ગુજરાત સરકારે રાજ્યના આરોગ્ય ક્ષેત્રે એક મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યમાં ગ્રામ્ય આરોગ્ય વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા માટે સરકારે નવા 34 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (P.H.C.) સ્થાપવાની મંજૂરી આપી છે.
આ નવા આરોગ્ય કેન્દ્રો શરૂ થવાથી સ્થાનિક સ્તરે જનસુખાકારીમાં વધારો થશે. સરકાર દ્વારા વસ્તીના ધોરણો ઉપરાંત જીઓ સ્પાશિયલ એનાલિસિસ અને હાલના આરોગ્ય કેન્દ્રો વચ્ચેના અંતરને ધ્યાનમાં લઈને આ 34 નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને મંજૂરી આપવામાં આવી છે.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ નવા કેન્દ્રો રાજ્યના ગ્રામ્ય આરોગ્ય માળખાને વધુ મજબૂત અને લોકો માટે વધુ ઉપયોગી બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે. તેમણે વધુમાં જણાવ્યું કે, હાલમાં રાજ્યમાં ભારત સરકારના ગ્રામ્ય વસ્તીના ધારાધોરણો મુજબ આરોગ્ય કેન્દ્રો મંજૂર કરવામાં આવે છે. સામાન્ય વિસ્તારમાં 30,000 અને આદિજાતિ વિસ્તારમાં 20,000ની ગ્રામ્ય વસ્તીએ એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંજૂર કરવામાં આવે છે.
હાલમાં રાજ્યમાં 2011ની ગ્રામ્ય વસ્તીના ધારાધોરણો મુજબ કુલ 1499 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પૂરતા પ્રમાણમાં મંજૂર અને કાર્યરત છે. આ નવા 34 કેન્દ્રો ઉમેરાતા ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓની ઉપલબ્ધતા વધુ સુનિશ્ચિત થશે.
આ નિર્ણયથી ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોને તેમના ઘરની નજીક જ આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થશે, જેના કારણે તેઓને સારવાર માટે દૂર જવાની જરૂર નહીં પડે. આ પગલું રાજ્ય સરકારની આરોગ્ય સેવાઓને વધુ સુલભ અને અસરકારક બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનાણાકીય લેવડ-દેવડ સહિતના મામલે ભાવનગરના તત્કાલીન પોલીસવડા રવીન્દ્ર પટેલના ઘરે SEBIના દરોડા
March 21, 2025 05:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech