રાજ્યમા ભારે વરસાદના કારણે સરકાર સતર્ક, બે લોકોના કમોસમી વરસાદના કારણે થયા છે મોત

  • May 13, 2024 11:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યમાં કુલ 41 તાલુકાઓમાં બે(2) મિલિમીટરથી લઇને 38 મિલિમીટર જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે વરસાદ સાથે પવનની ગતિ પણ વધી હતી અને વીજળી પડવાને કારણે રાજ્યમાં બે ના મોત થયાના સમાચાર સામે આવી રહ્યા છે.


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં આજે સાંજે વરસાદ અને પવન ફૂંકાવાથી સર્જાયેલી સ્થિતિની સમિક્ષા તાત્કાલિક હાથ ધરવા, કાર્યકારી મુખ્ય સચિવ સુનયના તોમરને દિશાનિર્દેશ આપ્યા હતાં. 


મુખ્યમંત્રીના આ દિશાનિર્દેશને પગલે સુનયના તોમરે અસરગ્રસ્ત જિલ્લાના કલેક્ટરો સાથે વિડિયો કોન્ફરન્સ યોજીને તેમના જિલ્લામાં થયેલા વરસાદ, પવન અને વીજળીની સ્થિતિ વગેરેની તલસ્પર્શી મહિતી મેળવી હતી. તેમણે જિલ્લા તંત્રવાહકોને એલર્ટમોડ પર રહેવા અને હવામાન વિભાગની આગાહી અનુસાર આગોતરા આયોજન માટે પણ માર્ગદર્શન આપ્યુ હતું. 


રાહત કમિશનર આલોક પાંડેએ આ સમીક્ષા બેઠકની વિગત આપતા કહ્યું કે, રાજ્યમાં કુલ 41 તાલુકાઓમાં બે(2) મિલિમીટરથી લઇને 38 મિલિમીટર જેટલો વરસાદ વરસ્યો છે. વરસાદ સાથે પવનની ગતિ પણ વધી હતી અને વીજળી પડવાને કારણે રાજ્યમાં બે માનવ મૃત્યુ નોંધાયા છે. પવનને કારણે 249 ગામોમાં વીજ પુરવઠાને અસર પડી હતી, તે તાત્કાલિક પૂર્વવત કરી દેવામાં આવી છે. 


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર તથા જિલ્લાઓના કંટ્રોલરૂમ સતત કાર્યરત રહે તેમજ ક્યાંય જાનહાની ન થાય અને માલ-મિલકતને ઓછામાં ઓછું નુકશાન થાય તેવી વ્યવ્સ્થાઓ સુનિશ્ચિત કરવા પણ કાર્યકારી મુખ્ય સચિવને સુચના આપી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application