જામકંડોરણા રાજપરાની સીમમાં એસએમસીએ સ્થાનિક પોલીસને ઊંઘતી રાખી 44 લાખનો દારૂ પકડી પાડ્યો હતો. રાજકોટ જિલ્લા ગ્રામ્ય પોલીસને અંધારામાં રાખીને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જેને લઈને રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ વડાએ મોટી કાર્યવાહી છે. જામકંડોરણા પોલીસ સ્ટેશનના પીઆઇ એલ.જી. નકુમની લિવ રીઝર્વ ખાતે બદલી કરવામાં આવી છે. રાજપરાની સીમમાં એસએમસીએ પકડેલો 44 લાખનો દારૂનો કેસ નડી ગયો.
7016 બોટલ દારૂ ઝડપી પાડ્યો હતો
સ્થાનિક પોલીસને ઊંઘતી રાખી 44 લાખનો દારૂ પકડવા રાજકોટ રૂરલ LIBમાં રહેલ પીઆઇ એમ.જી. ચૌહાણને જામકંડોરણા ખાતે નિયુક્તિ કરાઈ છે. રાજકોટ જિલ્લાના જામકંડોરણામાં રાજપરાની સીમના ફાર્મહાઉસમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યો હતો. આ દરોડામાં 44.19 લાખનો 7016 બોટલ દારૂ, બે ટ્રક, દાણની 230 બેગ સહિત 66.86 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
બે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી
આ કેસમાં બે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે નવ આરોપીઓ ફરાર થઈ ગયા છે, જેની શોધખોળ હાથ ધરવામાં આવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech