પાવર, મીઠું વગરે માટે જમીન લીઝના નિયમો એક સમાન બનાવતી સરકાર

  • April 23, 2025 11:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઘણા લાંબા સમયથી સરકાર ભાડા પટ્ટાની જમીનના લીઝહોલ્ડર હકો માટે થઈને સરકાર કસરત કરી રહી હતી આખરે વિન્ડ સોલાર હાઇબ્રીડ ગ્રીન હાઈડ્રોજન મીઠા ઔદ્યોગિક હેતુ માટેના ગિરો મુકવાની શરતો એક સમાન કરવામાં આવી છે જેમાં બેંક કરતાં સરકારી લેણુ પહેલું વસૂલવામા આવશે. જમીન નહીં પરંતુ લીઝ હોલ્ડરના હકની હરાજી થશે લોન લેવી હોય તો લીઝ હોલ્ડરે પોતાની અંગત મિલકતો ગીરવે મૂકવી પડશે.
વિન્ડ (પવન), સોલાર (સૂર્ય ઉર્જા), વિન્ડ-સોલાર હાઈબ્રીડ, ગ્રીન હાઇડ્રોજન, મીઠા ઉદ્યોગ અને ઔદ્યોગિક હેતુ માટે ભાડાપટ્ટે ફાળવેલી જમીનના લીઝ-હોલ્ડના હક્કો, (1) લીઝ હોલ્ડર (ડેવલપર) અને (2) પ્રથમ સબલીઝ હોલ્ડર’એમ બન્નેના સંયુક્ત નામથી મહેસૂલ વિભાગની સામાન્ય જોગવાઈઓ મુજબ નાણાકીય સંસ્થાઓ-બેંક ખાતે કેટલીક શરતોને આધીન ગીરો મૂકી શકાશે. આ માટે એક સમાન શરતો નક્કી કરવામાં આવી છે.
આ ઠરાવથી બેંક કે નાણાકીય સંસ્થા કરતા સરકારી લેણું પહેલું વસૂલવાને લઇ સરકાર જમીન નહીં પરંતુ ગિરો મુકાયેલી મિલકતો લીલામ કરી શકે તેવો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.
અહીં સરકારે એક એવી મહત્વની શરત પણ મૂકી છે, જે મુજબ લીઝ હોલ્ડ હકો ગીરો મૂકનાર અરજદાર વ્યક્તિ, સંસ્થા, પેઢી, કંપ્નીએ સૌપ્રથમ પોતાની અંગત માલિકીની અન્ય સ્થાવર-જંગમ મિલકતો ગીરો મૂકવાની રહેશે ત્યારબાદ જ લીઝ હોલ્ડ હકો ગીરો મૂકી શકશે. જોકે, આ માટે લીઝ-હોલ્ડના હક્કો ગીરો મૂકવા અંગેની દરખાસ્ત સરકારમાં કરવાની રહેશે.
આ અંગે મહેસૂલ વિભાગ દ્વારા 13 જેટલા ઠરાવો-પરિપત્રો, તેના આનુષાંગિક ઠરાવો જાહેર કર્યાં હતા પણ તેના અંતર્ગત ભાડાપટ્ટે ફાળવેલી જમીનના લીઝ-હોલ્ડના હક્કો ગીરો મૂકવા બાબતે એકસૂત્રતા જળવાતી ન હતી અને એટલે સરકારે, કેટલીક શરતોને સંકલિત ક2વાનું નક્કી કર્યું હતું. હવે, આ કામગીરી પૂરી થયા બાદ સરકારે, 22મીના મહેસૂલ વિભાગના જમીન પ્રભાગના નાયબ સચિવ ભાવિન પટેલની સહીથી એક ઠરાવ જાહેર કર્યો છે. જેમાં આ અંગેની 13 જેટલી શરતો જાહેર કરી છે.
બેંક કે નાણાકીય સંસ્થાનું લેણું ભરપાઈ કરવા માટે થઈને હક્કો ની હરાજી કરવામાં આવશે અને આ વેચાણ રાખનારને જમીન પટે આપવી કે કેમ તે સરકારની મનસુફી પર રહેશે હક અને વેચાણ રાખનાર એક વર્ષના ભાડા પટ્ટા જેટલી રકમ સરકારને ભરપાઈ કરવી પડશે રાજયમાં હકો વેચાણ રાખનારની લીઝના બાકીના સમયગાળા પૂરતો જ મળશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application