવાહીમાં અત્યાર સુધીમાં ૮ જેટલા મુખ્ય આરોપીઓની ઘરપકડ કરવામાં આવી છે, જેમાં દેવશી મકા મકવાણા (રહે.થોરાળા શેરી નં. ૧), દિલીપ ઉર્ફે દિલો પ્રેમજી ચૌહાણ (રહે થોરાળા મેઈન રોડ), ચિરાગ ઉર્ફે ભયલુ શામજી મકવાણા (રહે ગોકુલપરા શેરી નં.
૫), કિરણ મોહન ખીમસૂરિયા ( રહે. થોરાળા શેરી નં. ૪), અજય રાજુ જાદવ (રહે.કૃષ્ણ પાર્ક સોસાયટી-૩),
ગૌતમ ઉર્ફે ગોગો ઘરમશી ભારૈયા (રહે. કસ્તુરબા હરીજનવાસ), નાગેશ ઉર્ફે લાલો શામજી મકવાણા (ગોકુલપરા શેરી નં. ૫) અને મેહુલ કનુ સોલંકી (રહે. ગોકુલપરા શેરી નં. ૧ પાછળ) નો સમાવેશ થાય છે. જ્યારે મુખ્ય સૂત્રધાર સહિત ચાર શખ્સોની શોધખોળ ચાલુ છે. ગેંગ દ્વારા શહેરમાં ગંભીર પ્રકારના ૨૨ સહિત કુલ ૩૭ ગુના આચરેલ છે. ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવાએ
છ મહિનામાં મહિનામાં છ ગેંગ સામે ગુજસીટોક
શહેર પોલીસે છેલ્લા છ માસમાં છ ગેંગ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી છે. જેમાં પેંડા ગેંગના ૧૭ આરોપી, મુર્ગા ગેંગના ૨૧ આરોપી, બાટલી ગેંગના ૧૪ આરોપી, ઓડિયા ગેંગના ૧૦ આરોપી, ઈભલા ગેંગના ૭ આરોપી અને શામજી મકા ગેંગના ૧૨ આરોપીનો સમાવેશ થાય છે.
જણાવ્યું હતું કે, આ ગેંગ દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓથી મેળવેલી મિલકર્તા અને ગેરકાયદેસર વસાવેલા મકાનો સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ કાર્યવાહીથી રાજકોટના ગુનાહિત તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News