ગુજરાત એકમાત્ર વાઘની ગણતરી માટે ૫૦૦ ફોરેસ્ટર્સ અને ૨૫૦ કેમેરા ટ્રેપનો ઉપયોગ કરશે
ગુજરાત એકમાત્ર વાઘની ગણતરી માટે ૫૦૦ ફોરેસ્ટર્સ અને ૨૫૦ કેમેરા ટ્રેપનો ઉપયોગ કરશે
May 14, 2026 02:44 PM
ગુજરાતમાં છેલ્લા ત્રણ દાયકાથી વાઘોના અસ્તિત્વનો કોઈ સત્તાવાર પુરાવો નહોતો. હવે મધ્યપ્રદેશની સરહદ પાસે આવેલા રતનમહાલ અને આસપાસના જંગલ વિસ્તારમાં એક માત્ર વાઘ છેલ્લા એક વર્ષથી વસવાટ કરી રહ્યો હોવાથી રાય ફરીથી દેશના વાઘ નકશામાં સ્થાન મેળવવા જઈ રહ્યું છે. આ વાઘની હાજરીની ખાતરી કરવા માટે નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટી (એનટીસીએ) દ્રારા વિશેષ વાઘ ગણતરી અભિયાન હાથ ધરાશે. જૂન અથવા જુલાઈમાં યોજાનારી આ ગણતરી માટે આશરે ૫૦૦ વનકર્મીઓ તહેનાત કરાશે અને ૨૫૦ કેમેરા ટ્રેપ લગાવવામાં આવશે. આ અભિયાન રતનમહાલ, પૂર્ણા અને શૂલપાણેશ્વર અભયારણ્યોમાં ચલાવવામાં આવશે. રાયના મુખ્ય વન સંરક્ષક જયપાલ સિંહે આ માહિતીની પુષ્ટ્રિ કરી છે. વન વિભાગના અધિકારીઓ મુજબ, આ અભિયાનનો હેતુ માત્ર એક જ વાઘની હાજરી નોંધવાનો નથી, પરંતુ વિસ્તારમાં અન્ય કોઈ વાઘ અથવા વાઘણ છે કે નહીં તેની પણ તપાસ કરવાનો છે. કારણ કે આ વાઘ વારંવાર મધ્યપ્રદેશ સાથે જોડાયેલા જંગલોમાં અવરજવર કરે છે, તેથી અન્ય વાઘોની હાજરી હોવાની શકયતા પણ માનવામાં આવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે અંદાજે પાંચ વર્ષનો આ વાઘ પ્રથમ વખત ગયા વર્ષે ફેબ્રુઆરીમાં રતનમહાલ–મધ્યપ્રદેશ સરહદી વિસ્તારમાં દેખાયો હતો. ત્યારબાદ તે આ જંગલ વિસ્તારમાં સ્થાયી થયો છે. કેમેરા ટ્રેપ અને સીસીટીવી ફટેજ દ્રારા તેની સતત હાજરી નોંધાઈ રહી છે, જેને વન્યજીવન નિષ્ણાતો સ્થિર વસવાટ તરીકે ગણાવી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લી સત્તાવાર વાઘ ગણતરી ૧૯૮૯માં થઈ હતી. તે સમયે માત્ર પગલાંના નિશાન મળ્યા હતા પરંતુ વાઘ દેખાયો નહોતો. ત્યારબાદ ૧૯૯૨માં ગુજરાતને વાઘ ધરાવતા રાયોની યાદીમાંથી દૂર કરવામાં આવ્યું હતું. ૨૦૧૯માં એક વાઘ જોવા મળ્યો હતો, પરંતુ તે માત્ર ૧૫ દિવસ સુધી જ રાયમાં રહ્યો હતો. હવે આ લાંબા સમયથી રહેઠાણ બનાવનાર વાઘના કારણે ગુજરાતને ફરી ઓલ ઈન્ડિયા ટાઇગર એસ્ટિમેશન ૨૦૨૬માં સામેલ કરવામાં આવશે. ગણતરી પૂર્ણ થયા બાદ વાઘને સત્તાવાર ઓળખ કોડ આપવામાં આવશે અને તેના શરીરના પટ્ટાઓના આધારે રાષ્ટ્ર્રીય ડેટાબેઝમાં નોંધણી કરવામાં આવશે. એનટીસીએની ટીમ ગુજરાતના વનકર્મીઓને સ્ટ્રાઇપ ઓળખ સોટવેરની તાલીમ પણ આપશે