રાજકોટશહેરમાં છાસવારે કાયદો હાથમાં લેનાર કુખ્યાત ઇભલા ગેંગ સામે પોલીસે કડક કાર્યવાહીના ભાગપે ગુજસીટોકનું શક્ર ઉગામ્યું છે. ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાની માર્ગદર્શનમાં આ છઠ્ઠી ગેંગ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, એડી. સીપી ચૈતન્ય મંડલીક દ્રારા શહેર વિસ્તારમાં ઇભલા ગેંગ નામની ટોળકીના સાગરીતો દ્રારા ખુનની કોશિશ, ધમકીઓ, અપહરણ, લુંટ કરવી, ગેરકાયદેસર મંડળ રચી હત્પમલા કરવા, ધરફોડ ચોરીઓ, ફરજમાં કાવટ, તેમજ દા જેવા ગંભીર ગુનાઓ આચરી લોકોમાં ભયનું વાતાવરણ ઉભુ કરી પોતાના બદઇરાદા પાર પાડતા હોય જેથી આ સંગઠીત ગુના આચરતી ટોળીને નિયંત્રણમાં લેવા માટે ગંભીર પ્રકારના ગુન્હાઓ આચરતા શખસોનો ગુન્હાહિત ઇતિહાસ મેળવી ગંભીર ગુન્હાઓ કરવામાં તેઓને કયા કયા આરોપીઓની મદદ મેળવેલ તથા કોની કોની સાથે તે સળગં ગુન્હાઓ આચરે છે તેની માહિતી મેળવવા આપેલ સુચનાથી ડીસીપી (કાઇમ) જગદીશ બાંગરવાના માર્ગદર્શન હેઠળ એસીપી (કાઇમ) ભરત બસીયાની રાહબરીમાં ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ એમ.આર.ગોંડલીયા, એમ.એલ.ડામોર, સી.એચ.જાદવ અને પીએસઆઇ સી.બી.જાડેજા અને ટીમે અતિ ગુ રાહે આવા ગુના આચરતી ટોળકી બાબતે માહિતીની સાથે તેઓ વિધ્ધ દાખલ થયેલ ગુનાઓની વિગત મેળવવામાં આવેલ હતી. જેમાં છેલ્લા ઘણા વર્ષેાથી ઇબ્રાહીમ ઉર્ફે ઇભલો કરીમ કાથરોટીયા (રહે. જુનો મોરબી રોડ શાળા નં ૭૭ ની સામે ખાટકીવાસ રાજકોટ) શહેર વિસ્તારમાં પોતાની ગુનાહીત પ્રવૃત્તિ ચલાવવા માટે પોતાના ગુનેગાર સાગરીતો સાથે મળીને ગુનાઓ આચરવા માટે સંગઠીત ગુના આચરતી ટોળીકી બનાવેલ જે 'ઇભલા ગેંગ' તરીકે ઓળખાય છે, આ ગેંગ દ્રારા વર્ષ ૨૦૧૬ થી ૨૦૨પ દરમ્યાન શહેરમા પોતાની ધાક ઉભી કરવા હથિયારો વડે ખુનની કોશિશ, ગંભીર ઇજાઓ, ગેરકાયદેસર પ્રવેશ કરી અપહરણ કરવું, લુંટ કરવી, ટોળકીમાં હત્પમલા કરવા તેમજ સરકારી વર્ષ ર૦૧૬ થી ૨૦૨૫ દરમ્યાન શહેરમાં કુલ ૨૭ ગંભીર પ્રકારના ગુના ગુજસીટોક એકટની જોગવાઇ મુજબ ધ્યાને આવેલ છે. જયારે આ ટોળકીના સભ્યોના મળી કુલ ૮૯ ગુના છે.ડીસીપી બાંગરવાની ગુનેગારો સામે ફટકાબાજી, ગુજસીટોકની સિકસરરાજકોટ શહેર પોલીસના ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવાએ ગુનેગારો સામે અસરકારક કામગીરી કરવા અભિયાન હાથ ધયુ છે. જેમાં ટૂંકા ગાળામાં છ ગેંગના ૮૫ આરોપીને ગુજસીટોક એકટ જેવી આકરી કલમ હેઠળ જેલ ભેગા કરી દીધા છે. જેમાં પેંડા ગેંગના ૨૧ શખ્સો, મુર્ગા ગેંગના ૧૯ શખ્સો, બાટલી ગેંગના ૧૯ આરોપીઓ, આડીયા ગેંગ ૧૧ આરોપીઓ, ચડ્ડી બનીયાન ગેંગના ૧૧ આરોપીઓ અને છેલ્લે ઈભલા ગેંગના ૭ આરોપીઓનો સમાવેશ થાય છે.