BREAKING NEWS

રાષ્ટ્ર્રપતિની ઉપસ્થિતિમાં રાજકોટ એઈમ્સમાં પદવીદાન સમારોહ

  • April 13, 2026 11:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશના રાષ્ટ્ર્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી ૧૩ એપ્રિલથી ૧૬ એપ્રિલ દરમિયાન ગુજરાત અને મહારાષ્ટ્ર્રની સત્તાવાર મુલાકાતે આવી રહ્યા છે. આ ચાર દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ બંને રાયોમાં વિવિધ શૈક્ષણિક અને સામાજિક કાર્યક્રમોમાં સહભાગી થશે.
રાષ્ટ્ર્રપતિના નિર્ધારિત કાર્યક્રમ મુજબ, તા.૧૩ એપ્રિલે તેઓ રાજકોટ ખાતે એઈમ્સના પ્રથમ પદવીદાન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. ત્યારબાદ, ૧૪મી એપ્રિલે ડો. બી. આર. આંબેડકરની જન્મજયંતી નિમિત્તે ગાંધીનગરના લોક ભવન ખાતે આયોજિત 'સામાજિક સમરસતા મહોત્સવ'માં હાજરી આપશે. તે જ દિવસે તેઓ ગાંધીનગર સ્થિત રાષ્ટ્ર્રીય રક્ષા યુનિવર્સિટીના પાંચમા પદવીદાન સમારોહને પણ સંબોધશે.
તા.૧૫ એપ્રિલથી રાષ્ટ્ર્રપતિ મહારાષ્ટ્ર્રના પ્રવાસે જશે, યાં તેઓ નાગપુર એઈમ્સના બીજા પદવીદાન સમારોહમાં હાજર રહેશે. આ ઉપરાંત, નેશનલ એકેડેમી ઓફ ડાયરેકટ ટેકિસસ  ખાતે ભારતીય મહેસૂલ સેવાના ૭૮મી બેચના તાલીમાર્થી અધિકારીઓના દીક્ષાંત સમારોહમાં પણ ઉપસ્થિત રહેશે. પ્રવાસના અંતિમ દિવસે, ૧૬ એપ્રિલે વર્ધા ખાતે મહાત્મા ગાંધી આંતરરાષ્ટ્ર્રીય હિન્દી વિશ્વવિધાલયના પદવીદાન સમારોહમાં હાજરી આપી તેઓ પોતાનો પ્રવાસ પૂર્ણ કરશે..



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News